________________
જામનગરનો ઇતિહાસ. એ. (નવમી કળા) ૧૫૯ તેવા ખબર સાંભળ્યા, એ વખતે કામઈ માતાજીને હજી તાવ ઉતર્યો ન હતો, પરંતુ ગાયો સીમમાંથી આવતાં તેને બાંધવા ઉઠવ્યા હતા, તેમાં એક ગાયનું નાનું વાછરડું ધાવવા માટે ઉતાવળું થઈને ભાંભરતું હોવાથી માતાજી ગાયને દોવા માટે તાંબડી તથા નેઝણું હાથમાં લઈ વાછડાને ધાવવા છોડયું, તેટલામાં તેનો પતિ તથા સાસુ વિગેરે ફળીમાં આવ્યાં. આવતાં જ ઠાણમાં ઘેાડીઓને ન ભાળતાં, માતાજી ઉપર તિરસ્કારનાં વચને બોલવા લાગ્યા. અને તેના પતિએ કામઈ માતાના હાથમાંથી નઝણું” ઝુંટી લઇ તે ઝણાને માર મારતાં મારતાં કચ્છી ભાષામાં કણ કાઢયું કે, “વન–જામજા–ઘરમેં–વે-કીં–ઘોડયું-ખણ અચ (જા, જામ સાહેબના ઘરમાં બેસ, નહિં તો ઘોડીઓ પાછી લઈ આવ) ઉપર મુજબ વચને કહી બાવડે ઝાલી ફળીઆ બહાર (કામઈ માતાને) કાઢી મેલ્યાં, તેમજ તેમના સાસુએ પણ ન સહન થાય તેવાં વચનબાણ માર્યા અને ફળીની ખડકી બંધ કરી દીધી. એથી કામઇ માતા રોતાં રેતાં ગામ બહાર આવ્યાં.
રાત્રિ પડવા આવી હતી, વળી ગામથી છાવણી જરા દૂર હતી. એથી સાથે કેઇને લઇ જવા ઇચ્છા થતાં ગામના ઝાંપા આગળ ઢંઢવાડા હોવાથી ત્યાં જઇ માતાએ એક દેહને બોલાવી સાથે લીધે તે હેઢ પીપળીઆને ન હતો પણ તે ગારાંભડી ગામને હતો. ને તે મેવાણ ગામે દરબારી વેઠે ગયો હતો. તે પાછા વળતાં પીપળીયું રસ્તામાં આવતાં ત્યાંના ઢેઢવાડામાં કે પીવા આવ્યો હતો. પરંતુ ત્યાંના તમામ હે સીમમાં લયણું કરવા ગયેલ હેવાથી હજી ઘરે આવ્યા નહેતા તેથી તે પોતાને ગામ ગારાંભડી, જવાને નીકળ્યો. ત્યાં માતાજીએ બોલાવતાં તે નજીકના ગામનો હોવથી તેમજ માતાજીને ઓળખતો હોવાથી તેની આજ્ઞા માની આગળ ચાલ્યો, ચાલતાં ચાલતાં માતાજી તે અત્યંજ ભાઈ સાથે જામસાહેબની છાવણીમાં આવ્યા. એ વખતે જામશ્રી રાવળજી છાવણીમાં તંબુ બહાર મશાલ સમયની કચેરી કરીને બેઠા હોવાથી છાવણીમાં આવનારને છેટેથી જોયાં, માથે કાળી ધાબળી ભાળી “ચારણ–દેવી” હશે એમ અનુમાન કર્યું ત્યાં ઘોડીઓ લાવનાર સરદારે માતાજીને ઓળખી ગયા. અને હજુરશ્રીને અરજ કરી કે આપણાથી ઘોડાં પાછા ન મોકલાયાં એથી આ બાઈને ધક્કો થયો, અને બાઈના પગલાં ક્રોધ ભર્યા છે. જામશ્રી પણ (બાઈ નજીક આવતાં તેની સ્થિતી જોઈ) વિમાસણમાં પડ્યા, અને બોલ્યા કે “બહુ બુરી થઈ પણ ત્યાં બેઠેલા ગારાંભડી વાળા તુંબેલ ચારણે વળી પાછા કામઇ સાથેની ઇર્ષાનો દાવ સાં છે અને બે કે (કચ્છી ભાષામાં) “બાવા અસાંજી જાત એડી આય ચે જે આંઈ ભાભી ચઈ કુછાંદા સે પારસી-૮-થી રદી” (ગુજરાતી ભાષામાં) બાપુ આપ મુંઝાઓમાં ને ભલે ગમે તેવા કોધમાં હશે તો પણ અમારી જાત એવી છે કે જે “ભાભી કહી બોલાવશે તે પિરસાઈને ઢગલે થઈ રહેશે, માટે આપ ભાભી કહે હું પણ ભાભી કહીશ આમ વાતો કરે છે તેટલામાં “કામઈ માતાજી તંબુ નજદીક આવ્યાં આવતાં જ પહેલાં તબેલે કહ્યું કે, “અચે ભાભી અચે ત્યાં વિનાશ