________________
જામનગરને ઇતિહાસ. (અષ્ટમી કW) ૧૪૩ બે, નાના ચારણ બાળકોને ઉપર અધે દુહે યાદ કરાવી બાકીની કડી, યાદ કરી શીખી લાવવાની ભલામણ કરી, તુરત તેના સાથે મળી જવાનું કહી, રવાના કર્યા, તેણે દ્વારિકા જઈ આપેલી નિશાની ઉપરથી બળધા ગેધાને ઓળખી કાઢી તેના પાછળ ફરવા લાગ્યા, ગોમતીજીમાં સ્નાન કરતી વેળા ગોરે કહ્યું કે “કંઈ અધુરે સંક૯૫ હોય તે પુરે કર પછી સ્નાન કરવું” તે ઉપરથી તેણે ઉપરને દુહે પૂર્ણ કર્યો, અને તે બોલ્યા કે
| દો . अधर गयण वळंभ रही, कव चडीया तो खार ॥ (તૈ) ઉતા ઝરવપીર, રા; મૌન રારથી માર છે ? ..
એમ કહી જે ગોમતી મયા કહી સ્નાન કરવા લાગ્યા, ઉપરના બંને ચારણું બાળકેએ ઉતરાર્ધની કડી બરાબર યાદ રાખી ગોખી લીધી, અને જામનગર આવી, પિતાના વડીલોને સંભળાવી, અને તે બરાબર બંધ બેસતી કડી મળતાં તેઓ સહુ ઘણુજ ખુશી થયા, અને તુરતજ જામશ્રી રાવળજી આગળ જઈ, તે દેહે પૂર્ણ લખી બતાવ્યું આ ઉપરથી જામશ્રી પણ ઘણાજ ખુશી થયા, થોડા દિવસે વીતતાં તે ચારણ (બળધા ગેધા) જામનગર આવ્યો. અને કચેરીમાં આવી તે દુહ પૂર્ણ બલવાની ઉઘરાણું કરી કે તુરતજ એક કવિએ તે દુહો પૂર્ણ બલી બતાવ્યો. - દુહો સાંભળી તે બોલ્યો કે “આ ઉતરાધ તે મારૂંજ બનાવેલ બેલાય છે, આ વાતમાં ભેદ છે. મને કંઈ સમજણ પડતી નથી, પણ એટલું નકી કહું છું કે ઉપર દુહા અક્ષરે અક્ષર મારે બનાવેલું છે, એ સાંભળી સર્વ કચેરી મંડળે તેની વાતને હસી કાઢી, અને આવી ન મનાય તેવી વાત કહે છે તેમ કહી કેટલીક ઊડાનબાજી ચલાવી, એ જોઇ તે ઘણેજ ઉદાશ થયો. આ બનાવ સાંભળી જામરાવળજી પણ કંઇક વીમાસણમાં પડયા, ખરૂં શું હશે! તેને વિચાર કરવા લાગ્યા, ચારણે સરસ્વતિને સંભારી કહ્યું કે “હે દેવી તુ મને જુઠા પાડચમાં તારા પ્રતાપે, આવી દેહની આકૃતી છે તોપણ સર્વત્ર પુજાઉં છું. તો હે જગદંબા એકવાર મને સાચો ઠરાવ, આમ પોકાર કરતો ચાલવા લાગ્યું, એટલે જામરાવળજીએ તેને અતી આગ્રહ કરી રેકી ઉતારે આવે, અને કચેરી બરખાસ્ત થતાં જામશ્રી દરબારમાં પધાર્યા
જામશ્રી રાવળજી જમાનામાં માનીતી રાણીને મહેલે પધાર્યા, તે વખતે રાણીજીએ પિતાનું માથું, ધોયેલું હતું, તેથી તેને સુકવવા માટે ઝરૃખાની બારી પાસેના પલંગ ઉપર સુઈ માથાના વાળ, ઓશીકા ઉપરથી પલંગ નીચે લટકતા રાખી, સુકવતાં હતાં, સુકવતાં સુકવતાં પાસેના ઝરૂખાની ઠંડી હવા આવતાં નિદ્રા આવી ગઈ. ત્યાં રાવળ જામ ઓચીતા પધાર્યા, અને ત્યાં તેણે એક આનંદ દાયક નીચેને બનાવ જોયે,