________________
૨૭૬
શ્રીયદુવંશપ્રકાશ (પ્રથમખંડ) (૧) જુનાગઢના દિવાન અમરજી (૨) ભાવનગરના ઠકારશ્રી વખતસિંહજી (૩) નવાનગરના મહેરામણ ખવાસ
(૮) અને ગાંડળના ઠાકરશ્રી કુંભાજી બીજા ઉપર જણાવેલાં ચારેય સ્ટેટની સીમા વધારનાર તે ચાર વીરપુરૂષ હતા.
વિ. સં. ૧૮૫૦ માં જામશ્રી જશાજી, મેરૂખવાસના દાબથી પરતંત્ર જીંદગી ગુજારતા હોવાથી, તેઓએ સ્વતંત્ર થવા સારૂ પિોતાના ભાયાતોની મદદ માગી, એથી ધ્રોળના ઠરશ્રી મોડજી તથા રાજકેટના ઠાકરશ્રી મહેરામણજી તથા ગોંડળના ઠાકરશ્રી દાજીભાઈ અને ખીરસરાના ઠાકરશ્રી રણમલજી, એ ચારેએ મળી જામ જશાજીને સ્વતંત્ર કરવા માટે, મેરૂખવાસ સામે બંડ જાહેર કરી હાલારને મુક ઉડ કરવા લાગ્યા. તેથી મેરૂખવાસે પણ મોટું લશ્કર લઈ, રાજકેટ અને સરધાર પરગણામાં મોટી લૂંટ ચલાવી, તેટલામાં હળવદથી ગજસિંહજી ઝાલાએ પાટડીવાળા દેશાઈ વખતાજીને અને ભ કેડેથી ભુપતસિંહજીને તેના લકર સાથે મદદે બોલાવી સાથે લઈ મેરખવાસના પક્ષમાં આવી મળ્યા, એ સિ ની મદદ મળતાં, મેરૂખવાસે એક અઠવાડીયામાં સરધારનું તમામ પરગણું ઉજડ કરી નાખ્યું. અને ઘણું ગામોમાંથી પૈસાની મોટી રકમ ઉઘરાવી. એ વખતે ભાવનગરના ઠાકરશ્રી વખતસિંહજી પોતાના સિન્ય સાથે, જશદણ મુકામે છાવણું નાખી કઠીઓ સામે લડતા હતા. અને ત્યાંથી થોડા દિવસમાં જેતપુર જીતવા જવાની તૈયારી કરતા હતા, તેવામાં કાઠીઓની મદદે જુનાગઢના નવાબ હામીદખાનજી આવ્યા, તેઓની અને ભાવનગરના ઠાકોરઠી વખતસિંહજી વચ્ચે લડાઈ થવાની ઘડીઓ જતી હતી, ત્યાં મેરૂ ખવાસે જાણ્યું કે તે બન્નેની લડાઇ થવાથી પિોતે જીતેલા કાઠીઓના મુકને નુકશાન પહોંચશે, તેથી તેણે વચ્ચે પડી નવાબ તથા ભાવનગરના ઠાકરશી સુલેહ કરાવી આપી.
બંડ કરનાર ભાયાતોએ વિચાર્યું કે મેરૂખવાસના સામા થવા માટે આપણે પુરતા નથી, પણ કાંઇક મોટી મદદની જરૂર છે તેમ ધારી તેઓએ કચ્છમાંથી વજીર ફતેહમાહમદ (જમાદાર) ને બોલાવ્યા. તેથી ફતેહમામદે કચ્છના રાઓશ્રીની રજા લઇ મોટા તોપખાના અને પ્રબળ સૈન્ય સાથે જામનગર ઉપર ચડાઈ કરી એ હકીકતના ખબર મેરૂ ખવાસને થતાં તેણે પોતાના ભાઈ ભવાન ખવાસને તેના સામે લડવા મોકલ્યો, ભવાને ખાખરાબેલા ગામ પાસે છાવણી નાખી. ફતેહમામદ જમાદાર રણુઓળંગી આ દેશમાં આવતાં, સામું લકર પડેલ છે તેવા ખબર મળતાં, ખાખરાલાવાળે રસ્તો છોડી બીજે રસ્તે થઈ પડધરી ગામે પડાવ નાખ્યો. ત્યાં તેને રાજકોટ ગોંડળ અને ખીરસરાના ઠાકરના લકરની મદદ મળી, તે સર્વને એકત્ર થએલા જઇ ભવાને પાછા ફરવા વિચાર્યું. પણ તેની સાથે આવેલા પરમ વાણીઆની ઉશ્કેરણીથી, તેણે તે દળવાદળ સિન્ય સામે કુચ