________________
જામનગરનો ઇતિહાસ. (ચતુદશી કળા) ર૬૯ વિ. સં. ૧૮૩૪ માં પોરબંદરના રાણું સુરતાનજી એ નવાનગરની સરહદ ઉપર “ભેટાળીને ” એક સુંદર અને મજબુત કિલ્લે બાંધે. આસપાસના ગામથી ઘણું માણસે તે કિલે જેવા આવતા હતા. તેવામાં નવાનગર સ્ટેટને એક ભાટ (બારેટ) ત્યાં આગળ થઈને જતો હતો. તે તે કિલ્લો જોવા જતાં, કિલેદારે તેને જામનગરનો જાણું અંદર જવા દીધો નહિં. તેથી તે ભાટે તે દહાડેથી હાથમાં ચુડલે પહેરેલ હતો. અને તે જ્યારે જામનગર જામસાહેબની કચેરીમાં સલામે આવ્યો; ત્યારે મેરૂ ખવાસે તેના હાથમાં ચાલે છે, તે પહેરવાનું કારણ પુછયું એ ઉપરથી તેણે ત્યાંજ નીચેના દુહો સંભળાવ્યાકે - दोहो-उठने अजमालना । भेटाळी कर भुको ॥
राणो वसावसे घुमली । तो जाम मागसे टुको ॥१॥ આ દુહે અજા ખવાસના દિકરા મેરૂખવાસને સંબોધીને તે બારેટ બેલતાં મેરૂએ તે જ વખતે અમીર ઉમરાવને બોલાવી, વિચારણું કરી એક જબરું લશ્કર તૈયાર કરાવવા વરધી આપી, અને તે બારેટને કહ્યું કે તું જઈ રાણાને કહેજે કે કિલ્લાને એટલે જાબદા કરે હોય તેટલો કરજે.”
થોડા દહાડા પછી મેરૂ ખવાસે જબરું લશ્કર લઈ ભેટાળીના કિલ્લાને ઘેરે નાખ્યો. અને ત્યાં જબરી લડાઇ કરી તેમાં રાણે સુરતાનજી નાહિંમત થતાં તેણે જુનાગઢથી દિવાન અમરજીને મદદ માટે બોલાવ્યા, પરંતુ દિવાને આવી જામના લશ્કરની જબરી તૈયારી જોઇ સુલેહની વચ્ચી ચલાવી છેવટે નવાનગર સ્ટેટને કેટલીક ફાવતી શરતો કરી, ભેટાળીનો કિલ્લો પાડી નાખવાની શરતો રાણું સાહેબ પાસે લખાવી આપી. દરેક લશકરેને વિખેરી નાખ્યાં.
મેરૂ જામનગર આવ્યા પછી પોરબંદરના રાણાએ દિવાન અમરજીની શીખવણીથી, શરત પ્રમાણે ઠરાવેલ મુદતમાં ભેટાળીના કિલ્લાને પાડયે નહિં. તેથી ફરીને મેરુખવાસે પ્રચંડ સિન્ય લઇ ભેટાળી ઉપર હલ્લો કર્યો. એ વખતે પોરબંદરના રાણું સુરતાનજીએ ગોંડળના ઠાકર કુંભાજીને મદદમાં લાવી તે કિલ્લો ન પાડવાની વષ્ટી ચલાવી પરંતુ મેરૂએ તે વાત માન્ય રાખી નહિં અને તે કિલ્લાને જમીન દોસ્ત કરી તેના પાણુઓ તણાવી, તેજ પાણુનો એક કિલ્લે જામનગરની હદમાં બંધાવ્યો.
એ ભેટાળીને કિલ્લો ભાંગ્યાનું ચારણી ભાષાનું કાવ્ય જુના ચોપડામાંથી મળેલ છે તે કાવ્ય અત્રે તેજ શબ્દોમાં લખેલ છે –
* વિજ્ઞાનવિલાસ માસિકના અંક ૧૧-૧૮૮૨ માં પાને ૨૪૯ મે લખેલ છે કે તે બારોટ સ્ત્રીનાં લુગડા પહેરી કચેરીમાં ગયો હતો અને પુછતાં કહ્યું કે “મારે ઘણું બાયેલ છે તેથી મારે પણ બાયડીનાં કપડાં પહેરવાં જોઈએ”
* કોઈ ઇતિહાસકાર તે રાણાનું નામ સુલતાનજી અથવા સુરતાનજી લખે છે.