________________
૧૭૪
શ્રીયદુવંશપ્રકાશ (પ્રથમખંડ) ચાલી, એ વખતે જોશે લાડકે (વછરે) વિભાજીને એવી સલાહ આપી જે “તમારે પાલખીને કાંધ દેવી નહિં, તેમ સ્મશાને પણ જવું નહિં, પેટપીડાનો મસ કરી ઘેર રહી શુભ વાર ઘડી મુહુર્ત આ૫ તખ્ત ઉપર બીરાજમાન થશે, ” તે પછી જેશાવરને મતમાની, કડે ઢાંગ કરી, પેટમાં દુખવાનું બાનું બતાવી વિભેજી ઘેર રહ્યા, કેટલીએક ભાગ્યશાળી રાણુઓને સત ચડવાથી, પોતાના પ્રિયપતી જામરાવળજીના સાથે અમરાપુરમાં આનંદ ભેગવવા, સતી થવા માટે ચાલી નીકળી ધન્ય છે! તે સતી સ્ત્રીઓને –
એ મુજબ જામશ્રી રાવળજીએ હાલાર ભૂમિનું ૫૦) પચાશ. વર્ષ રાજ્ય કરી જ બેંકડવાસ કર્યો.
દંતકથામાં કેટલાએક વાર્તાકારો કહે છે કે “નવીરાણી પરણી લાવતાં તેને હઠ કરી રાજમહેલની ઉત્તર તરફની બારી ખુલ્લી કરાવી હતી. અને જામરાવળે કામઈના ઝુંડ તરફ આંગળી ચીંધી જગ્યા બતાવી” તેથીજ અગ્નિ આંગળી ઉપર જાગી હતી.
જામશ્રી રાવળછની સમકાલીન હકીકત. * વિ. સં. ૧૫૭૯ માં હળવદના રાજા રણછને મલીકબખાને મારી નાખ્યા, એ પછી રાજમાનસિંહજી ગાદીએ આવ્યા અને પિતાનું વેર લેવા દસાડા ઉપર હુમલે કરી, મલીકબખાનને મારી નાખ્યા. આ ખબર અમદાવાદના બાદશાહને થતાં, ખાનખાનાનને હળવદ તરફ મોકલ્યો, તેને લડાઈ કરી, માનસિંહજીને હરાવ્યા, આ વખતે વીરમગામ પરગણું હળવદના તાબામાં હતું, રાજમાનસિંહજી હાર્યા પછી વિ. સં. ૧૫૮૦ માં પિતાના ભાયો અને રાજ કુટુંબ સાથે જામશ્રી રાવળજીને આશ્રયે આવી ઘણો વખત રહ્યા હતા, અને તે પછી કચ્છના રાવ ખેંગારજીને આશ્રયે જઈ રહેલ, પણ તેવી રીતે પરાધિન છંદગી ગાળવી, તે ઠીક નહિ લાગતાં, જનાનું તથા નાના કુમારો વિગેરે કેટલાકને જામરાવળજી આગળ તથા કેટલાકને ક માં રાવ ખેંગારજી આગળ રાખી, રાજમાનસિંહજી તથા અદાજી અને વરસાજી એ ત્રણે ભાઈઓ એ સાથે મળી બારવટું કરી, અમદાવાદનો મુલક લુંટવા માંડે, અને બાદશાહી પ્રજાને ત્રાહી ત્રાહી પિોકરાવી.
રાજમાનસિંહજીનાં ઓરમાન માતુશ્રી બીકાનેર મહારાજાના કુંવરી હતાં, ને તેઓની બહેન અમદાવાદના બાદશાહના જમાનામાં હતાં તેને માનસિંહજી બાદશાહને નમી જાયત રાજ્ય પાછું સંપાવા ભલામણ કરી, પરંતુ રાજમાનસિંહજીએ એ વાત સ્વિકારી નહિ.
એક વખત બહાદુરશાહ. અમદાવાદથી સેરઠ તરફ જતાં રસ્તામાં છાવણી નાખી પડયો હતો. રાત્રે શસ્ત્રથી સજ્જ થયેલા માનસિંહજી પહેરાગીરોની નજર ચૂકાવી, કોઈ યુકિતથી બાદશાહના તંબુમાં પહોંચી ગયા, અને બાદશાહને જગાડીને કહ્યું કે, “તમારાં પ્રાણ લેવા હોય તો અત્યારે કેણું રક્ષણ કરી શકે તેમ છે? પણ લાખોના પાલનહાર જાણી મારતો નથી, મને મારું રાજ પાછું આપો ? વિગેરે વચનોથી બાદશાહે ખુશી થઈ, તેનું