________________
જામનગરને ઇતિહાસ. - (દશમી કળા) ૧૭ तनहोमण तंबोल, शांमजीवतां संबोहे ॥ नीचुं जोइ नवरही, ढंके शिर अंबर ढोहे ॥ बांधमोड बरदाळ, २अखत दोय हथां उलाळे ॥
गयण पडतुं ग्रहे, पूहवे पुरवकथ पाळे ॥ वरवरणकाज दोइले वखत, वेगचली अजमल वधू । वकराल झाळ भ्रखवा वमळ, राणी राखण जश रघू ॥२॥
सरमेणुं कुणसहे, सहे कुंण बोलपराणां । सहेकुंण अपशोष, वहे कुंण दोष वराणां ॥ सहेकुण उसुतेक, सहे कुण सोग सदाइ ॥
शामतजे सोभाग, रखेकुण रोष रदाइ । कुण सहे खोट सूरज कहे, सूर साख सतियां जळे ॥
... ... ... ... 9 રાધે કુવમેશ રૂપા
ભૂમિને દિપાવે, ઉપર કરેલા નિશાનવાળો પાળીઓ નાગવછરનો હશે તેવું અનુમાન થાય છે. એ નાગવછર વિષે દંતકથા છે કે, તે નાની ઉંમરમાં તેની માતાને ઊભો ઊભો ધાવતો એટલે તેની મા જેનું નામ “જોમાં હતું. તે એવડી મોટી કદાવર અને મજબૂત બાંધાની હતી કે, તે પોતાના બંને સ્તનને (મોટા અને લાંબા હોવાથી) ખંભા ઉપર રાખતીને નાગડા વછર તે સ્તનોને પાછળ ઉભો રહી ધાવતા. આ બનાવ એક વખત જામશ્રી સતાજીએ પોતાની મેડીના ઝરૂખામાંથી જોયો. અને તેથી સેજ હસ્યા હતા, એ જેશાવરના જાણવામાં હતું. જ્યારે ભુચરમોરીના યુધ્ધમાં નાગવછર લડવા આવ્યો. ત્યારે જેશાવછરે તેને શર ઉત્પન્ન કરાવવા, કરી કહ્યું કે “હે નાગડા તું જ્યારે નાનો હતો ત્યારે તારી માતાને ઉભો ઉભો ધાવતો હતો. એ જે જામસતાજી હસ્યા હતા. તો હવે તારી માનું દુધ લજાવજેમાં- અને એ સિંહણનું દુધ કેવું છે તેની ખાત્રી જામને કરી આપજે” જ્યારે મહાન યુદ્ધ ચાલ્યું ત્યારે નાગડા વછરે અદ્દભુત પરાક્રમ બતાવ્યું હતું તે લડાઈમાં પોતાના બને. હાથ હુંઠા (પ્રોચા વિનાના) થયા પછી કાંડાઓના હાડકાંવાળા ઠુંઠા હાથના ઠસાઓ બરછીઓની પેઠે દુશ્મનોને મારી ઘણુંના પ્રાણો લીધાં હતાં, એટલું જ નહિ પણ તે ઘણોજ ઉંચે હોવાથી હાથીના પેટમાં તે ઠુંઠા હાથના ઠોંસા મારી મોટાં ભળેડાં (ખાડા)ઓ પાડી લોહીની નીક ચલાવી હતી. એની વીરતાને વિષે એક પ્રાચિન દુહો છે કે.
दुहो-भलीए पखे भला, नर नागडा निपजे नहिं ॥
જોયો નોમાંના, કુંતાના જેવો જ છે ? ૧ સંબોધેલ કહેલ ૨ અક્ષત=ચોખા ૩ સુતક.