________________
- જામનગરને ઇતિહાસ. (દશમી કળા). લે ભુચર મોરી વિષેની ઇતિહાસીક હકીક્ત >
| વિ. સં. ૧૬૯ માં દિલ્હીના બાદશાહ અકબરશાહે ગુજરાતના છેલ્લા બાદશાહ ત્રીજા મૂજફરશાહ પાસેથી ગુજરાત જીતી લીધું, તેથી મુજફરશાહ રાજપીપળાના જંગલમાં કેટલોક વખત સંતાઇ રહ્યો અને ત્યાર પછી તેને સૌરાષ્ટ્રમાં આવી જામ સતાજી તથા જુનાગઢના નવાબ દોલતખાં ઘોરી તથા રાજ ખેંગાર કે જે સેરઠને જાગીરદાર હતો તથા કંડલાના કાઠી લખાણ ખુમાણ પાસેથી સહાયતા મેળવી તેના તરફથી ત્રીસ હજાર ઘોડેસ્વારે અને વીસ હજારનું પાયદળ સે લઈ અમદાવાદ નજીકના પરગણુમાં જઈ લુંટફાટ ચલાવી ભારે ગડબડાટ મચાવ્યો, અને અમદાવાદ, સુરત, તથા ભરૂચ એ ત્રણે શહેરે કબજે કર્યો એ વખતે અમદાવાદના સૂબાની જગ્યા પર મીરઝાં અબ્દુલ રહીમખાન (ખાનખાનાન) હતો પરંતુ તે મૂજફરના બંડને શાંત પાડી શકે નહિ તેથી શહેનશાહ અકબરે પોતાના દૂધ ભાઈ જામીઝ અજીજ કેકાને ગુજરાતનો સૂબો નીમીઅમદાવાદ મોકલ્યો તેણે આવી મૂજફરને કેદ કર્યો. પરંતુ ઈ. સ. ૧૫૮૩ (વિ. સં. ૧૬૩૯)માં મૂજફરશાહ જેલ તોડી અને સૌરાષ્ટ્રમાં ભાગી આવ્યો પરંતુ કેઇએતેને આશ્રય નહિં આપતાં છેવટે તે જામશ્રી સતાજીને આશ્રય આવ્યો. શરણાગતનું રક્ષણ કરવું તે ક્ષત્રિઓને ઘમ છે. તેમ જાણુ જામશ્રી સતાજીએ મૂજફરને શરણે રાખે. અને બરડા ડુંગરમાં તેને રહેવાની ગોઠવણ કરી આપી.
આ ખબર અમદાવાદના સૂબા મીરઝાંઅઝીઝ કેકાને થતાં તેણે મુજફરને પકડવા માટે મોટા લશ્કર સાથે કુચ કરી વિરમગામ આગળ મૂકામ નાખી, નવરાજખાન તથા સૈયદ કાસીમને થોડું લશ્કર આપી, મોરબી તરફ મૂજફરશાહના તપાસ માટે મોકલ્યા, નવરોજખાં મોરબી જતાં મૂજફરશાહ જામનગરમાં છે. એવા ખબર મળતાં તેણે જામશ્રી સતાજી ઉપર એવી મતલબને કાગળ લખી મોકલો કે “તમારે સુલતાન મુજફરશાહને તમારા દેશમાંથી કાઢી મુકવો” પરંતુ શરણાગતને સંકટના વખતે રજા આપવી તે રાજપુત ધર્મને યોગ્ય ન જણાતાં તેની એ માગણીને અનાદર કરવામાં આવ્યું, જેથી બાદશાહી લશ્કરે જામનગર તરફ કુચ કરી ત્યારે જામશ્રીએ પિતાના લકરને બાદશાહી લશ્કર સામેં કહ્યું એટલું જ નહિ પરંતુ બાદશાહી લકરને અન્ન સામગ્રી પહોંચતી અટકાવી તેમજ વિખુટા પલા બાદશાહી સિનિકનો વધ કરી, અવાર નવાર છાવણી ઉપર હુમલાઓ કરી, હાથી તથા ઊંટ ઘોડાઓને લઇ જઇ બાદશાહી લશ્કરને ઘણુંજ દુઃખ દેવા લાગ્યા, સેરડી તવારીખના કર્તા લખે છે કે તે વખતે બાદશાહી છાવણીમાં એક રૂપિયે એક શેર અનાજ વેચાતું મળતું હતું ”
* ગુજરાત રાજસ્થાન પાને ૩૧૦ આ મેજર બેલ સાહેબ લખે છે કે તેનું કાશમ, નવરોજખા અને ગુજરખાન એમ ત્રણ નામ હતાં. (પણ તે નામના તેઓના સરદારે હતા.)