________________
જામનગરનો ઇતિહાસ. (દશમી કળા, ૧૯૩ જામનગર પધારે! જામશ્રી સતાજીને એ સલાહ વ્યાજબી જણાતાં તેઓ હાથી ઉપરથી ઉતરી ઘોડા ઉપર બિરાજી કેટલાક અંગરક્ષકે સાથે જામનગર પધાર્યા, અને જેશા વજીર તથા કુમારશ્રી જશાજીએ બાદશાહી લશ્કર સામે રણસંગ્રામ ચાલુ રાખ્યું.
પાટવી કુમારશ્રી અજાજીનાં લગ્ન થતાં હોવાથી તેઓ જામનગરમાં જ હતા, તેથી તેને જામશ્રી સતાજીના પધાર્યાના ખબર થતાં તેમજ લડાઇ હજુ ચાલુ છે, તેવી હકીક્ત સાંભળતાં જામસાહેબની રજા લઇ પોતાના પાંચ જાનૈયા વીર રજપુતોને તથા નાગ વજીરને સાથે લઈ ભુચરમોરીના યુદ્ધમાં આવી મજા. બીજે દહાડે સવારે પ્રાત:કાળે બને લશ્કરો એક બીજા સામે સંગ્રામમાં ગુંથાયાં બાદશાહી લશ્કરના જમણી બાજુના નાયકે સૈયદકાસિમ, નવરંગખાન, અને ગુજરખાન હતા, અને ડાબી બાજુને નાયક વિખ્યાત સરદાર મહમદરફી હતો, ને તેની સાથે કેટલાક બાદશાહના અમીર અને જમીનદારે હતા. અને નવાબ આઝીમ હૂમાયુના પુત્ર મીરઝમરહમને મધ્યમ ભાગનું અધિપત્ય હતું, અને તેના મોઢા આગળ મીરઝાં અનવર અને નવાબ ખુદ હતા.
જામશ્રીના સન્યના અગ્ર ભાગનું અધિપત્ય જેશવજીરને તથા કુંવર અજાજીને હતું. અને જમણુબાજુ કુંવરજશાજી તથા મહેરામણુછડુંગરાણી હતા અને ડાબી બાજુ નાગડોવછર, ડાહ્યોલાડક, ભાણજીદલ, વિગેરે યોદ્ધઓ હતા. બને સૈન્ય તરફ તોપના ગોળાઓ છુટતાં લડાઈ શરૂ થઇ અને મહમદરફીએ પોતાની ટુકડીઓ લઈ જામના સૈન્ય ઉપર હુમલો કર્યો, તેમજ નવાબ અનવરે તથા ગુજરખાને કુંવર અજાજી તથા જેશાવર અને પંદરસેલ અતિત બાવાની જમાત ઉપર હુમલો કર્યો.
એક લાખ યવને જોશભેર લડવા લાગ્યા. જેમાં બેશુમાર હિંદુઓ તથા અગણિત મુસલમાન કામ આવ્યા, તેમાં યવનની ફતેહ થતી જોઈ કુંવરશ્રી અજાજીએ લડતાં લડતાં મીરઝ અછyકેકા ઉપર ધસારે કરી પોતાના અશ્વને ઠેકાવી સુબાના હાથીના જંતુશળઉપર પગ મુકાવી સુબાઉપર બરછીનો ઘા કર્યો એ વિષે પ્રાચીન દુહો છે. કે– दोहो-अजमलीयो अलंघे, लायो लाखासर धणी ॥
વંતૂરાઝ 3 , ગઈ ?.
પરંતુ તે વખતે સુબે અંબાડી ઉપરની કઠીમાં છુપાતાં તે બરછી અંબાડીની કોર તથા હાથીની પીઠને ભાગ વીધી જમીનમાં ખુંચી ગઇ, તેવામાં પાછળથી એક મુગલ સિપાઈની તલવારના સખત ઘાથી કુમારશ્રી અજી કામ આવ્યા, તેથી દરેક જાડેજા ભાયાત યવનના દળ ઉપર તુટી પડયા, અને હજા
- એ અતીત બાવાઓની જમાત હીંગળાજ દેવીની યાત્રાએ જતી હતી. તે જામના લશ્કર સાથે જોડાઈ ગઈ હતી.