________________
જામનગરને ઇતિહાસ. (દ્વાદશી કળા) ર૪૩ સવ વીરેને સંભાળી દાહ ક્રિયા કરી બાકીનાં માણસે ચાલતાં થયાં, બાદશાહી સુબાની ફત્તેહ થઈ સુબા કુતુબુદ્દીને કચકરી નગરમાં આવી. પોતાના થાણું થાપી, આણુ દાણ ફેરવી, સતાજીને ગાદીએ બેસાડો, એ વખતે મુસલમાનોનું જોર ઘણું વધી ગયું છે, જેમાં બીજો કોઇપણ દેખાવા ન લાગે.
ઉપરના મહાન યુધ્ધમાં જામશ્રી રાયસિંહજી શેખપાટને પાદર લડાઇમાં કામ આવતાં, શાહી સુબા કુતુબુદીને નવાનગરમાં આવી શહેર કબજે કર્યું. અને
ત્યાં નાયબ સુબા તરીકે એક કાજીને નીમી પોતાની મહેરછાપ આપી અને કૃત્રિમ કુંવર સતાજીને એક નામ માત્રનેજ રાજા તરીકે રાખી તમામ મુલક ખાલસા સરકાર સાથે જોડી દીધે, અને નવાનગરનું નામ પણ “ઇસ્લામનગર” પાડયું (વિ. સં. ૧૭૨૦)
છે (૪૦) (૮) જામશ્રી તમાચીજી તગડ (૧ લા) નો | (ચંદ્રથી ૧૭૬ શ્રીકૃષ્ણથી ૧૨૨)––(વિ.સં. ૧૭૨૯ થી ૧૭૪૯ સુધી ૧૭ વર્ષ)
જામશ્રી રાયસિંહજી [વિ. સં. ૧૭૨૦ માં જ્યારે શેખપાટની લડાઈમાં કામ આવ્યા, તે વખતે તેમને પાટવીકુમાર શીતમાચીજી અને ફલજી એમ બે કુંવર હતા.
કેટલાક ઇતિહાસકારો ભૂચરમોરીની લડાઈ વખતે નવાનગરનું નામ ઇસ્લામનગર પડયાનું લખે છે. પણ તે ખોટું છે, અને બીજા ઘણાં ગ્રંથ અને નવાનગરનું દફતર જોતાં, જણાયું કે. ભૂચરમોરીની લડાઈ પછી માત્ર આઠજ માસ બાદશાહી સતા રહી હતી, નવાનગરનું નામ ઇસ્લામનગર સુબા કુતુબુદ્દીને નવાનગર સર કરી, બાદશાહી સતા સ્થાપી હતી. તે વખતે પાડેલ હતું તે નીચેના ઉદ્દે લેખોથી વાંચકને ખાત્રી થશે.
ઇસ્લામનગર થયા પછી ઉદુમાંજ લેખપત્રો થતાં તેવા લેખો કેટલાએક ઉર્દૂ ભાષાના અમને મળેલ છે. તે લેખો ઉપર કોની મહોર છાપ, શું નામથી છપાતી.
તેના નમુનાઓનું ગુજરાતી ભાષાંતર અત્રે આપેલ છે.
મહમદફરખ બાદશાહ ગાઝી મુક બકન ફીદવી.
૧૦૨૪
મહમદ ફરખશેર બાદશાહ ગાઝી ફીરવી સરીયતખાન
મહમદ ફરખશેર બાદશાર. ગાઝ ફીદવી સેર જાદખાન
૧૦૨૬
મહમદ ફરક બાદશાહ બલદા બનવા લી દાબ