________________
જામનગરનો ઇતિહાસ. (ત્રયોદશી કળા) ૨૫૯ હતા તેમાં ખત ૧ કેરી ૪૫૦) નું સાં. ૧૭૬૫ ના અશાડ સુદી ૧૦ નું ઉપાદ્યા હરિરામના નામનું તથા ખત ૧ બીજી કેરી ૨૬રા નું સાં. ૧૭૬૮ના ચિત્ર સુદી ૨ નું તે ઉપાદ્યા વશરામના નામનું તે. એ. બે ખતની કેરી બમણું નવહજાર પાંચસેહે ને પંચવીશ કીધી. તથા લેખ કેરી ૫૭૫૦) ને સાં. ૧૭૬૭ ના ફાગણ સુદ ૧૧ ને ઉપાદ્યા વશરામના નામને તે કેરી સત્તાવનગ્સ ને પંચાસ મુલગાની મુળગી કીધી તે મળે ખત ત્રણની કેરી પનારહજાર બસેડે ને પંચોતેર થઈ. તેનું આ ખત લખી આપ્યું છે. ને જુના ખત પાછા લીધાં છે તે કેરી સવાબે રેજ ૧ કાલાવડની માંડવીએ ચાલુ કરી આપી છે. તે કોરી પંનરહજાર બસેહે ને પંચોતેર વલે તો લગે ચલ. લેણે લખું પાલવું. ૧ અવ મંતુ
૧ અત્ર સાખ * श्री तमाचीजी मतु
જામશ્રી તમાચીજીને જે વર્ષે જામનગરની ગાદી ઉપર રાજ્યાભિષેક થયે તેજ વર્ષે મુબારીઝ-ઉલમુકે નવાનગરની પાસેથી ત્રણ લાખ રૂપીઆ ખંડણીમાં લીધા હતા અને ત્યારપછી બીજે વર્ષે તે જ્યારે ખંડણું લેવા પાછો આવ્યો ત્યારે કેટલીક તકરાર ચાલી હતી, અને છેવટે સલાબતખાનના વચ્ચે પડવાથી તેને એક લાખ રૂપીઆ પેશકસીના અપાવ્યા હતા. વિ. સં. ૧૭૯૮ માં ગુજરાતને સુધા મિરઝાં જાફરે ઉષે મોમીનખાને નવાનગર ઉપર ચડાઈ કરી, જામ તેના સામા લડવા તૈયાર થયા પરંતુ છેવટ સુલેહ થતાં, પચાસહજાર રૂપીઆ ખંડણીના આપી તેને વિદાય કર્યો હતો. તે જ વર્ષમાં દરિઆપાર ભાગી ગયેલ જામ હરધોળજી મોરબી ઠાકોરની મારફત જોધપુરના મહારાજા અજીતસિંહજીને મળી મોટું લશ્કર લઇ જામનગર ઉપર ચઢી આવેલ હતા તે વિષે દુહાदोहा-हधेसुं प्राक्रम हलविया, अत मोरबीए आय ॥
जंगी कटक जोद्याणरा, अजीतसिंघ बुलवाय ॥१॥ સહ આ અક્ષરો (અસલમાં) ખુદ જામશ્રી તમાચીજીનાજ છે બસો વર્ષ પહેલાં લેખ લખવાની શિલી અને રાજા પ્રજાનો સંબંધ આ લેખ ઉપરથી સ્પષ્ટ જાણું શકાય છે. જામ રસિંહજીને કુંવરપદામાં જ્યારે જ્યારે કેરીની જરૂર પડી છે, ત્યારે એ કાલાવડના નંદવાણું ગૃહસ્થાએ કારીઓ પુરી પાડી છે. તેને એક લેખ આપણે જામશ્રી શયસિંહજીની કારકીર્દીમાં વાંચી ગયા, અને તે પછી તેમના પાટવીકુમારશ્રી જામતમાચીજીએ પોતાના પિતાશ્રીના લેખો પ્રત્યે માનની લાગણીથી જઇ પિોતે ગાદીએ ગીરાયા પછી નવા લેખો કરી આપેલ છે. તે ઉપરના લેખથી વાંચકને જણાશે.
ઉપરના લેખને આજે બસો ઉપરાંત વર્ષો થઈ જવા છતાં, કાગળમાંની પાકી શાઇના અક્ષરો હજી તેવાજ ચેકખા છે, અમોને આ લેખ એઉપાધ્યાયના વંશજો આગળથી જ મળેલ છે. .