________________
જામનગરનો ઇતિહાસ. (અગિરમી કળા) ર૩૩. સાથે રાજસાહેબને પાછા હળવદ પહોચાડવા ગયો. આ વાતની ખબર જામ જશાજીને થતાં, પાછળ કેટલુંક સિન્ય મોકલ્યું પરંતુ તે સિન્યને લગભગ હળવદની સરહદે ભેટો થયો. ત્યાં શંકરદાસ નાગર બહાદુરીથી સામે લડવ્યો, અને રાજસાહેબ કેટલાક અંગરક્ષક સાથે હળવદમાં સહિસલામત પહોંચી ગયા. અને એ લડાઈમાં વિર શંકરદાસ પોતાના કેટલાક સિનિકે સાથે મરણ પામ્યો. 1 જામશ્રી જશાજીના મરણ વિષેની બે વાત છે. (1) કેઇ ઇતિહાસકાર લખે છે કે ઉપરના બનાવના પરિણામે ઝાલીરાણીએ જામશ્રી જશાજીને દગાથી માર્યો (વિ. સં. ૧૬૮૦) (૨) ત્યારે વિભાવિલાસમાં જશાજામના મરણની હકીકત ઉપઉનાથી સાવ જુદા જ પ્રકારની છે કે એક વખત રાજ્ય કચેરીમાં સર્વ અમીર ઉમરા સાથે જામશ્રી જશેજી સિંહાસન ઉપર બિરાજ્યા હતા, તે વખતે જામશ્રી અજાજીના પાટવીકુમાર શ્રી લાખોજી તથા વિભેજી કચેરીમાં આવતાં કેઇએ પણ તેઓને સલામ કરી નહિં પણ નાગવછરના દીકરા અલીવજીરે ઉભા થઈ, “ઘણી ખમા! જીએ જામ” કહી સલામ કરી, એ જોઈ જામ જશાજી ક્રોધ કરી બોલ્યા કે “તારે જામ કેણુઝ અલીવજીરે—જામ લાખા તરફ આંગળી ચીધી કહ્યું કે “સાચે જામ એ છે ત્યારે જામ જશાજીએ કહ્યું કે “હું કેણી અલીવજીર કહે “આપ જામસાહેબના કાકા, પણ જમતે-આ-જામલાખે છે,”, જામ જો કહે, “તારે જામ હશે તે તને ઉગારશે. સવારમાં તૈયાર થઈ રહેજે હું તને મારીશ.” “મારે કે જીવાડો એતો આપ ધણુ છે” એમ કહી અલીવર સલામ કરી, ઘેર આવી, પોતાના ભાયાતને તેડાવી સઘળી હકીક્ત કહી..
સૌ ભાયાતોની સલાહથી તે રાતમાંને રાતમાં એક પત્થરોકેટે તૈયાર કરી, જાબદો કરી બેઠે, સવાર થતાં જામ જસાજીએ, વજીરને મારવા માટે, તથા એ કેડે પાડવા માટે, તોપ તથા ફોજની તૈયારી કરી, તેટલામાં “માલ” નામને જોઇ, કે જે જામ જશાજીનું રડું કરતો હતો, તેણે જશાજીનેં કહ્યું કે “સિરામણી કર્યા વિના કદી ન જવાય, હું જલદી સાકર નાખી દૂધને પવા તૈયાર કરી, આપું તે આરેગી .” આમ કહી ભોઇએ હુરમે આપેલા માદળીયાનું ઝેર ભેળવી. દૂધ પીવા જમવા આપ્યા. ને જશેજી જમતાં [એક બે કેળીયા ખાતાંજ ] ઢળી પડયા, એ ખબર થતાં અલીવજીરે દરબારમાં આવી રાજ રીતથી માંડવી બનાવરાવી. વિધિ સહિત જશાજીની દાહ ક્રિયા કરાવી. અને હરામખેરી કરનારા માલાભાઇને ધારતળે કાઢો (મારી નંખાવ્યો.) - ઉપર મુજબ જામશ્રી જશાજી પિતાના બાહુબળથી રાજ્ય મેળવી સેળ વર્ષ રાજ્ય કરી વિ. સં. ૧૬૮૦ માં કૈલાસવાસી થયા. - ઈતિ શ્રીયદુવંશપ્રકાશે એકાદશીકી સમાપ્તા.
* એ કઠો બજારની લાઇન દોરીમાં આવતાં હાલમાં કાઢી નાખવામાં આવેલ છે. તે શાકમારકીટની સામેની લાઈનમાં હતો અને તે વછરના કાકા તરીકે ઓળખાતો હતો.