________________
શ્રીયદુવંશપ્રકાશ (પ્રથમખંડ) કિજામશ્રીવિભાજીની દીનચર્યા તથા પ્રકૃતિ પરીચય
જામથી વિભાજી સાહેબ હંમેશાં પ્રભાતમાં વહેલા ત્રણ બજાને સુમારે ઉઠતા, જંગલ જઈ આવી દાતણ કરી હાઈ માળા ફેરવતા (કઈ વખત શિવપૂજન જાતે કરતા) અને તે પછી એક પદમાં પાંચ વાસણ તેમાં સીધે, તથા કેરી ૧) એક તથા ધોતીઉં ૧) એક વગેરે પરદેશી બ્રાહ્મણને ઘીમાં મે જોઈ દાન આપતા તે પછી પાંચ વાગતાં ગાડીમાં બીરાજી બે ત્રણ ગાઉ સુધી ફરવા જતા જંગલમાં સડકને કિનારે ખેડુતોનાં બાળકે હાથમાં બાજરીયાં (પેક પડાય તેવાં બાજરાનાં ડુંડાં) તો કોઇના હાથમાં ચીભડાં, કે શેરડી, કઈ મગની શીંગુ, કેઈ ઝીંઝરાં, વગેરે. મહતુ પ્રમાણેની ચીજે લઈ રાહ જતાં રસ્તામાં ઉભાં રહેતાં, તેને જામશ્રી ગાડીમાંથી દૂરથી જોતાં જ પોતાના દયાળુ અને બાળક પ્રત્યેના વાત્સલ્ય પ્રેમ ઉતાવળથી કેચમીનને કહેતા કે– એ. એ. એ. ધીરી હાંક જે ધીરી હાંક જે એવા હાલભર્યો શબ્દો બોલી બાળક નજીક આવતાં ગાડી ઉભી રખાવતા. ત્યાં તુરતજ બાળકો ગાડીને ઘેરી લેતાં. અને કઈ તો ઉપર ચડી, હાથમાંની વસ્તુઓ ખુદ હજુશ્રીને હથોહથ આપતાં, જામશ્રી હસતે મુખે દરેકની ભેટ લઈને તેઓના પ્રારબ્ધ મુજબ કેઇને બે કોરી કાઇને ચાર કેરી પાંચ કેરી કેથળીમાંથી લઈ અને આપતા ઉપરની રીતે પ્રભાતની હવા લઈ ત્યાંથી પરબારા દરબારગઢમાં પધારતા તે વખતે બજારમાં ઘણાજ પ્રેમી શહેરીએ દર્શનની અભિલાષાએ બેસતા ને જામશ્રાના દશ કરી પછી અનાજ લેતા, એવા પણ કેઈલાએકને વ્રત હતાં. બજારમાં જામશ્રી ગાડી ઘણુંજ ધીમી હંકાવતા અને દરેકની સલામો ઝીલતા બરબર આઠ બજે દરબારગઢમાં પધારતા તે વખતે તમામ અધિકારીએ અમીરે ગૃહસ્થો અને વેપારીઓ કે જેઓને રાજ્યની સાથે સીધો સંબંધ હોય તેઓ સર્વ ત્યાં હાજર રહેતા, તે વખતે રાજ્યના તમામ કામોનો દિવાનસાહેબ અને ૪ બક્ષી વંચાણ કરી ખુલાશે પુછતા તેમજ ત્યાં હાજર રહેલા અરજદારની તથા બીજા પરચુરણ કામોની અરજે પણ ત્યાં જ સાંભળી ત્યાંજ તેનો નીકાલ આપતા અને ત્યાં વંચાણમાં આવેલા તુમારોના હાંસીયામાં “વાંએવા હસ્તાક્ષર ખુદ પોતે કરતા તેમજ જામદારખાનાની ચીઠીઓ અને લખાણમાં સહીઓ કરી પછી જનાનખાનામાં રાણુઓના અધિકાર પ્રમાણે ખાલસા વડારણે અને નાજરો
* બાદશાહી વખતમાં બાદશાહ પાસે એક નાગર ગ્રહસ્થ કાયમ લેખ પત્રો. બક્ષીસ પ. વગેરેના મુસદ્દાઓ લખી વંચાવી તે ફરમાન બહાર પાડતા. તેથી બાદશાહે તેઓને કાયમના માટે તે ઈલકાબ સાથે સારી જાગીર બક્ષી હતી. મુગલાઈ વખતમાં દરેક બાદશાહી ફરમાનો બક્ષીના હાથથીજ બહાર પડતાં ત્યારથી એ કુટુંબની ઓડક “બક્ષી” તરીખેની પ્રસિદ્ધ . થઈ હતી. જામવીએ પણ તે બાદશાહી પ્રબંધ ચાલુ રાખ્યો હતો.