________________
૨૬૪
શ્રીયદુવંશપ્રકાશ. (પ્રથમખંડ). કરે.” એમ સુચના આપી, દેઢીને દીવે ઓલાવિ નાખે. અને મેરૂ ખવાસને હજીર બોલાવે છે તેવા ખબર મેકલ્યા. પરંતુ દેવગે તેનું આયુષ્ય હેવાથી તે વખતે તેને તાવ આવ્યું હતું, તેથી તે ન આવી શકતાં પિતાના ભાઈ નાનજીને દરબારમાં મોકલ્યો. નાનજી, મેરૂને સગભાઇ હેવાથી, ચહેરે મહોરે સરખો હતો. અને પહેરવેશમાં મળતાપણું હોવાથી, અંધારામાં મારાઓએ મેરૂ ખવાસ આવે છે તેવું ધારી (નાનજીને) દોઢીમાં આવતાં જ ઠાર કર્યો (વિ.સં. ૧૮૧૨) દી કરી લાસ તપાસતાં મેરૂને બદલે નાનજી મરાયાનું જાણું, દિપાંજીબાઇ વિગેરે એ સૌ મેરૂના ડથી ડરી જઈ તરતજ દોઢી બંધ કરાવી.
એ વાતની ખબર મેરૂને પડતાં મેરૂ તથા ભવાન બને દોઢીએ આવ્યા. પણ તેઓને અંદર દાખલ થવા દીધા નહિં. દોઢી ઉઘાડી નહિં) તેથી મેરુખવાસ માણસ ઉપર માણસે ચડાવી તેઓના ખભા ઉપર પગ મૂકી કિલ્લામાં દાખલ થયો અને પોતા પાછળ પોતાના માણસોને દાઢી ઉઘડાવી દાખલ કર્યો સવારથી સાંજ સુધી અંદરના પહેરાગીરે અને સિરબંધીઓની મોટી કતલ ચલાવી. છેવટે જામશ્રી લાખાજી આગળ જઈ તેને કહ્યું કેचोपाई-हाथा जाम किया तहबारं । अब खावन मों करो उगारं ॥
छळ करघात करोकिमछाने । मारो अबे हाथों माने ॥१॥ મેરૂએ હાથ જોડી જામ લાખાજીને અરજ કરી કે –
“અન્નદાતાર! મને ઉગારે આમ છળભેદ કરીને મને શા માટે પારકે હાથે મારા નખવે છે, આપની ઇચ્છા મને મારી નાંખવાની જહોય તો ખુશીથી અત્યારે આપજ મારી નાખે ” તે સાંભળી જામસાહેબે કહ્યું કે “મને આ પ્રપંચની જરાપણ ખબર નથી.” એમ કહી સોગંદ ખાધા. તેથી મેરૂને જણાયું કે આ બધે પ્રપંચ પાસવાનોનો અને બાઇશ્રી દીપાંજી બાઇનો છે. તેથી તેણે પિતાના ભરોસાપાત્ર માણસને જામસાહેબ પાસે રાખ્યા, અને જાડેજા ભાયાતો તથા બીજા તમામને જામશ્રીની પાસે આવવા જવાની સખત બંધી કરાવી. અને બાઇશ્રી દિપાંજીબાઈના જનાનખાનાની દોઢી ઉપર પણ પોતાના માણસોનેજ પહેરે ગોઠવ્યું.
જામ લાખાજીના સમયમાં ખાસ જાણવા યોગ્ય બીજી કોઇ બીન બની નથી. જામ લાખાજી, દયાળુ ભેળા અને વિશ્વાસુ હતા. તેથી રાજકારભાર તમામ મેરૂખવાસ ચલાવતો, અને જામલાખાજી પણ તેને સાથે રાખી વસ્તીની ફરિઆઇ સાંભળી ગ્ય ન્યાય આપતા તે નીચેના દાખલાથી જાણવામાં આવશે.
જામનગરમાં પ્રખ્યાત કલ્યાણજીના મંદિરના પુજારીઓને અંદરોઅંદર કલેશ થતાં તેઓએ જામલાખાજી આગળ આવી ન્યાય મળવા અરજ કરતાં જામશ્રી લાખાજીએ બન્નેની દાદ સાંભળી, ભવિષ્યમાં બને પુજારીએ કેમ