________________
જામનગરનેઇતિહાસ (ચતુર્દશી કળા) ૨૮૩ મહેરામણ ખવાસ સુલેહના કેલકરાર મુજબ નહિં વર્તવાથી વિ. સં. ૧૮૫૪ માં કચ્છી રાસાહેબ રાયધણજી પોતાના જમાદાર ફતેહમામંદ સાથે એક જબરૂ લકર લઇ, (સે. ત. ના કર્તા લખે છે કે કીડી અને કીડના જેટલું દળ લઇ) જામનગર ઉપર ચડી આવ્યા હતા, સાથે મેટું તોપખાનું પણ હતું તેઓએ શ્રી જગન્નાથ મહાદેવના મંદિર પાસે નવાનગરના મેદાનમાં પડાવ નાખે.
મેરૂખવાસ સમજતો હતો કે જામ જશાજી તથા આરબના મુખ્ય જમાદારેમાં અલિફખાન તથા ઝુલફીકરખાન વિગેરે મારાથી વિરૂદ્ધ છે, તેથી તેણે કિલ્લાના દરવાજા બંધ કરાવી ઈંટ વતી ચણાવી દીધા. અને બે ત્રણ જબરી તોપો મોખરાવાળા કોઠાઓ ઉપર મોરચે ગોઠવી, પોતે લડવા તૈયાર થયો.
મલિકફરિદખાન, અલીખાન, દોલતખાન, અને શહેરના બીજા કસબાતિઓએ મળી કચ્છના જમાદાર ફતેહમામંદ સાથે ખુટી જઈ, ખાનગી જાસુ મારફત એવી ગોઠવણ કરી કે, તળાવની બાજુના કિલ્લાની દિવાલ મજબુત નથી. તેથી તમારે તે બાજુથી હુમલે કરે. અને જ્યારે તમે તે દિવાલ ઉપર સિડીઓ મુકવાની ગોઠવણ કરશે. ત્યારે તુરતજ અમે તમને કિલ્લા ઉપરથી અંદર ઉતારવામાં મદદ કરવા તમારી સાથે ભળી જઇશું. તેમજ મેરૂપાસેના અફગાન લેક પાસે અજ્ઞાસ્ત્ર (બંદુકે) નથી તેથી તેને એકદમ કલ કરી કબજે કરશું એવી અમારી ખાત્રી છે.
ઉપર પ્રમાણે સંદેશ પહોંચતાં, બીજે દહાડે ફતેહમામદે તે બાજુના કિલ્લા તરફ હલ કરવા ગોઠવણ કરી પરંતુ વિચક્ષણ મેરૂખવાસ તે દહાડે વહેલો ઉઠી પ્રાતઃકાળમાં કિલ્લા ઉપરના મોરચા તપાસવા નીકળ્યો. તેણે સૂર્યોદય થતાં, કિલ્લાની બધી દિવાલે તપાસી, કિલ્લેદાર, તથા નાકેદાને ગ્ય સુચના આપી, તળાવની બાજુના કિલા તરફ આવ્યો. ત્યાં તો કચ્છી સૈનિકે કિલ્લાની દિવાલ ઉપર સીડીઓ માંડી અંદર આવવાની તૈયારીઓ કરતા હોય તેવું કિલ્લાના પરનાળમાંથી જોયું તેમજ કિલ્લાની અંદર પોતાના વિરોધી આરઓની ટુકડી જોઈ, જોતાંજ એ કુશળ ખેલાડી, શેતરંજન દાવ સમજી ગયો. તુરતજ તેણે એ ટુકડીને . ત્યાંથી ખસેડી કાલાવડના નાકાના રક્ષણ માટે જવા હુકમ કર્યો. અને પોતે પિતાના ખાસ વિશ્વાસુ સૈનિકો સાથે ત્યાં છુપાઈ રહ્યો.
કચ્છી લશ્કરના સૈનિકે જેવા કિલ્લા ઉપર ચડી ડોકું કાઢે, તેવુંજ મેરૂ તથા તેના માણસે તરવારથી દુમનના માથાને ધડથી જુદું કરતા, આ પ્રમાણે એ બાજુની દિવાલે કેટલીક સીડીઓ મેલાતાં, તે ઉપર ચડનાર કચછી વીરને મેરૂએ તથા તેના સિનિકોએ કાપી નાખ્યા. એકપણ માણસને અંદર દાખલ થવા દીધો નહિં, તેથી ફતેહમામદ જમાદારે તે સ્થળ છોડી નાગનાથના દરવાજા ઉપર હુમલે કર્યો. પરંતુ ત્યાં દિવાન રધુનાથજીનો મુકામ હતું, તેમજ મેરૂ પણ ત્યાં