________________
જામનગરને ઇતિહાસ. (ત્રયોદશી કળા) ૨૬૧ એમ ઠસાવ્યું કે “જામરાયઘણજીને જેમ તેમના ભાઇ હરધોળજીએ મારી નાખ્યા તેમ તમને પણ તમારા ભાયાતો કેઈ વખતે દશે આપશે. માટે જામનગરમાંથી તમામ ભાયાતોને રજા આપો.” આ વાત જામ તમાચીજીને પણ વ્યાજબી જણાતાં તમામ ભાયાતોને પોત પોતાના ગામ ગિરાસમાં જવા ફરમાવ્યું. તેમાં પડધરીવાળા હાલાજી કે જેઓ જામશ્રી તમાચીજીને ગાદી અપાવવામાં ચુખ્ય મદદગાર હતા. તેઓને પણ રજા આપી, તેથી તેને ઘણું જ ન્માઠું લાગ્યું. दोहा-हाला मन हलको लगो, वेधतणी यह वात ॥
ए मनसुबो आदरे, घट उपजावण घात ॥१॥ के के कामा में कीया, सत्रकाटे दलसाच ॥
वेरी सुत वाला कीया, तवीयें कहा तमाच ॥ २ ॥ અથ–આ વેધીલી વાત ઉપરથી હાલાજીના મનમાં ઘણુંજ માઠું લાગ્યું અને તેથી તેણે જામતમાચીજીને મારવાનો વિચાર મનમાં ગોઠ, (વળી કહે છે કે, મેં કેટ કેટલા (ગાદી અપાવવા વખતે) કામો કર્યા છે. તેમજ જામનગર ઉપર ચઢી આવેલા શત્રુઓને મેં કેવા સાચા દીલથી કાયા છે, છતાં પણ હે જામતમાચીજી! તેં વેરીના દીકરાને (હરઘોળજીના પુત્રને) બહાલ કર્યો! હું તને શું કહી
હાલાજીએ પોતાના સાળા કરશનસિંહજી કે જેઓ વઢવાણના ઝાલા હતા તેમને બોલાવી અને જામતમાચીજીને મારવાને દગો રોડदोहा-वह ज्ञालो वढवाणरो, समधे साळो सोय ॥
हालो झालो हेकमील, कीनो दगोस कोय ॥१॥ यों धारे नग्र आवीया, करवा घात करुर ॥ जामतमाची आजदीन, जोखमवास जरुर ॥२॥ मिल आया दरबारमें, सजे सलाम सताय ॥ तेही जाम तमाचने, एकांतस बुलवाय ॥ ३ ॥ जाम तमाची जोखमे, करे दगो तिण काळ ॥ हाकल हुइ चोगडद, पट सरबंधी पाळ ॥४॥
दुहिता जाम तमाचरी, नीज *मोटीबा नाम ॥ ૪ કાઈ કિશનર્સિંહજી, તે કાઈ કરણસિંહજી, એમ નામ લખે છે. +જામશ્રી તમાચીજીએ ઇસર બારોટના પુત્ર જેશા બારોટને હાપા ગામ વિ. સં. ૧૭૮૯ ના શ્રાવણ સુદ ૩ ને દિવસ અને જોગવડ ગામ વિ. સં. ૧૭૯૫ ના પ્રથમ આસો સુદ ૧૫ ને દિવસ લાખપશાવ કરી ખેરાત આપેલ હતાં.
કોઈ ઇતિહાસકાર આ કુંવરીનું નામ “રાજકુંવરબા” લખે છે. તો કદાચ મોટીબા ઉર્ફે “રાજકુંવરબા પણ હોય પણું કાવ્યમાં મોટીબા” અષ્ટ લખેલ છે. તેઓને જોધપુરના મહારાજા રામસિંહજી વેરે પરણવ્યાં હતાં.