________________
જામનગરનો ઇતિહાસ. (દ્વાદશી કળા) ર૩૭ देख अतितण दुरमति, उत्पन भयी स आय ॥ माणस छोटा कन लगा, भावि जोग मनाय । ४ ॥ गयो अतितस गाममे, भिच्छालेण सुभाय ॥ अतितण सो संध आदरी, बाताकरी बणाय ॥ ५ ॥ अतितण जद उचरी, मुणहो वात सपूर ॥ जोगी क्रोधी अगन जळ, मारे मरे जरुर ॥ ६॥ वात करंता वारहे, आयो जोगी एम ॥ करते हाथस तेगकुं, ततखण खेंचीतेम ॥ ७ ॥ हुवोस हडचो हक बकां, तेग झपट तीणताळ ॥ .. अंगलगा अबधूतने, केता धाव कपाळ ॥८॥ बावो मरतां बोलीयो, बचन कहे अवचाळ । भोगवते यह भामीनी, काळ होसी ततकाळ ॥९॥ अबळा ले घर आवीया, सो दिन कियो संजोग । इंद्रि रोगस उपन्यो, लागी अगनि लोग ॥१०॥ अतपिडा घट उपनी, नेकस रह्यो न जाय ॥ दिन दिन पीडा अधकता, अहनिस तलफत जाय ॥११॥ मंत्र जंत्र ओषध मळे, केकस किया प्रकार ॥ करते हकमत कोयरी, लागी नहिं लगार ॥१२॥ पीछे यों परियाणीया, दिनो बाढ दिराय ॥ चतुराइ कुछ ना चले, होणी होइ रहाय ॥१३॥ रावण चंद्रह सुरपति, वाळ बळी बळवंत ॥
तेही सेवत परत्रीया, अवगण हुवा अनंत ॥१४॥ અર્થ-એક સમયે હાથી ઘોડા તથા અમીર ઉમરાવે વિગેરેને સાથે લઇ જામશ્રી રણમલજી પિતાને પ્રદેશ જેવા નીકળ્યા. મહાલ તથા જાગીરે જોતાં જોતા કાલાવડ પધાર્યા. કાલાવડને પાદર મુકામ થતાં અમીર ઉમરા પોતપોતાની મીસલ પ્રમાણે ઉતર્યો. જામશ્રીએ ત્યાં કચેરી કરી રાગરંગ કરાવી, આનંદથી રાત વિતાવી, સવારે ભાવિની પ્રબળતાને લીધે એ બનાવ બન્યો કે કાલાવડન પાદરમાં ઉતરેલા એક જગીની સાથે એક અતિ રૂપાળી અતિતણ હતી તે જામશ્રીના જોવામાં આવી, અને હલકાં માણસે પણ પડખે ચડયાં. તેથી તે અતિતણથી વાત ચલાવી કે “તું જે ચાલતો તને પાસવાન કરી અમારે રાજા જનાનામાં