________________
જામનગરનેઇતિહાસ. (ચતુદશી કળા) ર૭૮ તથા મેરૂખવાસના હસ્તકનાં જે ગામો હતાં તે લુંટવાની પરવાનગી આપીને તેડાવ્યા. તેમજ પોતાના મદદનીશ ભાયાતોને પણ ફરી ભેળા થઈ, કચ્છનું લકર આવે ત્યારે ભેગા ભળી જવા કહેવરાવ્યું.
વિ. સં. ૧૯૫૦ માં પુનાના પાનાં પ્રધાન નાના ફડનવિશે અભ્યસેલ્યુકર નામના સુબાને (અમદાવાદ) ગુજરાતના સુબા તરીકે મોકલ્યો તે સુબ ખંડણી ઉઘરાવતે ઉઘરાવતે હાલારની સરહદે આવી પહોંચે તે પોતાની સાથે કડીથી હનુમતરાવની સરદારી નીચે મલહારરાવનું ઘોડેસ્વારનું લશ્કર અને સમી મુંજપરથી નવાબ ગાઝીઉદ્દીનનું લકર, મહીને મહીને તેઓને ચડેલે પગાર ચુકવવાની શરતે લાવ્યો હતે.
મહેરામણ ખવાસે એ અબાસેલ્યુકર મળી, તેઓની માગણી મુજબ આપવાની કબુલત આપીને તે સુબા આગળથી એવું વચન લીધું કે તેઓએ ગોંડળનો મુલક ખેદાન મેદાન કર.” એમ ઠરાવ કરી તેની મદદમાં કાળાવડ ગામના મુત્સદી ૪પશુ ઠક્કર (લુહાણા) થોડા માણસની સરદારી સાથે મોકલ્યો. પરંતુ તેનાથી સંતોષકારક કામ નહિં થતાં, તે પાછા આવ્યું, તેથી મેરૂખવાસે દિવાન રણછોડજીને અબાલ્યકર સાથે મોકલ્યા તેઓ તેની સાથે એક માસ રહ્યા. તેઓ પોતે સેરઠી તવારીખમાં લખે છે કે “અબાસેથકર પણ સ્ત્રીલંપટ હતો, તેથી તેની સાથે ઘણું મેગલ, અફગાન, અને હિન્દી સ્ત્રીઓ હતી. દિવસે અમે સૌ શેતરંજ અને ગંજીફો ખેલતા અને રાત્રે તાયફાઓ ના નાચ જોતા અને ગાયન (સંગીત) સાંભળતા. આમ એક માસમાં તો ગાંડળનું પરગણું ખેદાનમેદાન કરીને, રાની પશુઓ માટે ચરવાની ભુમિ કરી હું પાછો આવ્યે.”
ઉપર પ્રમાણે સુબા અબ્બાસેલ્યુકરના હાથથી, ગાંડળનું પરગણું ઉડ થતાં, જાડેજા ભાયાતોનો બીજીવારનો પ્રયાસ નકામે થઈ પડયો, અને જામશ્રી જશાજી તો પરાધિન જ રહ્યા.
એજ સાલમાં જુનાગઢના નવાબ હામિદખાને કાલાવડ મુકામે મેરૂખવાસની મુલાકાત લીધી, તે વખતે નવાબ સાહેબે દિવાન રઘુનાથજી, અને રણછોડજીના હાથ ઝાલી મેરૂખવાસના હાથમાં સયા, અને કહ્યું કે “આ ખજાનાની થાપણું છે, તેથી તેને માનપૂર્વક હવે થોડા વખત સુધી તેને તમારા પરણું તરીકે ગણજો ઉપર મુજબ ભલામણ કરી બને છુટા પડયા.
૧૯ સોરઠી તવારીખના કર્તા લખે છે કે “અબાસેલ્યુકરની લી ઉપર નાના ફડન આશક હતો, તેથી તેને દૂર કરવા અમદાવાદ સુબો નિભી મોકલ્યો. તે વખતે પ્રતિવર્ષે સાડાબાર લાખ રૂપિઆ આપવાની શરતે પાંચ વર્ષને માટે તેને અમદાવાદનો સુબો નિભી મોકલ્યો હતો જુએ. સે. ત. પાનું ૨૦૮
x સોરઠી તવારીખના કર્તા લખે છે કે “પશુ ઠક્કરનીમા અને મેરુખવાસ વચ્ચે આડો વહેવાર હતિ તેથી પશુ લુવાણ એમ લેખતો કે હું મહેરામણને જ દીકરો છું.” જુઓ સો. ત. પાનું ૨૭.