________________
- જામનગરનો ઇતિહાસ. (નવમી કળા) ૧૬૦ - એ પ્રમાણે જામશ્રી રાવળજી અને શંસાજી પરમારે દઢ ટેક જાળવી, પિતાની કીર્તિ આ પૃથ્વી ઉપર અમર રાખી હતી.
આ થરું જામશ્રી રાવળજીની ગાદીએ આવનાર છું
જામથી હો કે ન પીવાય તે વિષેની હકીકત
એક વખત જામશ્રી રાવળજી છડી સ્વારીએ કુળદેવી આશાપુરાજીના દર્શન કરવા માતાજીને મંદિરે પધાર્યા, ત્યાં દર્શન કરી દેવાલયમાં બીરાજ્યા, ચિત્રમાસની નવરાત્રીના દિવસે હોવાથી ત્યાં હેમાદિક કાર્ય થતું હતું. તેથી તે હવનની પાઠ પૂજાનું તમામ કાર્ય પૂર્ણ કરી રાજમહેલ તરફ પાછા પધાર્યા રસ્તે ચાલતાં જામસાહેબે વાત કરી કે “હવનમાં વધુ રેકણ થવાથી હેક પીવાની તલપ ત્યાં થઇ હતી, પણ વિચાર્યું કે અહીં બ્રાહ્મણે પૂજન કરાવે છે. ત્યાં ક્યાં હાકિ મંગાવીને પીએ! મેડીએ જઈ પીશું.” આમ વાતો કરતાં કરતાં બજારમાં પ્રજાજનની સલામો ઝીલતા ઝીલતા જામશ્રી રાવળવજી પોતાના સુરસામતો અને “જયાતો સાથે હળવે હળવે ચાલ્યા આવતા હતા. તેવામાં એક વેપારીની દુકાનના એટલા આગળ એક આધેડ પુરૂષ ધોબીના ધાયેલ ઉજજ કપડા પહેરી તથા માથે મટે મેકર બાંધી અને હાથમાં રૂપેરી હેક લઇ પીતા પીતા વેપારી ‘સામો વાતો કરતો ઉભે હતો. જામસાહેબ તેની સામી બાજુની દુકાનોની લાઈન આગળ નીકળ્યા, તે પુરૂષે પણ સહુ લોકો સાથે જામશ્રીની સલામ લીધી જામરાવળજી તો વાતો કરતા સલામો ઝીલતા ચાલ્યા જતા હતા, પણ જામશ્રી સાથેના એક હજુરીએ તે પુરૂષને રજપૂત ધારીને તેને હેકે (જામશ્રીની તલબ બુઝાવવા સારૂ પીવા માટે,) માગ્યો અને તેના સામે આગળ ચાલી હેકો લેવા હાથ લાંબો કર્યો, એ “વેત વસ્ત્રધારી પુરૂષે “ઘણુંખમાં અન્નદાતાર, હું તે . આપને વેઠી છું.” એમ કહી પોતાની અત્યંજ જાતિ જાહેર કરી, સાંભળતાજ સહુ કચેરીમંડળ શરમીદુ થયું, અને જામશ્રી રાવળજીએ પણ તે બધે બનાવ નજરોનજર જોયો.
જામશ્રી કચેરીમાં આવી ગાદી ઉપર બીરાજ્યા કે તુરતજ ખીજમતદારે સોનાથી મઢેલ રાજવી હોકે હજીરશ્રી આગળ ધર્યો, હકો નજરે જોતાંજ જામશ્રી રાવળજીએ હેકા સાથેની દેવતાવાળી “ચલમ ઉતારી લેવા હુકમ કર્યો, - હુકમ મુજબ હજુરીએ ચલમ ઉતારી લેતાં, એ સોનેથી મઢેલા અમૂલ્ય હેકાના
જામશ્રી રાવળજીએ પોતાના હાથે સામેની દીવાલમાં પછાડી ટુકડે ટુકડા કરી નાખ્યા અને નીચેના વાકયો કહ્યાં. કે –
“આવા દુરવ્યસનને લીધે ભર બજારમાં જામના હજુરીને જામને પીવા માટે નીચ જાતીના માણસ પાસેથી હક માગ પડયે, એ ઘણીજ શરમની