________________
૧૪૮ શ્રીયદુવંશપ્રકાશ
(પ્રથમખંડ) માન્ય નહિ, છેવટ જશવંત ગઢવીએ નિશ્ચય કર્યો કે, “ આ મહાદેવજી ઉપર કમળ પુજા ખાવી પરંતુ તે વખતે તેને સ્મરણ થયું કે, જામશ્રી રાવળજીએ મને વચન માગવા કહ્યું છે.
આ યોગ્ય સમય છે. અને વાઘેલાએ મદાંધ થયા છે, વળી સેંકડા ચારછે એ આ ભૂમિ ઉપર લેહી છાપ્યું છે. તે આ ભૂમિ ઉપર મીઠું વવરાવી, વાઘેલાઓની આંહીથી જડ કાઢવી જોઇએ, કેમકે તેને તેને ક્ષત્રિ ધર્મ ખે છે, માટે જામશ્રી રાવળજી વિના તે કામ બીજાથી પાર પડશે નહિં, તેમ વિચારી એક કાવ્ય, મહાદેવની ડેરીમાં બેસી બનાવ્યું, તે નીચેનું કાવ્ય છે
जग जेठ राबळ लखेजाया; मुडस माझी मेर ।। ऊथाप थाणो नाख अळगी, गेहडी गोडेर ॥१॥ माळीए बेसाड मरघा, ठोर कर इण ठाम ॥ જ રી” તો દા, નવદિ વસ્ત્રનામ | ૨ | अमनमा लाखा आय उनड; वहां जेही वार | मेकरण पडघा सोत माये, मार चारण मार ॥३॥ हेथाट कटकां मेळ हाला; हठी दाखव हाथ ।।
नीपडांची नवड नायक, राव मूण रघुनाथ ॥ ४ ॥ અર્થ–જગતમાં સર્વથી મોટા લાખાજીના કુંવર શુરવીરેના શિમણું, મારી અરજી સાંભળી ગિડીને ઉથાપીને ધુળધાણી કરી નાખ, એની મેડીએ તથા મહેલાતને ઠેકાણે હરણના અખાડાઓ બનાવી ગેડી’ નું નામ નિશાન ઉખેડી નાખ, હે હાલાજીના કુળમાં ઉત્પન્ન થયેલ, રાવળ જામ તું “ગડીને પાયમાલ કરી તેની જડ કાઢી નાખ, તારાં પરાક્રમો તો અભયા નક્ષત્રમાં જન્મેલા લાખાફલાણુના અને જામ ઉનડજીનાં જેવાં છે, તે મોટા જામે જેમ ચારણેની વાર કરી હતી તેમ આ મારી અરજી સાંભળી, મેકરણ વાઘેલ કે જે ચારણેને માર છે. તેને તેના વંશ વિસ્તાર સહિત મારવા ચારણની વારે ચડજે, હે જામરાવળજી (હે થાટ) ઘેડાંઓના તથા (ટકા) શૂરવીરેને સમુદાય મેળ) સહિત ચઢીને એ મારા શત્રુઓને તારા હાથ દેખાડજે, તારા આગળના વચન પ્રમાણે ક્ષત્રીવટની ટેક સાંચવી, ચારણની રાવ, (અરજ) સાંભળી હે (રઘુનાથ) રામરૂપ જામ મારી વારે ચડજે.
ઉપરની મતલબવાળું “અરજીયું ગીત લખી પિતાના ભાણેજને તે કાગળ જામરાવળજીને આપવા સાંતડી ઉપર ચડાવી જામનગર તરફ રવાના કર્યો, અને જસવંત ગઢવીએ બીજે દહાડે સર્વ ચારણેએ ત્રાગાં કરી ગામને ઝાંપે લેહી