________________
૩૧૦ શ્રીયદુવંશપ્રકાશ
(પ્રથમખંડ) ગૃહસ્થને બોલાવવા આવે ત્યારે તે કલ્યાણજીકાકાને પડાની માનતા માની પછી દરબારમાં જાય” દરરોજ આવી રીતે જામનગરમાં આવેલા શ્રી કલ્યાણજીના મંદિરમાં એવી ઘણી માનતાએ આવતી
જામ રણમલજીની ધાકથી હરામી લેક ત્રાસ પામતા, તેના વખતમાં કઈ બેટી ખટપટ કરી શક્યું નહિ. દિવાન મોતીમેતા, ઉપર તેઓશ્રીને સંપૂર્ણ વિશ્વાસ હતો. અને તેની વફાદારીના બદલામાં કાલાવડ તાબે વડાળા નામનું ગામ જાગીરમાં આપ્યું હતું. જે ગામ આજે પણ પિષ્ટઓફીસની છાપમાં મિતીમેતાનાવડાળા” તે નામે ઓળખાય છે.
મેતીમેતાના મરણ પછી ભગવાનજી દિવાને કારભારું કર્યું હતું. જામશ્રી રણમલજીને શિકારને ઘણે શેખ હતો. તેઓશ્રીએ વિ. સં. ૧૮૯૦ માં બંકારા ગામ આગળ એક મોટા સિંહને શિકાર કર્યો હતો. તથા વિ. સં. ૧૮૯૦ માં છતરગામે ગાડલીઆ નામના ડુંગરમાં પણ એક મોટો સિંહ માર્યો હતો. તથા વિ. સં. ૧૯૦૭ માં ૫, અને ૧૯૦૮ માં ૩, વગેરે મળી કુલ ૧૦ સિંહ અને તે સિવાય નાનાવાઘ અને દિપડાઓ જેવા હિંસક પ્રાણુઓના ઘણા શિકાર કર્યા હતા.
* મોતીમેતે બિમાર પડયા ત્યારે “જામ” “જામ' એવો ઉચ્ચાર કરતા હતા તેથી તેના સંબંધીઓ કહે કે “મહેતા રામ કહે”? એટલે મેતે કહે “જામ” એ ખબર જામ રણમલછને થતાં, તેઓ મેતાને જેવા પધાર્યા હતા. ત્યારે સંબંધીઓ કહે કે “મેતા, રામ કહે.” ત્યાં મેતે કહે કે “જામ એ મારો રામ.' આવા સ્વામિભકત દિવાનના મરણથી જામશ્રીને ઘણોજ અફસોસ થયો હતો. મોતીમેતો અપુત્ર ગુજરતાં તેની વિધવાની હૈયાતી બાદ વડાળા ગામ સ્ટેટમાં જોડાયું હતું, હાલ જામનગરમાં મોતીમેતાના સગાભાઈ જવા પામળજીને વંશ ચાલ્યો આવે છે. તેમના વંશજો રાજ્યના વફાદાર અને સ્વામિભકતો છે. તેઓની અવટંક બુચ” છે. બાદશાહી વખતમાં તેમની કદર બુઝવામાં આવતાં “બુઝ' એ પડતાં તેને અપભ્રંશ થઇ હાલ બુચ બેલાય છે.
હાલ તે બુચ કુટુંબમાં શ્રીયુત ભાઈશ્રી નીલકંઠરાય મોહનલાલકાઈ જામનગરમાં પ્રથમ આઈ. સી. એસ. થઈ આવતાં, જામનગરની હેસીંલી પ્રજાએ ઘણા હેતથી જાહેર સભા કરી માનપત્ર આપ્યું હતું. તેમજ શ્રીયુત ભાઇ આણંદલાલ ઉમેદલાલ બુચ જે નવાનગર સ્ટેટમાં ડોકટર છે તેણે કલ્યાપર તાલુકે રહી કલ્યાણપુર ગામને જામ-કલ્યાણપુર” કહેવાનું. પિટલ ગાઇડમાં છપાવી તે પ્રમાણે પિષ્ટની છાપ નાખવા મંજુર કરાવેલ છે. તેમજ બારાડી જેવા પ્રદેશમાં કે જ્યાં એકાંતરે ખુન્ન થાય છે. ત્યાં લગભગ તેઓએ ડોકટર તરીકે દશવર્ષ રહી, પ્રજાજનોની ઉત્તમ સેવા કરી, પિતાની અસલ ખાનદાની બતાવી હતી, તેથી તેઓની બદલીના પ્રસંગે જમકલ્યાપુર તાલુકાની પ્રજાએ ડોકટર સાહેબ આણંદલાલને ઘણજ સારા શબ્દોમાં રૂપાના ‘કાસ્કેટ’માં માનપત્ર, મહેરબાન ચીફ-મેડીકલ-ઓફીસર સાહેબની મંજુરી મેળવી, આપ્યું હતું ,