________________
જામનગરને ઇતિહાસ
દરજીને મેલાવી કવિરાજને સે કેરી સુચના કરી અને યાગ્ય દંડ કર્યો.
૨૮૫
(ચતુર્દશી કળા) અપાવી ફરી એવું ન કરવા દરજીને
વિ. સ’. ૧૮૫૫ માં જમાદાર હામિદ્યના દિકરા આમીન-સાહેબ વડાદરેથી મેટું લશ્કર લઇ કાઠીઆવાડમાં ખંડણી ઉઘરાવવા આવ્યેા. અને તેણે વાંકાનેર મુકામે છાવણી નાખતાં, ત્યાં તેને કચ્છ તથા હાલારના જાડેજા ભાયાતાની મદદ મળી, ત્યાંથી તે નવાનગર ઉપર આવવાની તૈયારી કરતા હતા. તે ખખ્ખર મેરૂ ખવાસને મળતાં, દ્વિવાન રઘુનાથજીના નાનાભાઇ રણછેાડજીને લશ્કર લઇ વાંકાનેર મેાકલ્યા, તેણે ત્યાં જઇ આમીન-સાહેબ સાથે આવેલા જમાદાર નિહાલખાન તથા જમાદાર બચ્ચા તથા માધવરાય નાગર્ અને રઘુનાથ મેાઢી મારફત વષ્ટી ચલાવી નકકી કર્યુ· કે શિવરામ કામેદાન) ત્રણગણી જમા કાઠીઆવાડ ઉપર નાખી ગયા હતા, તે પ્રમાણે જમા ભરવી. તેથી દિવાન રણછેાડજીએ તેટલી રકમ ત્યાંજ ભરી આપતાં, તે સૈન્ય જામનગર ઉપર નહિં આવતાં પાછુ ગયુ. પરંતુ મેરૂને તે રકમ વધારે લાગી અને નાગર દિવાન કુટુએ આ વધુ રકમ આપી, તેમ ગણી નવાનગરમાં રહેતા નાગર ગૃહસ્થા પાસેથી એ જમાની રકમ મેરૂએ જીમાઇથી વસુલ લીધી.
ભાણવડમાં હાલાર, બરડા અને દલાસા પરગણાના જાડેજા રજપુતા તથા જમાદાર ફતેહમામદ (કચ્છવાળા) ના કેટલાક માણસેા ત્યાં રહી, આસપાસના પ્રદેશમાં લુટફાટ કરતા હેાવાથી, મેરૂખવાસે ભાણવડ ઉપર હુલ્લા કરવા, દિવાન રણછેાડજની સરદારી નીચે એ પેા સાથે મેાટુ લશ્કર મેાકલ્યું. તે લશ્કરમાં સુસાજાનફીરંગી, તથા અગાન, આરબ, અને સિંધીઓ વિગેરેના માણસે હતા. તેઓ સૌએ ભાણવડને ચારમાસ સુધી સખ્ત ઘેરો નાખ્યા, પરંતુ તેમાં કાંઇ ફાવ્યા નહિં, અને રણછોડજીના જમણા હાથમાં ગાળીના જખમ થયા. તેથી તેના કેશવજી કામદાર નાહિંમત થતાં ઘેરો ઉઠાવી સો પાછા નગરમાં આવ્યા.
ભાણવડ ઉપર ચારમાસથી ધેર છે. તેવા ખમર ફતેહમામદને કચ્છમાં થતાં, તેણે એકદમ ભાણવડની મદદે આવવા લશ્કર લઇ નવાનગરની પાડાશમાં પડાવ નાખ્યા, મેરૂએ એ તકના લાભ લઇ દિવાન રઘુનાથજીને તથા કેશવજી કામદારને એક લશ્કર આપી. સમુદ્ર રસ્તે માંડવીને સવજીશાહ, કે જે રાઓશ્રી સામે લડતા હતા. તેની મદદે મેકલ્યા. પરંતુ માંડવીવાળા સવજીશાહને નગરના માણસાના વિશ્વાસ ન આવ્યેા, તેથી તેની સહાય લેવા તેણે ના પાડી અને રા, સાથે સધી કરી. દિવાન રઘુનાથજી વગેરે સો કચ્છમાંથી પાછા આવ્યા. તે વખતે જમાદાર ફતેહમામદ નગરને ધેરા નાખી પડયા હતા. મેરૂને એ વખતે
* ઉપરની હકીકત એક દંતકથા છે, કાઇ સ્થળે પ્રસિદ્ધ હાઇ, અત્રે હકીકત સાથે લખેલ છે. તે
ઇતિહાસિક નથી. પરંતુ તે દુહા સ કવિનું નામ પણ મળતું' નથી.