________________
૨૬૬
શ્રીયદુવંશપ્રકાશ -
(પ્રથમખંડ)
મેતા ભાણજીના જોહાર જત આંહીના સમાચાર ભલા છે તમારી ભલાહી લખવી અપર બીજી સમાચાર ૧ જાણજો ઉપાદ્યા વીરજી વાંકીદાસ કાલાવડથી રીસાહીને ધરોલ ગયા હતા તાંથી મનાવીને પાછા કાલાવડમાં રાખા છે તેના દરબારે લેખ લખી આપેા છે તે પ્રમાણે પાળજો. એ જુની આસામી છે તે માટે તેને લલાપતા કરી રાજી રાખજો તે લેણે લેખે પણ મદત રાખો એ ધતિ રજપૂત ખઢરીઆની ખેડે છે તે રજપૂત દઘઘણ કરે તેા મને કરજો એ વાતની ભલામણ તમને છે વળતા કાગળ સમાચાર લખજો સાં. ૧૮૨૦ના પ્રથમ અષાડ સુદ ૫ (સહી)
આ પત્રપણ વસ્તિ પ્રત્યે જામશ્રીને કેટલા ભાવ હતા તે જણાવી આપે છે તેમજ મેરૂ ખવાસની સાથે ભાણજી મેતા નામના કારભારી એ વખતે હતા તેવું જણાય છે ‘સહી' એ એ અક્ષરો મેરૂ ખવાસના હસ્તાક્ષરો લાગે છે, કેમકે તેમના નામના કાગળ લખાણા છે.
જામશ્રી લાખાજી શિતળાની ભયકર બિમારીમાં વિ. સ. ૧૮૨૪ ના ફાગણ વદ ૧૦ ના રોજ સ્વર્ગે સિધાવ્યા. તેઓશ્રીને પાટવીકુમાર શ્રીજશાજી અને ટાયા કુમારશ્રી સતાજી એ નામના એ કુમારો હતા.
ઇતિ શ્રીયદુવંશપ્રકાશે ત્રયાશીળા સમામા.