________________
૩૩૦
શ્રીયદુવંશપ્રકાશ (પ્રથમખંડ) वडहथ जामविभेश, देखनकुं अंगरेज दळ ॥
જે ગરા વિરોષ, મહાવ ઘર નાં . ૨. એ પ્રમાણે દિલ્હીમાં આનંદ કરી જાનેવારીની સાતમી તારીખે જામશ્રી જામનગર પધારવા, સ્પેશ્યલ ટ્રેનમાં રવાના થયા. દિલહી ઇટાવા, તથા પ્રયાગરાજ ત્યાંથી જબલપુર, ખંડવા થઈ, નાશિક પધાર્યા. ત્યાં દિવાનસાહેબ નારાયણરાવે અરજ કરી કે “સાહેબ મારે મકાને પધારે દિવાન નારાયણરાવ નાસિક (થાણું) માં રહેતા હોવાથી, જામશ્રી તેમના મકાનપર પધાર્યા હતા. તે વખતે દિવાનજી નારાયણરાવે અનેક પ્રકારના મિષ્ટાન્ન બનાર્થી. જામશ્રીને તથા અમીર-ઉમરાવેને જમાડી, જામશ્રી તથા સર્વ અમીર-ઉમરાવ તથા હજુરીઆઓને હજારેના પિશાકે આદર સહિત અર્પણ ક્યું. તે પછી જામશ્રી વિભાજીએ દિવાનજીના તમામ કુટુંબને પોશાક પહેરામણી કરી. અને થાણાની અંગ્રેજી સ્કુલમાં પધારી એક હજાર રૂપીઆ રેકડા વિદ્યોતેજક ફંડમાં ભર્યા. તથા બીજા કેટલાએક ઇનામ વિદ્યાર્થીઓને બક્ષ્યાં. તે પછી થાણુના કેટલાક સ૬ ગૃહસ્થાએ, જામસાહેબના દર્શન કરવા તથા માન દેવા એક સભા ભરી આમંત્રણ કર્યું ત્યાં જામશ્રી પધારતાં, ત્યાંની સર્વ પ્રજા રાજી થઇ અને માનપત્ર અર્પણ કર્યું. ત્યાંથી મુંબઈ પધાર્યા અન કાસમ શેઠને બંગલે પાંચ દિવસ રહી, પાલવા બંદર સ્ટીમરમાં બેસવા પધાર્યા. તે વખતે સરકાર તરફથી કેટલાક યુરોપિયન ઓફીસર તથા ઓનરેબલ અને જસ્ટીસ ઓફ ધી પીસના ખિતાબવાળા શેઠ સાહુકારે વળોટાવવા આવ્યા. તે વખતે બંદર ઉપર મુંબઇની પ્રજા તરફથી જામશ્રીને માનપત્ર અર્પણ કરવામાં આવ્યું. બાદ તોપોની સલામી લઈ, જામશ્રી સ્ટીમરમાં બીરાજ્યા. અને રોઝા બંદરે ઉતરી, શ્રી જામનગર પધાર્યા હતા.
વિ. સં. ૧૯૩૩ તા-૫ મે સને ૧૮૭૭માં જામશ્રીએ એક પુસ્તકાલય (Library) સ્થાપ્યું હતું. અને તેમાં દરેક જાતના પુસ્તકે માસીક અને વર્તમાન પત્રો મંગાવી પ્રજાને લાભ આપ્યો હતો.
તેજ સાલમાં ૨૮ નવેંબર સને ૧૮૭૭માં મુંબઇના માજી ગર્વનર સર રીચડમાલ સાહેબ જામનગર આવ્યા હતા. તેનું નામઢીએ ઘણાંજ માનપૂર્વક સ્વાગત કર્યું હતું. અને ગવર્નર સાહેબ હાઇસ્કુલ, દવાખાનું અને મ્યુનિસીપાલ ખાતાની મુલાકાત લઇ વિદાય થયા હતા.
વિ. સં. ૧૯૩૪માં તા. ૧લી જાન્યુઆરી સને ૧૯૭૮ના રોજ કાઠીયાવાડના પિોલીટીકલ એજન્ટ મી. પીલે રાજકોટમાં દરબાર ભરી જામશ્રીવિભાજીસાહેબને નાઈટ-કમાન્ડડર ઓફ ધી મોસ્ટ એક્ઝોડ ઓર્ડર ઓફ ધી સ્ટાર ઓફ ઇન્ડીઆનો માનવેત ઈલકાબ આપે હતો. અને તેના સાથે એક સુંદર સોનેરી સુઠનો કટાર અને એક જામે (ઝબ્બે, સેનાના ચાંદ સહિત) તથા વાવ વગેરે બક્ષ્યાં હતાં.