________________
જામનગરના તિહાસ.
(ચતુર્દશી કળા)
૨૮૧
અને બીજા અંગરક્ષકા બંદુકા છેડવા લાગ્યા. એ વખતે મેરૂખવાસે દરવાજાને ઘેરા ઘાલી તાપનો મારો ચલાવવા હુકમ આપ્યો. એ રાત્રીના વખતમાં સામાસામી બંદુકોની લડાઇથી કેટલાએક માણસો મરણ પામ્યા. અને જમાદાર શાલિહુ' પણ સખ્ત જખમી થયો. તેથી દરવાજા ઉપર જામ જશાજીએ ધેાળા (સુલેહનો) વાવટા ચડાવ્યો અને વષ્ટી ચલાવતાં મુખ્ય કારભારીઓની સલાહુ ઉપરથી મેરૂ ખવાસે જામને અભયવચન આપ્યું. તો પણ જામને તેનો વિશ્વાસ નહિં આવતાં, લાયક જામીન માગ્યા. તેથી મેરૂએ દિવાન રઘુનાથજી તથા એઝા મહાદેવ તથા માહુમમારૂતિ તથા નાસારૂન (આરએ) ની તથા મલીકરીદખાનશેઠ વિગેરેની જામીનગીર આપી. ત્યાર પછી જામ જશેાજી તથા સતોજી નિચે ઉતર્યાં એટલે મેરૂએ પાલખી મંગાવી તેમાં જામ જશાજીને એસારી સૌ પાલખી સાથે દરબારગઢ તરફ ચાલ્યા. ચાલતાં ચાલતાં, મેરૂખવાસનું ઘર જે સરિઆમ રસ્તા ઉપર આવેલ હતું ત્યાં પાલખી આવતાં મેરૂએ જામ જશાજીને બળાત્કારથી ઘરની અંદર ઉતારી લીધા. અને સખ્ત નિગેહુબાની નીચે રાખ્યા. પરંતુ તેમના ભાઇ સતાજી તે ધાલમાં છુપી રીતે ઉતાવળથી ઢાડી પેાતાના મકાન ઉપર ચડી ગયા મેરૂખવાસની મીને લીધે જામીન પડેલા ગૃહસ્થા કાંઇ એલી શકયા નહિં.
જામ જશાજીને લગભગ બે માસ સુધી મેરૂએ સખ્ત પહેરા નીચે કેદી તરીકે રાખ્યા. તે વિષે સારડી તવારીખના કર્યાં લખે છે કે એ કેદખાનામાં, તેને કપડાં બદલવા દીધાં નહિં, વાળંદ પાસે વાળ ઉતરાવવા દીધા નહિં, તેમજ તેણે નહાવા ધાવા પણ દીધા નહુિ, (જીએ સા. ત. પાનુ` ૨૧૨. )
આ હકીકત જ્યારે દિવાન રધુનાથજીના જાણવામાં આવી, ત્યારે તેણે પેાતાના નાનાભાઇ રણછેડજીને મેરૂખવાસ પાસે જામશ્રાના છુટકારા માટે મેાકલ્યા, તે મેરૂખવાસને મળતાં, મેરૂ ન છાજતા શબ્દો બોલ્યા, તેથી તેણે (દિવાન રણછેડજીએ) પેાતાના જમૈયા ઉપર હાથ નાખ્યા. અને મેરૂએ પણ પેાતાના જમૈયા ઉપર હાથ નાખી, સામસામા લડાઇ કરવાના રૂપમાં આવી જતાં, ત્યાંના આરબ જમાદારે તેઓ બન્નેને વાર્યાં, અને મેરૂખવાસે પણ દિવાનની શહેથી કે ગમે તે કારણથી તેજ વખતે જામશ્રી જશાજીને દરબાર ગઢમાં પહેાંચતા કરી આપ્યા, પણ ત્યારથી તે દિવાન રઘુનાથજી તથા રણછેાડજી ઉપર દ્વેષ રાખવા લાગ્યા, તેજ વર્ષોમાં મેરૂના નાનાભાઇ ભવાન સરૈયાના જખમથી અસ્વાભાવિક મૃત્યુથી ગુજરી ગયા. (વિ. સ. ૮૫૩)
મેરૂની સ્વતંત્રતા અનહદ વધીજવાથી જામ જશાજી તથા નાનાભાઇ સતાજી અને બીજા તેઓના અંગરક્ષકા રાતારાત છુપીરીતે નીકળી, જામ-ખભા ળીયે જઇ રહ્યા, અને ત્યાં રહી ભાયાતેાના મેળ કરી મેરૂને મારવાની તજવીજ કરવા લાગ્યા. પરંતુ તેઓના પાછળ મેરૂખવાસ ફોજ લઇ, ખંભાળીયામાં દાખલ થયા. જામે, ટીલામેડી ઉપર ચઢી જઇ, દરવાજા બંધ કરાવ્યા. ત્યારે મેરૂએ ટીલા