________________
૧૭૬
શ્રીયદુવંશપ્રકાશ (પ્રથમખંડ) रावळरो भारो कुंवर, जांबुडे वस जेह ॥ बारांगाम बखाणीआ, भारांणी भांखेह ॥ ५॥ रावळ सरग सधाविआ, साहेब जोत समाय॥
भाग जोग विभातणे, आयो तखत उपाय ॥६॥ અર્થ–જામરાવળજીની દાહ ક્રિયા કરી સહુ નાહી ધોઇ પાછા વળી દર વાજા નજીક આવતા કિલ્લા ઉપરથી બંદુકેના અવાજ થવા. લાગ્યા, તે વખતે બહાર ઉભા ઉભા લાખાજીએ કહ્યું કે “તમે ગાળીઓના ઘા કેની ઉપર કરે છે?” અંદરથી જવાબ મળ્યો કે “આ શહેરના ધણું જામવિભાજી છે. તમે તમારી ખુશી પડે ત્યાં જાઓ યાદ કર્યા વગર કેમ આવ્યા લાખાજીની સાથેના અમીર ઉમરાઓ હતા. તેઓને પણ કહ્યું કે જામસાહેબ તમોને યાદ કરે ત્યારે આવજે. ત્યાં સુધીમાં તમારી ખુશી પડે ત્યાં જઇ રહો, આવો બનાવ જોઇ મહાક્રોધ કરી જશાહરધોળાણું બોલ્યા કે “પાટવી કુંવર લાખાજી બેઠા રહે, અને ફટાયે વિલેજ ગાદી ભોગવે એ મહેટો અનર્થ કહેવાય” આવાં વચન કહી, લાખાજીને કહ્યું કે જ્યાં તમે રહેશે ત્યાં નગરની રાજ્યપાની જાણવી કાંઈ ફીકર રાખમાં ” આવું કહી જશાએ લાખાજીને સવ સહિત ખીલોસમાં રાખ્યા, અને અરધું નગર ઉચાળા ભરીને તેમની સાથે ગયું તેપણુ પાછળથી. જલાખાજીના કુંવરને બાર ગામથી ખીલોસ રહ્યું, ટીલાથી ટળેલા તેના વંશના લાખાણી કેવાણું. ત્રીજા કુંવર ભારાઇને બાર ગામથી જાંબુડુ આપ્યું, તેના વંશના ભારાણું કહેવાયું, આવી રીતે રાવળજી સ્વર્ગે સીધાવ્યા પછી ભાઈઓને ગરાશ આપી ભાગ્યશાળી વિભેજી નગરની ગાદીએ શોભવા લાગ્યા.
જામ વિભાજીના અવસાન પછી એવો પ્રબંધ થયો સાંભળ્યો છે કે પાટવી કુમારને રાજ્યતિલક કર્યા પછીજ સબને અગ્નિ સંસ્કારની ક્રિયા થાય કેમકે જામરાવળજીના મૃત્યુ પછી લાખાજીને રાજ્યાભિષેક નહિ થતાં જામવિભાજી દગાથી ગાદીએ બેઠા, માટે ભવિષ્યમાં ફરી તેમ ન થાય તેટલા માટે એવો પ્રબંધ કર્યો કે, પાટવી કુમારને રાજ્યતિલકની ક્રિયા કર્યા પછીજ દરબારમાંથી પાલખી ઉપડે. - લાખાજી ટીલેથી ટળ્યા ત્યાર પછી તેના ભાઈ હરભમજી અને શુમરાજીએ મળી ઘણું વર્ષ બહારવટું કર્યું તેમજ લાખાજીના પાટવી પુત્રનાં લગ્ન પણ બહારવટામાંજ કર્યા લાખાજીના વંશજે જે લાખાણી કહેવાય છે તેના લગ્નપ્રસંગમાં ઘરને આંગણે માંડવો નહિ રપતાં બહાર સરીયામ રસ્તા ઉપર (કાઈ કહે છે કે ઉકરડા ઉપર) લગ્ન વિધિ થાય છે બહારવટા પછી તેઓને ખીલેસનાં બાર ગામે મળ્યાં હતાં લાખાજીના નાનાભાઈ હરભમજીને લાવડીયું, ચભાડા આદિ ગામોનો ગરાસ મળ્યો હતો. એ કુમારશ્રી હરભમજીની ત્રીજી પેઢીએ મંડળીકજી થએલ તેમના રજી તથા ભીમજી એ બે કુંવરો હતા. રવાજીના વંશજો હાલ લાવડીમાં છે. અને ભીમજીના વંશજો ભૂતકાળમાં ચભાડા ગામ ઉજડ થતાં ઘણા વરસોથી