________________
'૧૮૨ શ્રીયદુવંશપ્રકાશ
(પ્રથમખંડ) है. ते आ घरनी छे पाछली गाधी लालजीना घर छे ए घरनुं पाणी गाधी लालजीना घर आगली नीशरे छे. उत्तर दिशे बीजो करो छे ते करेकरो मेता रोहीदासवें घर छे करो मजमुं छे ए धरती आकाश पाताल नव निधान चौद रतनसुं वैची छे अमे पुत्रपुत्रादिक शंघवी जीवा कुंवरजीने आपी अमारा वंशनो कोए शंघ जीवासुं दावो न करे अमे खुशी थइ घर वेंचु छे. १ अत्र मतुं
१ अत्र शाखि १ भट गोवर्धन माधव मतु १ हाआ हरजी सुत नीलकंठ
१ शवजी गोवरधन शाखि १ भट कहानजीनी शाष
જામશાહી કેરીનું ચલણ બંધ થયા બાબતમાં રા. રા. દ્વારકાદાસ લાલજી બી. એ. એલ. એલ. બી. પિતાને મત (સમાજ સેવકનાં જામનગરી અંકમાં પૃષ્ટ ઉમે) નીચે મુજબ દર્શાવે છે, કે- “આ કેરીનું ચલણ જ્યાં સુધી આપણા રાજ્યમાં હતું ત્યાંસુધી રિદ્ધિ સિદ્ધિ ઘણીજ માલમ પડતી હતી, હુંડી માંડીના ફેરફારમાં ઘણું વેપારીઓ સારી પેદાશ કરી શકતા હતા, એક જામનગર શહેરમાં જ ૫૦ કરતાં વધુ શરાફી પેઢી બ હતી, તેમાં મેતા સારાભાઈ દેવજી વાળી શંકરછશેઠવાળી અને ઠક્કર દેવા ભાણજીની પેઢીઓ અગ્રેસર હતી, એ વખતની વેપારની આબાદીની એક બીજી સાબીતી છે કે- જામશ્રી વિભાજીના સ્વર્ગવાસ સુધીમાં રાજ્યને નાણુની જરૂર પડતી તે બહારથી કોઈ વખત પણ લેન લેવામાં આવતી નહિં, પરંતુ રાજ્યને જરૂર પડતી ત્યારે લાખો કેરીની લેન અહિંના શરાફે પુરી પાડતા હતા. અને એ શરાફેના પેટામાં બીજા અન્ય પ્રજાજનો પણ રાજ્યને પૈસો આ રાજ્યમાંજ રાજા તરફથી પ્રજાને અને પ્રજા તરફથી રાજાને મળવાની જે અંતર્ગત હીલચાલ (Circulation) થતી હતી અને તેથી રાજા પ્રજા બન્ને આબાદ રહેતા તે રૂઢી હાલ બંધ થઈ છે. આ કેરીનું ચલણ આપણું કેઇપણ રાજ્યકર્તાઓ બંધ કરેલ નથી, પણ રાજાની સગિર અવસ્થામાં (એટલે Minority Administration)ના વખતમાં બ્રિટીશ સરકારના પ્રતિનિધિએ કરેલ છે, તે એ બંધ થવાથી આ રાજ્યને પોતાના સિકકાથી જે લાભ થતો હતો તે બંધ થએલ છે. કદાચ એવો સવાલ પુછવામાં આવે કે એ સિકકે બંધ થવાથી નુકશાન શાનું? તો તેનો જવાબ એટલે જ કે હાલ સરકારી રૂપીઓ જે આપણે ત્યાં ચાલે છે. તેમાં સોળ આનાની કિંમતની ચાંદી પડતી નથી, આસરે અગિઆર આનાની કિંમતની ચાંદી પડે છે, પણ સરકાર તેને સોળ આના તરીકે ચલાવે છે એટલે સરકારને ટંકશાળમાં પડતા દરેક રૂપિઆ પાછળ પાંચ આના જેટલો નફો રહે છે. અલબત તેમાંથી સિકકા પાડવાનું ખર્ચ બાદ કરવાનું હોય છે પણ તે પ્રમાણમાં બહુજ જુજ હોય છે.