________________
૧૨૪
શ્રીયદુવંશપ્રકાશ ( પ્રથમખંડ )
મીઠેઇના પાધરનું મહાન યુદ્ધ જામશ્રી રાવળજીએ જામનગર વસાવ્યા પછી નૌદશ વર્ષે સૌરાષ્ટ ભુમીમાં રહેતા, જેઠવા, વાળા અને વાઢેર રાજાઓએ એકત્ર થઈ, નક્કી કર્યું કે જામરાવળજીએ દાતમાચીને હરઘમાળ ચાવડાને અને નાગ જેઠવા વગેરેને મારી તેનાં રાજ લઈ લીધાં હવે જે આપણે એકત્ર થઈ કંઈ ઉપાય નહિં કરીએ તો આપણું પણ એજ દશા છે, માટે આપણે પૃથ્વી અને ઇજત રાખવા સારૂં આપણે તો, અને બીજા હથીયારે વિગેરેની તૈયારી કરીએ. આમ મુંગે મોઢે બેસી રહેવામાં માલ નથી, આ વિચાર કરી તેઓ સહુ એકમત થતાં પિતાના સગાસંબંધીએમાં સાંઠીઓ ફેરવી ખબર મોકલ્યા કે “જેનાથી જેટલી જ તૈયાર થાય, તેટલી લઈને અહીં ધરતી દબાવતા આવતા જાડેજાની સામે લડવા મદદ કરવા આવે.
ઉપરના સમાચારથી વાળા, જેઠવા, વાઢેર, ચહુવાણ, પરમાર, ઝાલા વાઘેલા ગોહેલ, કાઠી. તથા જુનાગઢને ઘેરી વગેરે, પોતપોતાનાં સે લઈ, જામરાવળજી સામે ચડી આવ્યા, એ ચતરંગી કેજમાં બાંણ, જબુરા, સત્રનાળે, અને તોપ વગેરે ભયંકર, અસ્ત્ર, શસ્ત્રો હતાં, તેમાં મોટી તપને સી દૂર ચડાવી રેકડાઓમાં બળદો જેડી. નિશાન ચુકે નહી તેવા “ગાલમદારે ને તોપ પર બેસાડી ચાલતાં ચાલતાં મીઠાઇને પાધર એ જે પડાવ નાખે.
જામશ્રી રાવળજીના સાંભળવામાં આવ્યું કે “દેદાતમાચી હરઘમાળ ચાવડા અને નાગ જેડવા નું વેર અમારે લેવું છે. એટલું જ નહી પરંતુ જામરાવળની સવ માલ મીલકત, લુંટી ખાટી, તેને આ ભુમીમાંથી તગડી મેલવા છે. ” આમ દુશમનો બોલે છે, ઊપરના ખબર સાંભળતાં જ જામરાવળજી અત્યંત ક્રોધ કરી બોલ્યા કે “આ પૃથ્વી તે મને જગદંબાએ આગળથી જ દીધી છે, તેથી શત્રુની સેના કાળને કેલીઓ થઈ આવી છે. મારા મનમાં આ પૃથ્વી ધીમે ધીમે લેવાને ઇરાદા હતો પણ શત્રુઓ તુરતજ દેવા આવ્યા તે ઠીક છે”
એમ કહી પોતાના થાણાના માણસોને તમામ સ્થળેથી તુરતજ બોલાવી એકઠા કર્યા. તેમજ સગા સંબંધીઓમાં પણ સાંઢડી સ્વારો માછલી, તમામને સખાતે તેડાવ્યા, તેમાં ભૂદેસરના અજાજીએ જાતે નહીં આવતાં પોતાના કુંવર મહેરામણજીને લડાયક માણસે સાથે મદદે મોકલ્યા, મહેરામણજીએ આવી જામરાવળજીની સલામ કરી, જામે તેની નાની ઉંમર જોઇ, મશકરી કરી કે “તમારા બાપુ કેમ ન આવ્યા? ને તમોને મોકલ્યા? આંઈ માશીને ધાવવું નથી, આતો લડાઈના મામલા છે એટલું કહી તેઓના ઊતારાની ગોઠવણ કરાવી, કુમારશ્રી મહેરામણજી ઘણુજ બુદ્ધિશાળી હતા. તેથી તેણે સામે જવાબ આપવા મર્યાદા ઓળંગી નહીં. પરંતુ સમય આવ્યે આપણે આપણું વટ જાળવી, હાથ બતા