________________
જામનગરનો ઇતિહાસ.
(નવમી કળા). ૧૫૫ રાવળજીએ બીજાં વિશેષ માણસને કાલાવડમાં થાણે મોકલ્યા, પરંતુ દેવાયતે તો પિતાનાં ઘોડાં મરણઆ થઈને હાકેજ રાખ્યાં, તે વિષે દહે છે કે
| હોદો છે. काळावडनी कोर, मांजरीओ मेले नइ ॥ જો ધારે વર, તી, જે વાતો ?
(ાવીને પોપકો) એટલે કાલાવડની આજુબાજુમાં, માંજરીએ લુંટ્યા વિના મેલેજ નહિં, એટલું જ નહિં પણ કાલાવડમાં દરરોજ દિવસ ઉગે દેવાયતમાંજરીઓ, ચાડે ધાડે આવી બજારમાંના તમામ હાટોમાં લુંટ કરી જતો, એથી પ્રજા પીડાવા. લાગી. અને જામશ્રીને પણ કેટલુંક ખર્ચ તથા માણસની નુકશાની ભોગવવી પડી, તે પછી એક વૃદ્ધ ચારણથી વટી ચલાવી, દેવાયત તથા લાખામાંજરીઆને રૂબરૂ બોલાવી, કાલાવડની બાજુમાં, ખીજડીઆ વિગેરેના ત્રણ ટીંબાએ આપી સમાધાન કર્યું, ત્યારપછી દેવાયત ગુજરી જતાં પ્રજા તેના ભયથી મુકત થઈ,
જામશ્રી રાવળજી તે પછી દર વર્ષે કાલાવડમાં શીતળામાતાને દર્શને પધારતા અને માતાજીના એારડાને જીર્ણોદ્ધાર કરાવી, જગ્યાની આજીવીકા માટે કેટલાક ખેતરે પણ આપ્યાં હતા, ત્યારથી આજ દિવસ સુધી, એ કાલાવડની ચોવીશી જામશ્રીને કબજે છે. આ રેઝી માતામાં ગીરાજનું ભવિષ્ય થન છે
એક સમય જામશ્રી રાવળજી પોતાના પાટવી કુમારશ્રી જીયાજી તથા કુમારશ્રી વિભાજી તથા કુમારશ્રી ભારાજી તથા કુમારશ્રી રામસિંહજી સાથે કેટલાક સૂર સામંતો અને બીજા સૈનિકો સાથે રેઝી માતાને દર્શને પધાર્યા, ત્યાં જગદંબાના દર્શન કરી દેવાલયના પડથાર ઉપર કચેરી ભરી બીરાજ્યા, તેટલામાં હાથમાં વિભુતિના ગળાવાળો, દંડ અને કમંડળવાળે, આખે અંગે અખંડ વિભુતીવાળે, માથે મટી જટાવાળ, તથા રૂદ્રાક્ષની માળાઓથી શોભતા, એક યોગેશ્વર આવી સર્વની વચ્ચે ઉભા રહીને જોવા લાગ્યા, જોતાં જોતાં તેને વિભાજીનામના ફટાયા કુંવરને પ્રથમ ચાંદલો કર્યો, આ જોઈ સઘળાઓએ હસીને કહ્યું કે “ મહારાજ તમે ભુલ્યા, આ ફટાયા કુંવરને પ્રથમ ચાંડલો ન હોય એ સાંભળી યોગેશ્વરે કહ્યું કે
રોપારૂ–જે વપૂત, રુ પર દો |
દોળ હા, કૃપ વીમો દોરી | ૨ | વિ. વિ. જેગી કહે “હમાં હું ભુલ્યો નથી, ઇશ્વર કરશે તે આ કુંવરજ (વિભેજી) રાજા થશે” ઉપર મુજબ જામપદવી વિભાજને મળશે, એવું ભવિષ્ય