________________
૧૭૮ શ્રીયદુવંશપ્રકાશ
(પ્રથમખંડ) વાત છે. જેથી હું પ્રતિજ્ઞા કરું છું કે, મારી ગાદી ઉપર બેસનાર પુરૂષે ( જામેં) હકે પીવે નહિં, તેમજ જામના રૂબરૂ બીજા કેઇપણ પુરૂષે કે પીવે નહિ”
ઉપર પ્રમાણે જામશ્રી રાવળજીએ હાથમાં પાણી લઇ પ્રતિજ્ઞા કરી, હેકાનું વ્યસન છોડવું. તે અદ્યાપિ પર્યત રાવળજામની ગાદી ઉપર જે જે જામશ્રી બીરાજ્યા તેણે પણ તે પ્રતિજ્ઞાનું બરાબર પાલન કરેલ છે, એટલે તે પછીના કેઈ પણ જામસાહેબે હેકે પીધેલ નથી તેમજ તેમના રૂબરૂ જ હાલ પણ કઇ પુરૂષ હોકે પી શકતો નથી.
જામશ્રી રાવળજીનું અવસાન ૯ (વિ. સં. ૧૬૧૮ ના કાર્તિક સુદ ૧૧ દેવદિવાળી) - દસેરાને દહાડે સમીપૂજન કરી આવ્યા પછી બીજે દિવસે સખત વાવાઝોડા સાથે માવઠું (વરસાદ) થયું, અને ઉપરવાસથી એકદમ ઘોડાપુર આવતા રંગમતી અને નાગમતીના સંગમે પાણી (પુર) દરીઆના જેમ ભરાણું, તેમજ સામી બાજુથી પણ ખારે ભરાતાં દરીઓ, અને નદીએ એકરૂપે થતાં મહાસાગર જેવો દેખાવ થયે, કેટલાક હજુરીઆઓએ એ રમણીય દેખાવ મેડી ઉપરની અગાસીએ ચઢીને જેવા, (જામરાવળજીને)લલચાવ્યા, માતાજીએ “મારા ઝુંડ તરફ ઉત્તર દિશામાં એક વર્ષ સુધી, ન આવવા ને તે તરફ ન જેવા, વચન કહેલ” તે કેઈને યાદ ન આવ્યું, હજુ નવરાત્રીના દિવસે ગઇ કાલે જ પુરા થયા હતા, અને તે વાતને હજી પુરા બારમાસ પણ નહેતા થયા, પણ વિનાશકાળે કંઈ સુજતું નથી, તેથી જામશ્રી રાવળજીએ મેડીની ઉંચી અગાસીએ ચઢી, પોતાના સુરસામતો સાથે વરસાદ વરસી રહ્યા પછીનો અપૂર્વ દેખાવ, (સૃષ્ટી સૌંદર્યને) જે, તેમજ ઉત્તરદિશામાં નદીઓ અને દરીઆના સંગમથી અપૂર્વ પાણીવાળો પ્રદેશ જે જોત જોતામાં તે “ખારા માં આઘે આઘે પિતે એક અગ્નિની જવાળા પાણી, ઉપર બળતી જોઈ.
A * મરહુમ–મહારાજ જામશ્રી રણજીતસિંહજી સાહેબે પણ એક દિવસ પોતાના બંગલા આગળની જાળીવાળી હજુરીઆ લાઇનમાં રાજથળીના બારોટ નથુભાઈ બાલીઆની ઓરડીની ઓસરીમાં હેકે છે, અને તેથી તે હકો પોતાના રૂબરૂ ત્યાંથી લેવરાવી ઉડાવી નાંખેલ હતો. આ વાત ઇતિહાસકારને નથુબાલીએ તેિજ કહેલ હતી, તેમજ તેઓ કહેતા હતા કે. હવે અમો “ક” પી, અને ઓરડીમાંજ રાખીએ છીએ, તે દિવસ ઉતાવળમાં ભુલથી ઓસરીમાં રહી ગયેલ હતો, તેથી જામસાહેબ બાપુએ બહાર લતાં ટેલતાં જોયેલે, અને તે મંગાવી ફડાવી નંખાવ્યો, ને તે હકે નથુ બારોટને હતો તેવું પાછળથી જણાતાં તે જરા તેના બદલામાં નથુ બારોટને રૂા. ૨૫) પચીસ જામસાહેબે આપ્યા હતા.