________________
જામનગરનો ઇતિહાસ. (પંચદશી કળા) ૩૪૧ હતા. તેથી તેના ઉપર ઘણાં ખુશી થઈ તેને તથા બીજા ખાસ માણસોને કિંમતી પોશાકે આવ્યા હતા
વિ. સં. ૧૯૪૬ ના ચિત્રમાસમાં વજીર રાઘવ જેઠાણું એ રામબાગમાં પોતાના ખાનગી ખર્ચથી શિવવિનુનાં મંદીરે ચણાવી પ્રતિષ્ઠા કરી તે વખતે જામશ્રી વિભાજી સાહેબને ત્યાં દર્શનાર્થે પધરાવતાં બ્રાહ્મણને વેદ વિધીથી ભણતા જોઈ, જામશ્રીને અતિ આનંદ થયો અને બોલી ઊઠ્યાકે, આપણે પણ આવું કંઈ ધર્મકાર્ય કરીએ, એથી વજીર તથા દીવાનજીની સલાહથી ફરીને બીજી વખત મહારૂદ્ર યજ્ઞ કરવાની ત્યાંને ત્યાંજ આજ્ઞા આપી હતી તેથી વૈશાખ સુદ ૧૧ બુધવારના રોજ મહારૂદ્રનો આરંભ કર્યો. વેદમૂત જેવા બ્રાહ્મણને વરૂણીમાં વરાવી વેદોક્તરીતે મંડપ તથા કુંડ બાંધવાનું કામ શરૂ કરાવી દેશાંતરમાં કેત્રીઓ મોકલી રાજાએ, અમીરે, પંડીતો, ભાયાતો વિગેરેને બોલાવ્યા હતા, મંડપ તૈયાર થતાં તેમની શરૂઆત કરાવી અનેક વિદ્વાનો યથાવિધી વેદ વનિ અને સવાલક્ષ ચીતામણી તથા સહસ્ત્ર ચંડી કરવા લાગ્યા. તેમજ ભાગવત, રામાયણ, ગીતા, આદીકના અનેક પાઠ કરાવી, બ્રાહ્મણને વિવિધ પ્રકારનાં દરરોજ ભોજન કરાવવા લાગ્યા, તેમજ આવેલા રાજાઓ, અમીરે, અધિકારીઓ, ગામના ગૃહસ્થ, અને જનાનાની રાણુઓ, વિગેરેની પૂજાઓથી બ્રાહ્મણને મોટી રકમ દક્ષીણાની થવા લાગી. છેવટ સમાપ્તિને દીવસે મહાદક્ષીણના ખાબાઓ અને અનેક પ્રકારની પહેરામણુએ જામશ્રીએ આપી વિપ્રોને સંતુષ્ટ કર્યા, એ યામાં વિપ્રોની સંખ્યા ૬૫૦ની થઈ હતી. આ પ્રસંગે પધારેલા સવેને તેઓની યોગ્યતા પ્રમાણે સત્કાર કરી શીરાવો આપી મહા યજ્ઞની સમાપ્તિ કરી સાકરની ચોરાશી કરી, બ્રાહ્મ
ને રૂપીયાઓની દક્ષીણાઓ આપી તેઓને આશીર્વાદ લીધે હતો. તેમજ અનેક પ્રકારની ધાતુઓથી પોતાની તુલા કરી તેનું દાન આપ્યું હતું.
વિ. સં. ૧૯૪૬ માં જામશ્રી વિભાજીએ પોતાના કેટલાએક મહાલ-જે, કાઠીયાવાડમાં આવેલા આટકેટ, ભાડલા, સાણથળી, બરવાળા તથા કંડોરણાથી કાલાવડ વિગેરે મહાલોમાં ફરી પ્રજાના સુખદુઃખની વાતો સાંભળી તેઓ સર્વને ગ્ય ન્યાય આપી કેટલાએક ગામમાં ચોરાશી કરાવી જામનગર પધાર્યા હતા.
5 શ્રીવિષ્ણુ પ્રતિષ્ઠા ૯ વિ. સં. ૧૯૪૭ના શ્રાવણ વદ ૧ શુક્રવારે જામશ્રી વિભાજી સાહેબે જામનગરમાં ખંભાળીયાના દરવાજા બહાર અપાર દ્રવ્ય ખરચી સંવત-૧૯૩૦-૩૧ માં દીવાન ભગવાનજીના કારભારીમાં બનાવેલાં “દ્વારિકાપુરીમાં વણ દહેરાં એમાં શ્રી રણછોડજી આદી વિષ્ણમૂતિઓની યાદી ક્રિયા કરી પ્રતિષ્ઠા કરી હતી તથા પિતાનાં પિતાશ્રી જામશ્રી રણમલજી દ્વારિકા યાત્રાએ પધારેલ ત્યારે