________________
જામનગરના ઇતિહાસ.
૩૨૯
(પંચદશી કળા) તેમાં કૃતુમિનારાની કારીગરી અને તેની ઉંચાઇ જોઇ, જામશ્રીએ તેનાં ઘણાજ વખાણ કર્યાં હતા.
દિલ્હીમાં જોધપુરના મહારાજા જશવતસહજી સાહેબ (જે પેાતાના જમાઇ થાય તે) પધાર્યાં હેાવાથી, તેઓ નામદારને મળવા જોધપુરના કેપમાં પેાતાના અમીર ઉમરાવ સાથે જામશ્રી પધાર્યાં હતા. ત્યાં મહારાજાએ સામા આવી, ઘણાં માનથી મળી, અન્યાઅન્ય કુશળતા પુછી હતી. તેમજ મહારાજા સાહેબે જામશ્રીને જોધપુર પધારવાની વિનંતિ કરી હતી કે:—
दोहा - जाम पधारे जोधपुर, मम इच्छा मनमांय ॥ मिळो उठें सब मोदसें,
सबहीबात
સરસ || o || ઉપર પ્રમાણે વિવેક કરી હળીમળી જામશ્રી પેાતાના કેપમાં પધાર્યાં. બીજે દિવસે જામશ્રીની વળતી મુલાકાત લેવા જોધપુર મહારાજાશ્રી જશવતસિ’હુજી જામશ્રીને તથ્યુએ પધાર્યાં હતા. તે વખતે જામસાહેબે ઘણાંજ કિંમતી ઘરેણાં, પાશાક અને કેટલીક અમૂલ્ય ચીજો ભેટ આપી, તેઓશ્રીને ઉતારે પહોંચતી કરાવી હતી. તેમજ પેાતાના ભાણેજ (માશ્રી પ્રતાપકુંવરબા સાહેબના કુમારી) શ્રીબહાદુરસિંહજીને પણ ઘેાડા સહિત ચારેય ગાડી અને બીજી કેટલીક અમૂલ્ય ચીજો સેટ મેકલી હતી.
વાયસરોયની સ્વારી જોવા એક ઉંચા ઉમદા મકાનમાં જામશ્રી વિભાજી તથા ભાવનગરના મહારાજા સાહેબ તથા મેારણીના હાકેારસાહેબ શ્રીવાઘજીસાહેબ સાથે બીરાજ્યા હતા તે વિષેઃ—
सोरठा - भूपसाथ सहभूप, भावणांपत भांखीयो ||
रीध जाडां कळरूप, मदछक वाघो मोरवी ॥ १ ॥
//
તુમિનાર વિષે વિત ।।
के घाट कोरनीके, जोरनी जमाइ जामे, तामे नेक चित्रामनी, चोपे चित्त चाहीकें ॥ घुमत अतंत घेर, चुमत ज्यों चंद्रबिंब, झुमत झरोंख गोंख, नोखकों सरा हीकें ॥ देखे देश देशके, बिदेशी जन दोर दोर, ओर ठोर ए सोना, समान सान ताहीकें ॥ मंजू व्योम मंडलको, कुतुबमिनार मानो, करताने थाप दीनो, थंभाकर वाही के ॥ અ—એ મિનારામાં કેટલાક કારણીના ઘાટ કરી, તેએની જોડણી કરેલી છે. અને કેટલાંક અપૂર્વ ચિત્રાળુ ખેચેલાં છે. અત્યંત ધેરાવવાળા અને જેના ઝરાખાંમાં, તેાખ નાખી ભાતનાં અદ્દભુત ગાખા શાળી રહ્યા છે. એવા એ મિનારા ઉંચાઇને લીધે જાણે ચંદ્રમંડળનું ચુંબન કરતા હોય એવા લાગે છે, કેટલાક પરદેશી લેાકેા અત્યંત શ્રમથી જોઇને કહે છે કે આવા મિનારા દિલ્હી સિવાય બીજે કાઇ ઠેકાણે નથી. જાણ્યે પરમેશ્વરે આકાશમાંડળને શેશભાયમાન સ્તંભ બનાબ્યા ન હોય ?