________________
૨૮૬
શ્રીયદુવંશપ્રકાશ (પ્રથમખંડ) મેટા લશ્કરની મદદની જરૂર હતી. તેથી પરબાર્યાજ દિવાનજીને પંચાળમાં શિવરામ કામેદાન જે ત્યાં ખંડણી ઉઘરાવતો હતો. તેની મદદ લેવા મેલ્યા. દિવાનજી રઘુનાથજીએ ભાડલા મુકામે તેને મળી, અમુક રકમ આપવા ઠરાવી, તેના સિન્ય સાથે જામનગર આવવા નીકળ્યા. પાછળથી (દગાબાજને દગોજ સુઝે) તેથી મેરૂને શંકા થઈ કે “દિવાન રઘુનાથજી સિવરામના સૈન્યની મદદથી, જામશ્રી જસાજી સાથે મળી જઈ, મારૂં કાસળ કાઢી નાખે તો પછી શું ઉપાય કરે. “એમ વિચારી કચ્છી લશ્કરને સુલેહને વાવટો આપી ધુંવાવ મુકામે ફતેહમામંદને મળી, અમુક રકમ આપી તેને ઘેરે ઉઠાવી લેવરાવ્યો. અને મદદનીશ લશ્કર લઈને આવતા, દિવાનજી ઉપર ધુંવાવથીજ પત્ર લખી મોકલ્યો જે સિવરામ કામેદાનની સહાયતાની હવે જરૂર નથી અહીં સમાધાન થઇ ગયું છે. આ પત્ર મળતાં દિવાન રઘુનાથજી નારાજ થયા. કેમકે સિવરામ સાથે થયેલી શરતો મુજબ તેનાથી કોઈ બહાનું બતાવાય તેવું ન હતું તેથી તેણે પડધરી મુકામ નાખી આસપાસના પટેલને લાવ્યા. અને શિવરામના લશ્કરની ખર્ચના પિસા ઉઘરાવી આપ્યા. તે રકમ લઈ શિવરામ પાછા ગયે, આ વર્તણુંકથી મેરૂ ખવાસ વધારે નારાજ થયે. મેરૂખવાસને નારાજ થયેલો જોઈ, વિચક્ષણ દિવાન રધુનાથજી નવાનગર છડી ધ્રોળ રહેવા ગયા, અને ત્યાં રહી, જામશ્રી જશાજી
વિ. સં. ૧૮૫૬ માં થોડા વખતની માંદગી ભગવ્યા બાદ નવાનગરમાંજ મેરૂખવાસ (મહેરામણ) મરણ પામે, એ મેરૂ ખવાસ પોતાની અકકલ હોશિઆરી અને બહાદુરીથી એક સાધારણ હજુરીઆની સ્થિતિમાંથી નવાનગરનો દિવાન અથવા (de facto) ઘણુ થઈ બેઠે હતો. એટલું જ નહિં પણ સારાએ કાઠીઆવાડમાં તે એક વીરનર તરીકે પ્રસિદ્ધ હતો, એ બહાદુર વીરનર હતો, પરંતુ ગમે તે પણ પણ જામશ્રી જશાજીનો એક નોકર હતો. નોકરમાં હંમેશા વફાદારીનો ગુણમુખ્ય જોઈએ, જે મહેરામણે બહાદુરી સાથે સ્વામિભક્ત રહી, રાજ્યની વફાદારીમાં, શ્યામધર્મ સાચો હોત, તો અત્યારે તેનું નામ પ્રાતઃસ્મરણુય દુર્ગાદાસ રાઠોડની પંક્તિમાં લખાત, શ્યામધર્મને વીર દુર્ગાદાસ કે જેને હિંદના મહાન શહેનશાહ ઔરંગજેબે જોધપુરનું રાજ્ય અથવા હિંદના કોઇપણ ઇલાકાની સુબાગીરી સાથે અઢળક દોલત આપી લલચાવ્યો, પણ એવી રીતે પિતાનો સ્વાર્થ નહિં સાધતાં, પોતાના રાજાની રાણી તથા પોતાના બાળમહારાજા કુમાર અછતને બાદશાહને હાથ સેવા નહિં. અને પોતાના માલીકને ખાતર પિતાના પુત્રનો ભેગ આપી, પોતે અનેક સંકટો ભેગવ્યા. ધન્ય છે એ વીરઝ રાઠોડરજપુત કુળમણિને કે જેણે પોતાની રાજ્યભક્તિ, સ્વામિસેવા, અને શ્યામધમની વફાદારી દુનિઆની દ્રષ્ટીએ તાદશ બતાવી આપી તેવી જ રીતે જામનગરના ઇતિહાસમાં જગજાહેર મેરૂ વિષે “ પરાક્રમમાં પુરે, પણ વફાદારીમાં ઉણ” એ કહેવત ચાલે છે તે સત્ય છે. કારણ કે તેણે પોતાના
સાથે ગુtત વહેવાર ચલ