________________
જામનગરને ઇતિહાસ. (દ્વાદશી કળા) ૨૪૯ જશવંતસિંહજીને બાદશાહ ઔરંગઝેબે અમદાવાદ મોકલેલ તેણે જામશ્રી તમાચીજી ને ગાદી પાછી અપાવી, નવાનગરમાં રહેતા નાયબ સુબાને પાછો બોલાવી લીધે હતો. અને ફકત કાજીની મહેર જામશ્રીને આપી હતી. નાયબ સુબાને જામનગરમાંથી તગડી મે (કાઢી મુકો) તેથી લેકે જામ તમાચીજીને તગડ તમાચી કહેવા લાગ્યા. જામશ્રી તમાચીજી ઘણે વખત જામખંભાળીઆમાંજ ગાદીએ બીરાજ્યા પછી રહેતા હતા.
જામશ્રી સતાજીએ પોતાના નાનાભાઈ રણમલજી (સિંચાંગવાળા) ને રાવળ પરગણાના બાર ગામો આપેલ તેના વંશમાં અખેરાજજી થયા, તેણે પોરબંદરનાં રાણુને મારેલા તે વાત આ ગ્રંથના તૃતીય ખંડમાં રાવળ ગામની હકીકતમાં આપવામાં આવેલ છે. તે રાવળ પરગણું જ્યારે પોરબંદરે લઈ લીધું ત્યારે અખેરાજના વંશજે જામશ્રી તમાચીજીની આગળ મદદ માંગવા આવેલા તે વખતે જામશ્રી તમાચીજીએ પોતે ચડાઈ કરી રાવળ પરગણું કબજે કર્યું અને તે ગામે દરબારગઢને જે હાલ ગઢ છે. તે જામશ્રી તમાચીજીએ વિ. સં. ૧૭૩૫ માં ચણું
બે, અને ઠેઠ બોખીરાની ખાડી સુધી રાણાને મુલક કબજે કર્યો હતો. અને અખેરાજજીના વંશજેને ચંદ્રાવડું, નગડીયું, અને રૂપામેરૂં, વગેરે સામે આવ્યાં, અને રાવળ પરગણું, તેનાં પરગણુના ગામે સાથે સ્ટેટમાં ભેળવી લીધું.
જામશ્રી તમાચીજી આગળ એક વખત મારવાડના રહીશ જીવણ રેહડીયા નામના મારૂ ચારણ આવ્યા, તેણે એક નીચેનું ઉત્તમ કાવ્ય રચી સંભળાવ્યું छपय-आज इंद्र अवतार, दीठ राओल लाखाणी ॥
बीर दीठ विभक्रन, दीठ सत्रसल घण दाणी ॥ आज दीठ अजमल्ल, भेटीए भीडं भंजण ॥ लखदेयण लखधीर, दीठ बरवीर विचषण ।। रणमाल दीठ नृप रायसंग, ताग खाग पुरण तमण ॥ सांप्रत जाम दीठा सही, ते मख दीठा तमण तण ॥ १ ॥
અર્થ–- આજે મેં ઇંદ્રના અવતાર રૂપ લાખાજીના સપૂત જામશ્રી રાવળજીને જેયા. તેમજ મહાવીર જામ વિભાજીને જોયા. તથા મહાદાનેશ્વરી એવા જામ સતાજીને જોયા. તેમજ કવિઓની ભીડ ભાંગવાવાળા જામ અજાજીને પણ આજે જોયા તેમજ મહાવીર અને વિચક્ષણ અને લાખપશા આપનાર જામ લાખાજીને પણ જોયા. તથા પૃશ્વિમાં વિનર એવા જામ રણમલ તથા રાયસંગજીને જોયા કે જેઓ ખાગ અને ત્યાગમાં તમામ પુરણ હતા. પરંતુ હે જામ તમાચીજી આજે સાંપ્રત કાળમાં તમારૂં મેં જોયે મને નકકી જણાયું કે ઉપર કહેલા આપના વડીલના મુખારવીદો પણ તેવાં જ હશે, એટલે મેં તેઓ