________________
જામનગરને ઇતિહાસ. (અગીઆરમી કળા) ૨૨૩ બારોટે કંવરના અંગનું લુગડું જેશાને ઓઢાડયું કે તુરતજ જેશાનાં પ્રાણુ ગયાં. એ જે બારેટ ચાલતા થયા, માર્ગમાં એક પ્રેત મળ્યો તેનાથી ધડમચર્ડ થતાં ઘોડે સચાણુમાં બારેટને લઈ ગયે ગામ ઉજડ હતું તે પણ બારેટ મારૂં સર્વ કુટુંબ અહિં છે અને તે મને ઘોડેથી ઉતારી પાટાપીંડી કરી ઘાના ઉપાય કરે છે, એમ સમજી રાત્રે સુઈ રહ્યા, સવારે જાગી જોયું તો ત્યાં પોતાનું કુટુંબ જેવામાં ન આવ્યું પણ તમામ ઘા રૂઝાઈ ગએલા જોવામાં આવ્યા, પોતે માતા રવેચીના ઓરડામાં સુતા હતા તેથી અનુમાન કર્યું કે આ સર્વ કામ જગદંબાથી, થયું છે. પછી બાટે ઘોડેસ્વાર થઈ નગર આવી જામસાહેબને સર્વ હકીકત કહી અને અજાજીનાં રાણીને અજાજીની પાઘડી આપી. એ પાઘડી લઇને રાષ્ટ્ર સતી થયાં.
રણક્ષેત્રમાં મેરામણજી તથા જેશાવર આદિ દ્ધાઓ જેઓ કામ આવ્યા હતા. તેમાં હિંદુઓની દાહ ક્રિયા કરીને ખાંભીઓ ઉભી કરવામાં આવી અને મુસલમાનેને દફનાવ્યા, કુંવરશ્રી અજાજીએ શંકરને માથું, પિશાચને માંસ, શિયાલાને હાડકાં, નિશાચરોને રેગે, કાકણીઓને કાળજાં વીરેને બુકકા, ગીધણુએને આંતરડાં વેતાલોને દારૂ પીવા વખતે ચવીને કરવા સારૂ ચામડી, જોગણએને લેહી અને અપ્સરાઓને જીવ આપો, આવી રીતે પોતાના અંગેના ભાગ વેંચી દઈ કુંવરશ્રી દેવલોકમાં ગયા. અજાજીના યુદ્ધ વખતે સઘળા દેવતા જેવા આવ્યા હતા, તરવારના મારથી લોહીની ધારાઓ ચાલી હતી, રણક્ષેત્રમાં ફંડ મુંડ ૨ડયાં હતાં, કેટલાક ઘાયલો ભ્રમણ કરવા લાગ્યા હતા, વીર ગણુ વેતાલ અને ચંડી વગેરે નૃત્ય કરવા લાગ્યા હતા, અને શંકર અજાજીના માથાની ઉમેદે આવ્યા હતા પણ માથું ન જડતાં તેના કટકાઓ વીણુ વીણુને તેમણે તુર સુકાવ્યો હતો. વિ. સં. ૧૬૪૮ માં વર્ષા અડતુના શ્રાવણ માસના કૃષ્ણપક્ષની સાતમે સૂર્યોદયથી અસ્ત પર્યત આ તુમુલ યુદ્ધ ચાલ્યું તેમ ઉભય પક્ષ નહિં. હઠવાથી લાખો માણસે ધાર તળે નિકળ્યાં, ભુચરમોરીને સ્થળે મહા ભારત યુદ્ધ કરી બને છેજ ગારત થઇ. જ
૯ ઉપરના ભૂચરમોરી વિષેના તમામ કાવ્યો વિભા વિલાસમાંથી લીધાં છે.-ભૂચરમોરીના યુદ્ધ વખતે જેશાવરનું તમામ કુટુંબ હોવાથી તેણે પિતાના કાકા ડાયાવછરને કહ્યું કે “તમો પાછા ઘેર જાવ” ત્યારે ડાહ્યાએ કહ્યું કે “જડે મચેં જુદ્ધ તડે ચાંગલાણી ચર્યો થીએ, ” મારું નામ ડાયો છે પણ જ્યારે આપણે ચાંગલાણી કુટુંબને યુદ્ધનો પ્રસંગ આવે છે ત્યારે ગાંડા (રણુલા) થઈએ છીએ. એમ કહી તેઓ ઘેર ગયા નહોતા.
કુમારશ્રી અજોજી શ્રાવણ વદ છે ને દિવસે ભૂચરમેારીમાં કામ આવ્યા, તેથી હાલાર પ્રદેશમાં (નવાનગર સ્ટેટમાં) એ કુમારશ્રીના શેરમાં, પ્રજાએ સાતમ ઉજવવી બંધ કરી હતી. તે છેવટ જામશ્રી રણમલજીને ત્યાં પાટવી કુમારશ્રી બાપુભા સાહેબનો જન્મ શ્રાવણ વદ ૭ ને દિવસે થશે. ત્યારે બાશ્રી આહુબાશ્રીએ હુકમ કર્યો કે “કુમારશ્રી અજોજી સાતમને દિવસ કામ આવ્યા હતા, તેમજ આ કુમારશ્રીને જન્મ શ્રાવણ વદ ૭ ને હેવાથી, આજથી તે