________________
જામનગરને ઇતિહાસ. (દશમી કળા). ૧૯૫ કુમારશ્રી અજોજી રણક્ષેત્રમાં કામ આવ્યા, અને બાદશાહી લશ્કર નગર તરફ આવે છે, તેવા ખબર જામસતાજીને મળતાં, તેણે તમામ જનાનાની રાણુંએને વહાણમાં બેસારી (તરબંદર વહાણે કરી આપતાં પહેલાં) સુચના કરીકે જો મુસલમાને તમારી પાછળ આવે તો તમારાં વહાણે દરિઆમાં ડુબાવી દેજે, એમ કહી પોતે થોડાએક માણસો સાથે પહાડાવાળા જંગલમાં વેર લેવા ભરાયા, (કેમકે તમામ સૈન્ય ભુચરમારીમાં કામ આવી ગયું હતું,) વહાણું તરત બંદર થતા પહેલાં, સચાણાના બારેટ ઈસરદાસજીના પુત્ર ગોપાળબારોટે આવી, ( કુમારશ્રી અજાજીની પાઘડી તેઓનાં રણુજીને આપી, તે પાઘડી જોતાંજ રાણીજીને સત ચડયું, અને રણક્ષેત્ર તરફ પોતાને રથ હાંકવા આજ્ઞા કરી, સતિજીની આજ્ઞા શીર ચડાવી કેટલાએક રાજપૂત સૈનિકે સતિરાણુજી સાથે સૌ ભુચરમોરી તરફ ચાલ્યા, વિજય પામેલા બાદશાહી સૈન્યના યવને, જામનગર તરફ જતા હતા, તેઓએ આ જનાનાને રથ અને તુરતજ એ રથ ઉપર આક્રમણ કર્યું પરંતુ એ વખતે ધ્રોળના ઠાકરસાહેબ પોતાના ભાયાતો સાથે ચઢી આવી યવનોની સાથે સમજુતિ કરી, રથ સહિસલામત ભુચરમોરીમાં લાવ્યા, અને તેઓએ ત્યાં રાણુજીની સતિ થવામાં પુરતી મદદ કરી, જોઇતી સામગ્રીની સગવડતા કરી આપી હતી. બેશે તેવા નથી માત્ર “સંવત ૧૬૪૮ વરખે શ્રાવણ વદ ૮” એટલું ચોખ્ખું વંચાય છે. લેખ મેટો છે.
જામશ્રી અજાજીની દેરીથી દક્ષિણમાં છ પાળીઆઓ છે તેમાં બે ત્રણ અરધા અરધા કપાએલા છે દેરીથી સામી બાજુ પૂર્વમાં પાંચ કાળા પથ્થરની વગર કોતરેલી મોટી ખાંભીઓ છે તેના માથે સિંદુર છે. અને તે નાગાબાવાની જમાતના છે, તેમ ત્યાંને પૂજારી કહે છે દેરીથી દક્ષિણમાં એક લાંબુ છાપરૂં છે. તેને આથમણે કરે બે ખાંભીઓ છે તેમાં એક ખાંભામાં માત્ર ઘોડા વિનાનો વીર પુરૂષ આળખેલો છે અને તેને પેંતરો ભરી હથિયાર વિનાને હાથ ઉગામેલ છે અને હાથના બન્ને પંજાઓ પણ કપાઈ ગયા છે અક્ષરો નહિ જેવા દેખાય છે. આમ એકંદર જામશ્રી અજાજી તથા રાણુછની ખાંભીઓ સહિત કુલ ખાંભી ૨૩ ત્રેવીશ કમ્પાઉન્ડમાં છે અને બહાર આઠ ખાંભીઓ છે અને એક ભંગીની ખાંભી થોડે દૂર છે મલી કુલ બત્રીશ ખાંભીઓ એ સ્થળમાં છે ફરતે વરંડે છે અને બે ચાર ઝાડો ઉભાં છે દરશાલ રાજ તરફથી સિંદુર ચડાવવા જામનગરથી માણસો આવે છે અને ત્યાં કસુંબે કરી ડાયરાને પાઈ ડાડાને ચોખાનું નૈવેદ ચડાવી જાય છે અને ત્યાં કાયમ એક મારવાડી બાવો રહે છે કારણ કે એ કમ્પાઉન્ડથી દક્ષિણમાં મંદિર છે તેનો તે પુજારી છે તે આ જગ્યાને સાફ રાખે છે અને તેને રાજ તરફથી વર્ષાસન મળે છે.
જામશ્રી અજાજીની ડેરીથી નિઋત્ય ખૂણામાં એ ભુચરમારીમાં જે મુસલમાનો કામ આવ્યા છે તેને દફનાવેલ છે એ મુસલમાનોના કબ્રસ્તાનને ફરતી કાંટાની વાડ છે અને વચ્ચમાં એક મેટો બાંધેલો કુવો છે એ કુવાથી પશ્ચિમ બાજુ એક મોટો પડકાર લગભગ પાંચેક