________________
શ્રીયદુવંશપ્રકાશ (પ્રથમખંડ) ઉપરની હકીક્તના ખબર મીરઝાં અઝીઝકેકા (વિરમગામ પાસે છાવણી નાખી પડ હતું, તે) ને થતાં તે પિતાના ખાસ લશ્કર સાથે એકદમ કુચ કરી નવરેજખાન તથા સૈયદ કાસીમના મુખ્ય સૈન્ય સાથે જોડાઈ ગયા. એ વખતે ચોમાસાની ઋતુ હેવાથી વષદમાં કાદવ કીચડ અને ખડબચડી જમીનને લીધે બાદશાહી લશ્કરને જામના લશ્કર સામે બરબર વ્યુહ રચનાથી યુદ્ધ કરવાની તક મળી નહિ તેથી તેણે જામનગર ઉપર કુચ કરવાનો નિશ્ચય કર્યો કારણ કે જામશ્રીએ પોતાની સઘળી અસ્ત્ર શસ્ત્ર અને અન્ન સામગ્રી જામનગરમાં જ રાખી હતી, માટે જામનગર તરફ સુબાએ લશ્કરની કુચ કરી અને એ સર્વ સામગ્રી હાથ કરી લેવા ધારી, પરંતુ જ્યારે તે સૂબો ધ્રોળની સરહદમાં આવી પહોંચો ત્યારે જામશ્રી સતાજી પણ પોતાના સૈન્ય સાથે ત્યાં આવી પહોંચી બાદશાહી સૈન્યને આગળ પડતું અટકાવ્યું, આ વખતે જામશ્રીની મદદમાં જુનાગઢના નવાબ દોલતખાન તથા કુંડલાના કાઠી ક્ષેમા ખુમાણ પોતાના સૈન્યથી આવેલ હતા. ધ્રોળના પાદર નજwભુચરમોરી નામના મેદાનમાં બને લશ્કરએ સામસામા છુટા છવાયા હુમલાઓ કરેલ તેમાં દરેક લડાઇમાં જામશ્રી સતાજીની જીત થઈ હતી, તેથી બાદશાહી સુઓ બે ત્રણ માસ વિતતાં કંટાળી જતાં સમાધાનીનાં કહેણ મોકલી વિષ્ટિ ચાલુ કરી, એ ખબર જુનાગઢના નવાબ દોલતખાન તથા કાઠી ક્ષેમા ખુમાણને થતાં તેઓ બને એ વિચાર્યું કે જે આ લડાઇમાં જામી સતાજી ફતેહ પામશે તો આપણું રાજ્યની સલામતી નથી માટે આપણે બને બાદશાહી લશ્કરને મળી જઇએ” એ ઉપરથી સુબા અજીજકેકને દિલ્હી પાછો જતો અટકાવી, “અમે અમારા લશ્કર સાથે તમોને લડાઇના મેદાનમાં મળી જશું,” એવા ખાનગી ખબર દોલતખાંએ મોકલતાં સુબે સમાધાનીની વાત બંધ કરી અને બીજે દિવસે યુદ્ધ કરવાનું કહેણ મોકલ્યું.
બીજે દહાડે જામસતાજી પિતાના લશ્કર સાથે સુબા સામે લડાઈમાં ઉતર્યા ભયંકર યુદ્ધને પરિણામે બાદશાહી સૈન્ય હારવાની અણી પર આવતાં ગેરી દોલતખાન તથા કાઠી લેમે ખુમાણ કે જેઓ લશ્કરની હોલમાં હતા, તેઓ પિતાના વીશ હજારના સૈન્ય સાથે જામશ્રીને દગો આપી શાહી લશ્કરમાં ભળી જતાં ત્રણ પ્રહર સુધી ખુનખાર લડાઈ જામી એ વખતે જેશા વજીરે જામશ્રીને કહ્યું કે “દગાખરેએ દશે કર્યો છે, માટે અમે બનશે ત્યાં સુધી રણન સંગ્રામ ટકાવી રાખશું, અને આપશ્રી કુટુંબ તથા તખ્તો બંદોબસ્ત રાખવા
* કોઈ ઇતિહાસકાર “ઘુચરમોરી” લખ્યું છે, તો કોઈ “બહુચરમારી ” લખે છે પણ ત્યાં બૌચરાજીમાતાનું કે કાઈ બીજું ચિન્હ નથી પરંતુ ભૂચર નામનો મારી શાખા રજપુતમાલધારી પોતાની ગાયોની ઝોક કરી ત્યાં બેસતા તેથી તેના નામ ઉપરથી તે ધારનું નામ ભુચરમોરી ૫ડયું, હાલપણું ધ્રોળના વતનીઓ તેને ભુચરમેરી કહે છે.