________________
જામનગરનો ઇતિહાસ.
(નવમી કળા) આ ઘોડાઓ લઈ ગયા છે તેથી ઉપરને દુહા કહેલ છે, વળી ચારણેના વિષે માતાજીએ એક બીજા દષ્ટાંતી દુહો કહેલ છે જે
दुहो-चारणने चकमक तणी. उझी न गणे आग ॥ .
યાદી તો સ્થા, સ્ત્રાને ઢાળ શીવ તાછા પ્રાચિન " અર્થ:–હે લાખાજીના સપુત જામરાવળજી ચારણ અને ચકમક (પત્થર)માં જે અગ્નિ રહ્યો છે તેને તુ (ઉઝી) એલાય (બુઝાઈ) ગયેલ માનજે માં એ બને વસ્તુ ઉપરથી ટાઢી (શીતળ) છે. છતાં પણ ત્યાગ કરવા યોગ્ય છે, કારણ કે તેનું *ઘર્ષણ થતાંજ તણખાં ઝરે છે.
ઉપરના દુહાએ બોલતાં બોલતાં તે વાકયે સાચા કરી બતાવવા કામમાતાએ પોતાને એક સ્તન કાપી તંબુમાં ફે, જામરાવળજીએ ભયંકર • બનાવથી તેની પાછલી બારીએથી બહાર નીકળી પિતાના ઘોડા ઉપર સ્વાર બઇ જમનગર તરફ એકલા રવાના થયા. જામશ્રાને એકલા જતા જોઇ સર્વ સૈન્ય તૈયાર થઈ પાછળ ચાલશું. અધી રાત્રી થતાં જામરાવળજી જામનગર પહેાંચી, રા આંગણમાં ઘોડે બંધાવી પોતાની મેડીએ ગયા. રાત્રે વાળુ કરેલું નહિં "હેવાથી રાણીજી રસેઇની તૈયાર કરવા લાગ્યા. અને રાવળ જામે કામઇના ઘેડાએ વિષેની સઘળી હકિકત રાણજી આગળ કહેવી શરૂ કરી, તેમાં “એક સ્તન કાપીને તંબુમાં ફે કર્યો. એ વાત કહેતાંજ મેડી ઉપર માતાજીના દર્શન થયા. અને બીજો સ્તન કાપીને લેહી છાંટે છે તેવો ભાસ થતાં, “અરે આતો અહિ આવી પહોંચ્યા!” એટલું કહી ઝપાટાબંધ મેડી નીચે ઉતરી જઇ પોતાને ઘોડે માગ્યો, ઘોડા આવતાં જ સ્વાર થઇ શહેર બહાર નીકળી ગયા. પિતાને ભય હતો કે “મને લેાહી છાંટશે, તેથી શહેર બહાર નીકળી વિચાર્યું કે “એવું નિર્ભય સ્થળ કયું છે કે હું જાઉં તે પાછળ ન આવી શકે?” એ વિચારમાંને વિચારમાં માતાજીની માફી માગવાને બદલે ઉલટું મલેચ્છ-પીર દાવલશાપીરની દરગાએ (આમરણ) પહેચવા સુઝયું દેડતે ઘોડે આખી રાત્રી ચાલી શામપર માધાપર વચ્ચે આવેલા એક વડતળે વિસામે ખાવા ઉતર્યા. જે પૃથ્વી પર પગ મે કે “તુરતજ તે વડલા તળે કામઈમાતાને ત્રારા સહિત જેયાને હમણાં જ લેહીને ખોબે ભરેલ છે તે છાંટશે એ ભાસ થતાંજ તુરતજ પાછા જોડેસ્વાર થઇ આમરણ તરફ ચાલ્યા એ વખતે એ પ્રદેશમાં પદાવલશા પીરને ઘણું પ્રભાવ હતો તેથી તેઓશ્રીએ તેની દરગાહ તરફ ઘોડો હાં. પરંતુ દાવલશાના મુજાવરે
+ દાવલશા પીર વિષેની હકિકત તૃતીય ખંડમાં આમરણ ગામના હેવાલમાં આપવામાં આવેલ છે.