________________
જામનગરનેઇતિહાસ. (ચતુદશી કળા) ૨૮૭ અન્નદાતા જામસાહેબ સામા તોપના મોરચા ગોઠવ્યા, તેમજ એક કેદીથી પણ દુર્ઘટ સ્થિતિમાં, જામસાહેબને પોતાને ઘેર રાખી અનેક સંકટ આપ્યા, તથા પિતાની અન્નદાત્રી સ્વામિની (રણું જીવુબા ઉર્ફે દિપાંજીબાઇ) કે જેની વેલ સાથે પિતે તાબેદાર (ગોલા તરીકે આવેલ, તે પોતાના માતાજીનું ખુન પોતાની સત્તાના લોભને ખાતર કરાવ્યું, એટલું જ નહિં પણ એ રાજમાતાના મરણ પછી તેના શબને એક છાણના ઢગલા ઉપર બે કલાક સુધી સરિઆમ રસ્તા ઉપર રખાવી વગેરે હકીકત વાચતાં દીલગીરિ થાય છે. વાંચનાર વિચાર કરશે કે તે બનાવે જામશ્રી જશાજીના અંતરમાં કેટલા ડંખતા હશે? પણ ધન્ય છે તે ઉદાર રાજવીને કે જેણે પોતાના કંટકસમાન મેરૂ મરી ગયા પછી તેના વારસોને વગર અડચણે તમામ મિલક્ત સાથે તેઓની જાગીરમાં જવા દીધા.
મેરૂને પિતાનો એક પણ રસ પુત્ર ન હતો. તેણે મુસલમાન ઓરત રખાયત તરીકે રાખેલ હતી. તેથી તેના સંતાનને વારસો નહિં મળતાં મેરૂના ભાઇ ભવાનના દીકરા સગરામ તથા પ્રાગજીને મેરૂનો તમામ વારસે મ હતો. સેરઠી તવારીખના કર્તા લખે છે કે “મેરૂની મિલકત જામશાહી એક કરોડ કેરીની હતી, તમામ તેઓ જેડીએ લઇ ગયા. માત્ર હજાર મણ જુવાર કે જે પિતાના મકાનની આસપાસની ખાણમાં હોવાથી લઈ જઈ શક્યા નહિં. તે સિવાય તમામ મિલ્કત (એટલે કે રંગમહેલમાંથી રંગીન ખીતીઓ સીખે કાઢીને) જેડીએ લઈ ગયા હતા. તે લઈ જવામાં જામશ્રીએ જરાપણ હરકત કરી નહીં”
તે ઉદાર જામ જશાજીની ઉદારતા સંબંધે વડોદરાના માજી દિવાન સર મનુભાઈ તથા તેમના ભાઈ મારકંડરાયના લખેલા “હિંદ રાજ્યસ્થાન' ગ્રંથમાં લખેલ છે કે –
"Jam Jassaji was of course delighted as the death of his captor. Maheraman, but he was not so mean as to obstruct his descendants from taking possession of their appanage.!"
એટલે જામશ્રી જશાજીને એને કેદ કરનારના મરણથી સંતોષ થયો તે પણ એના વારસોને એમની જાગીર વારસામાં આપવામાં કાંઇપણ હરકત કરી નહિં.
મેરૂખવાસના મરણ પછી તેના ભાઈના દિકરાઓએ મેરૂની ઉત્તર કિયા નગરમાંજ કરી સઘળી મિલક્ત લઈ પોતાની જાગીરમાં ગયા હતા. તેને જાગીરમાં જેડીયા. બાલંભા, અને આમરણના ત્રણ કિલા તથા તેના પરગણું મળી કુલ ૩૬ ગામો મળ્યાં હતાં.
જામશ્રી જશાજી સ્વતંત્ર થયા પછી તેઓએ ધ્રોળથી દિવાન રધુનાથજીને પાછા લાવી, દિવાનગી આપી અને રાણપુર પરગણું જાગીરમાં આપ્યું.