________________
-જામનગરને ઇતિહાસ. (નવમી કળા) ૧૫૩ આ જામશ્રી રાવળજીએ શીતળાનું કાલાવડ આ
મેળવ્યું તે હકીકત, જામશ્રી રાવળજીને એક રાત્રે સ્વમમાં શીતળામાતાએ આવી કહ્યું કે, હું તને કાલાવડ આપું છું. તું ત્યાં આવ” એ વિષે પુરાતની કાવ્ય છે કેकुंडलीओ-शोणे आवी शीतळा, जोग रावळ जाम ॥
अण वखते आपां तुने, गड कालावड गाम ॥ गढ कालावड गाम, थीरकर आपां थाने ॥ मुं सेर्या मरडाइ; म्लेच्छ मांजरीओ माने । जलदी आवे जाम, जर को छु जग जोणे ॥
ના સાવઝ નામ, શીતા આવી શોને ? . (પુરાતની) એ વખતે કાળાવડમાં કાળા માંજરીઆ (કાઠી) ના વંશમાં લાખો માંજરીઓ રાજ કરતો હતો તેને ભાઈ વીરમ માંજરીઓ કાલાવડથી બે માઇલ ઉપર દક્ષિણમાં આવેલ કેટડા નામના ગામમાં રહેતો હતો. એ કેટડા ગામને પાદર એક “આશાબાપીરની દરગાહ હતી, તેના ઉપર વીરમમાંજરીઆને ઘણુજ આસ્થા હતી. તેમજ તે પીરના મુજાવર ફકીરને તે ગુરૂ તરીકે માનતો હતો એ મુજાવરના ઉપદેશથી વીરમ માંજરીઆને તથા તેના ભાઇ લાખામાંજરીઓને તથા લાખાના પાટવીપુત્ર દેવાયત માંજરીઆને એ “આશાબાપીર” ઉપર સંપૂર્ણ શ્રદ્ધા બેસવાથી પોતાની કુળદેવી શીતળામાતા”ની જોઈએ તેવી પુજા વિગેરેની રીત જળવાતી નહી, એટલું જ નહિ પણ શીતળાનું, ખળે માથું નીકળતું તે બંધ કરી, પીરનું માથું, એ ફકીરના ઉપદેશથી નીકળવા લાગ્યું, આજીવીકા બંધ થવાથી પુજારીએ શીતળાની સેવાપુજા છેડી આપી, તેથી શીતળા ત્રણ દિવસ અપૂજ રહ્યા હતા, છેલી રાત્રે શીતળા રાવળજામના શેાણામાં આવ્યાં, અને કહ્યું કે, “મારા સેવકે માંજરીઆ કાઠીઓ હવે, (પીર)ને માને છે. તેથી મારી પુજા પણ થતી નથી, જેથી તમે ત્યાં આવે અને માંજરીઓને ત્યાંથી કાઢે, હું તમારા ઉપર પ્રસન્ન છું, અને એ કાળાકાઠીને ગઢ (કાલાવડ) તમને થીર કરી આપીશ.”
સવાર પડતાં રાવળજીએ ઉપરના સેણ વિષે કંઈપણ નિશ્ચય કર્યો નહિં, એથી માતાજીએ ગુસ્સે થઈ, બીજે દિવસે જામરાવળજીના પાટવી કુમારશ્રી યાજીના શરીરમાં વાસ કર્યો
મોટી ઉમરે યાજને શીતળા નીકળવાથી અસહ્ય પીડા થવા લાગી,