________________
૧૧
શ્રીયદુવંશપ્રકાશ (પ્રથમખંડ) વગેરેના લશ્કર સાથે જામનગર મોકલ્યા, તેઓનું જામ-જશાજીએ ઘણું સન્માન કર્યું, અને તેને મદદમાં એકહજાર પાયદળ અને ચારસો ઘોડેસવારે અને બે તેપે આપી હડીઆણુ મુકામે સામું થવા કહી રજા આપી, રણછોડજી તમામ સૈન્ય સાથે હડીઆણે પહોંચ્યા, ને ત્યાં જઈ છાવણી નાખી, તેટલામાં જમાદાર ૯ સરપદડ પરગણું જ્યારે કંપનીની બાંહેધરી પુરી થાય, ત્યારે ધ્રોળવાળાને પાછું
સોંપવું. અને તે બાબત જમાન આપવા. ૧૦ સંવત ૧૮૬૪ ઇ. સ. ૧૮૦૭ ની સાલથી સરકારની પરવાનગી વગર કોઈ ગિરાશી
આને નિરાશ તેના માલીક પાસેથી લીધે અગર છીનવી લીધો હોય તો પાછો આપો. રાણપુર પરગણું અને કિલ્લે અને કસબ કુલ બાર ગામ સહિત કુંવર સતાજીને આપવાં પડશે. અને સરકારને આપવાની જમાબંધી, ગાયકવાડ સરકારે મુકરર કરવી. સતાજીએ ગાયકવાડની મદદ માગી તે બાબતના ખર્ચના આઠહજાર રૂપીઆ તથા જામના તાલુકામાં સતાજીની માની કાંઈ મિલ્કત હોય તે સોગનવડીએ પાછી આપવી,
તેમજ કુંવર સતાજીની મિલ્કત જે કંઈ રાખી હોય તે પણ પાછી આપવી. ૧૨ મહારાજ ફતેસિંગને નજરાણાના રૂપીઆ પચીશહજાર આપવા. ૧. સરકારને ખાત્રી થાય તેવા ભાટ ચારણને ફલ જામીન આપવા. ૧૪ નાં જમાદારને તેના અગાઉનાં ગામ ઉપરાંત એક બીજું નામ આપવું. ૧૫ કઈ નગરમાં બહારવટીઓ હોય તો તેને કપમાં મોકલવો. ત્યાં તેના કામને ફેંસલે
થશે. તેને ફરીથી કદી આશ્રય ન આપવો. ૧૬ નગર તાલુકામાં કૂમકે આવેલાં લશ્કરને જે માલ ચોરાએલો છે તે સઘળા પાછા આપવો ૧૭ નગર ઉપર મોરચા બાંધવા ગાયકવાડને જરૂર પડી, તે બાબત એકલાખ રૂપીઆ દંડ આપવો.
(સહી) ઉપરની શરતે ઉપરાંત પેશકસીની રકમમાં રૂપીઆ એકલાખનો વધારો ગાયકવાડે કર્યો તે લખાણની નકલ –
“તમો વ્યાજબી રીતે નહિં વર્તતાં ઓનરેબલ કંપની બહાદુરના ખાસ મોટા લશ્કરને તમારા પ્રાંતમાં આવવું પડયું. સમજણ કરવા બાબત દરેક કોશીશ કરવામાં આવી, તે બર ન આવતાં ગુજરેલી વાત તમને હમેશાં યાદ રહે માટે તમારી જમામાં સાં. ૧૮૬૮ ઈ. સ. ૧૮૧૩ થી એકલાખ રૂપીઆ વધારવામાં આવીયા છે. એ એકલાખ રૂપીઆમાં સલાયાબંદરની પેદાશા પણ ગણી છે. હવે પછીના વખતમાં દશ વર્ષની મુદ્દત બાદ તમારી ચાલ અમો બન્ને સરકારને પસંદ પડશે એવી થશે તો આ વઘારેલી રકમમાં કાંઈ ઘટાડો કરવા મન થશે સાં. ૧૮૬૮ ના ફાગણ સુદ ૧૪ તા. ૨૬ ફેબ્રુઆરી સને ૧૯૧૨
કાઠિઆવાડ ડીરેકટરી ભાગ ૧ લો પાને ૬૮૪ (અ) શ્રીમંત રાવશ્રી સેનાનાસખેલ સમશેર બહાદૂરની સરકારમાં વિરમગામના રહેવાશી બારોટ મેરૂ મહેતા, અને પેટલાદ પરગણાના ગામ જલસમના રામદાસ નથએ કરેલ ફેલજમની ખતર –