________________
શ્રીયદુવંશપ્રકાશ (પ્રથમખંડ) ગુજરાતના બાદશાહ ત્રીજા મુજફરના રૂપીઆના સિક્કા સાથે પોતે પાડેલા કેરી” નામના સિક્કાને એક કિનખાબની કેથળીમાં પેક કરી બાદશાહ હજુર કર્યો. અને એ પત્ર સાથે લખી મોક કે અન્ય રાજપૂત જેમ પોતાની કન્યાઓ બાદશાહને આપે છે. તેમ હ આ મારે કુંવરી નામને સિકકે બાદશાહના રૂપિઆ વેરે પરણાવી મોકલું છું” બાદશાહ મૂજફર આ હકીકતથી ઘણેજ ખુશી થયો અને એ સિકકે ચલાવવાની પરવાનગી આપી એ ઉપરથી જામશ્રી સતાજીએ જામનગરમાં ટંકશાળ ખોલી પિતાને સિકકો જે મૂળ “કુંવરી” કહેવાતે હતો તે ચાલુ કર્યો અને પાછળથી તે શબ્દને અપભ્રંશ થઇ તે સિકકાનું નામ “કેરી” પાડયું, (આ સિકે વિ. સં. ૧૬૨૬ના અરસામાં શરૂ થયો હતે.) કાઠીઆવાડમાંના કેરી સંજ્ઞાવાળા સિકાઓમાં જામશાહી કેરી સહુથી વધારે બહેળો ફેલાવો ધરાવતી હતી, તે છેક અમદાવાદના નાકા સુધી વ્યવહાર વેપારના ઉપયોગમાં આવતી હતી મચ્છુકાંઠે, ઝાલાવાડ, છે ગેહિલવાડ તથા તેની પાડશાના પ્રદેશેમાં તે તેજ સિકે સર્વ માન્ય હતો. દિવાનશાહી અને રાણાશાહી કરીએ તો માત્ર જુનાગઢ અને પોરબંદરના પ્રદેશમાં ચાલુ હતી તેમજ ત્યાં પણ બહારના મુલકની સાથેના વહેવારમાં તથા હડી હવાલાના કામમાં જામશાહી કેરી વ૫રાતી હતી એની સાબીતીમાં વિ. સં. ૧૭૦૭માં પાલીતાણા દરબારશ્રી અને જૈને વચ્ચે થએલા શેત્રુંજયના કરારમાં જે રોકડ રકમની આપ લે કરવાનું ઠરા
વ્યું છે તે “જામશાહી કેરીમાં જ કરવાની છે,” એમ સ્પષ્ટ જણાવેલ છે. તેમજ રિબંદર સ્ટેટમાં પણ જામશાહી કરી વધુ પ્રમાસમાં ચાલતી તે વિક્રમ સંવત ૧૭૯૯ ની સાલના લેખથી જણાશે જેની અસલ ઉપરથી અક્ષરે અક્ષર નકલ આ નીચે કરેલી છે.
लेखनी नकल
उर्दु सिक्को
उर्दु सिक्को
उर्दु सिक्को
संवत् १७०९ वर्षे आसु सुदि ३ बुधे आदि श्री पोरबंदिर मध्ये विजेराज पातशाहा श्री ७ साहाजाहान, राज्ये तस्य अमाईत, शरकार सोरठ नवाब श्रीआले तस्य थाणे, ठकुर श्री फरशराम दीवानी, मेता श्री भगवानदास चोथ जेटवा थी श्री विकमायतजी पंच कुल प्रवर्तमाने यथायत विक्रे अक्षराणि लखितं यत घर भेणि १ खंड ३ त्रणि ते पाछली छीतरी आगली खडकीए घर जोशी गोबरधन माधव