________________
શ્રીયદુવંશપ્રકાશ
(પ્રથમખંડ) તે મોટા રાજા છે, તે તેને પોસાય, કવિ કહે કે ગોમતી સ્નાન કરતી વખતે એ બધે વિચાર પ્રથમ કરવાને હતો, રાવળ જામતો ભલે મોટા રાજા છે, પણ રંગ છે, અમારા મુળીના ધણીને કે, હજી કવિઓને બાજરાનાં ગાડાંઓ ભરી આપી, પિતાની લીધેલી પ્રતિજ્ઞા પાળે છે, એટલું જ નહિ, પણ ચારણે ઉપર અનહદ પ્રીતિ રાખે છે, અને ચારણના મોઢામાંથી પડતાં વેંણ ઝીલે છે, એટલે ચારણે જે મેથી માગે તે આપે છે એવા સત્યવાદી છે. તે આપ ગુજરાનાથ થઈને, આવું હીણું કેમ ભાંખો છે? કેટલાભવ જીવવું છે? કેને કહ્યું હતું, કે ગમતી કાંઠે પ્રતિજ્ઞા લીઓ? રંગ છે, રાવળ જામને, અને રંગ છે શેશાજી પરમાર મુળીના ધણીને કે હજી લીધેલી ટેક (પ્રતિજ્ઞા) પાળે છે! “બાપ ઘડીક તે શંશાજી પરમાર થાવ.”
ઉપર મુજબ સત્યવક્તા કવિએ દાતારાની તારીફ વધુ પ્રમાણમાં કરી નાખી, આ હકીકત સાંભળી, રાજમાનસિંહજી જરા શરમીદા થયા, પણ સમય સુચકતા વાપરી, તે ગઢવી (કવિ) તથા શૈશાજીનું કાસળ કાઢવાનો, ઉપાય રચી બોલ્યા કે. “કવિરાજ સતવાદીને તે જમાનો જતો રહ્યો, આ કળીયુગમાં કેઇ રાજા એ ન હોય કે, કવિઓને મેઢે માગ્યું, દાન આપે! તમે શેશાજીને બહુ વખાણે નહિં અમારા દીહેલભાળેલ છે.”
કવિરાજ કહે, “હા, બા, હા, હજી” કેકેકાનારા હેલો ભાંખે હમીરીઆ એ કહેવત પ્રમાણે હજી મુળીને ધણું મારે પારકર પરમાર રાજા પિતાની ટેક જાળવે છે અને માગ્યાં દાન આપે છે.”
કવિએ જરા પિતાના ધણીની વધુ તારીફ કરી, અને રાજમાનસિંહજીએ પિતાનો પાસે ફેંક કે- રાજસાહેબ કહે “કવિરાજ માગ્યું દાન આપતા હોય તેની ખાત્રી કરાવા તમે મુળીએ જાવ અને “કરમદાં” નું એક ગાડું અહિં આઠ દિવસના અંદર મને લાવી આપ;”
કવિ તુરતજ મુળી જાય છે અને બધી હકીકત ઠાકરથી સાંજી આગળ રજુ કરે છે અને ગાડું એક “કરમદાંની માગણી કરે છે.
જેવું જામરાવળજીને જડેશ્વર મહાદેવનું ઇષ્ટ હતું તેવુંજ સાંજી પરમારને તેના કુળદેવ “માંડવરાયજી; (માતડરાય-સૂર્યનારાયણ)નું ઇષ્ટ હતું; રાત્રે સ્વપ્રમાં માંડવરાયજીએ ઠાકરથી સેંસાંજીને કહ્યું કે “સૂર્યોદય સમયે ભેગાવામાં કરમદાં” નું ગાડું આવશે તે ગઢવીને દેજે” એ પ્રમાણે સવારમાં ગાડું ભેગાવામાં આવતાં કવિને બોલાવી દાનમાં આવ્યું તે લઇ અઠવાડીઆ પહેલાં હળવદમાં જઈ કવિએ રાજ માનસિંહજીના દરબારમાં ગાડું ઉતાર્થ, રાજા માનસિંહજી ચકીત થયા કે. આ વસ્તુ ઠેઠ ગુજરાતમાં નીપજે, વળી હાલ તેની મોસમ પણ નથી, છતાં આવાં પાકલ કરમદાં તેને ક્યાંથી મેળવ્યાં હશે? એ ઘણે ઘણે વિચાર કર્યો.