________________
જામનગરનો ઇતિહાસ.
(દશમી કળા) ૨૦ बत्रीस लखण बांतेरकळा, होमगात्र गेमर सथर । सौभागसहित बुढि सरग, शिळ लाज सूरजकुंवर ॥१६॥ आपनाथ अजमाल, साथचल सति सांहि ।। मेल मोह मृतलोक, शांमस्रग ध्रम प्रम साहि ॥ देह मनव दाहवि, अमरदेही, फीर आइ ॥ अमरहुवो आनंद, वधे निशाण वधाइ ॥ भडथारलियो सह गणमरी, सित, गंग, उमिया जसि ॥ अजमालसंग सूरज अचल, वेहदवास सुरपुर वसि ॥१७||*
ભુચરમોરીને અંતે સુબે અઝીઝ કેકલતાસ જામનગર આવ્યા, અને ત્યાં બાદશાહી વાવટો ચડાવી શહેર કબજે કર્યું, તપાસ કરતાં જામશ્રી સતાજી (મુજફરશાહને બચાવવા માટે) જુનાગઢના ગિરના પ્રદેશમાં છે, તેવા ખબર થતાં સુબાએ નવરંગખાન, સિયદકાસમ, અને ગુજરખાનને જુનાગઢને ઘેરે ઘાલવા મેકલ્યા, આ ખબર જામસતાજીને થતાં, મુજફરશાહને બરડા ડુંગરમાં સાચવવાને બંદોબસ્ત કર્યો, રંગ છે જામસત્રશાલ (સતાજી) ને કે જેણે ક્ષત્રિય ધર્મ પાળવા માટે રાજપાટનો ત્યાગ કરી, શરણાગતનું રક્ષણ કર્યું,
બાદશાહી લશ્કરને દાણે પાણી ખુટતાં, તેને જુનાગઢ ઉપરથી ઘેરે ઉઠાવી નગરમાં નાયબસુ નીમી, લશ્કર અમદાવાદ ગયું.
મુજફરશાહને થયું કે મારા માટે જેણે લાખોની કતલ કરાવી, અને રાજપાટનો ત્યાગ કર્યો, તેને હવે વધારે તકલીફ ન આપવી. એમ વિચારી એકાએક છુપી રીતે બરડામાંથી ઓખામંડળમાં નાસી ગયો, ત્યાં પણ તે થોડો વખત રહી, કચ્છમાં રા ભારાને શરણ ગયા.
જામનગરમાં જામસતાજીની ગેરહાજરીને લાભ લઇ, રાણપુરના જેઠવા, રાણા રામદેવજીના કુંવર ભાણજીનાં રાણુ કલાંબાઈએ, મેર, અને રબારી લેકની કેજ જમાવી, રાણપુર સુધી પોતાનું ગએલું રાજ્ય પાછું જીતી લીધું, અને છાંયા ગામમાં રાજધાની સ્થાપી, પોતાના કુંવર ખીમાજીના નામથી રાજ્ય ચલાવ્યું.
જ ઉપરનું કાવ્ય, ૧૭ મા સૈકાના હસ્તલખીત જુના ચોપડામાંથી જે પ્રમાણે મળેલ છે તેજ પ્રમાણે અક્ષરે અક્ષર અને આપેલું છે. આ કાવ્ય કોને રચેલું છે, તે વિષે તેમાં કંઈ નામ નીકળતું નથી.
૪ વિ. વિ. માં લખે છે કે મુજફરશાહ ભૂચરમારીમાંથી ભાગી બાદશાહના સૈન્યમાં મળી ગયો હતો, પણ તેમ થવાનું બીજા ઇતિહાસકારે લખતા નથી, મૂજફરશાહને કચ્છમાંથી હાથ કર્યો હતો.