________________
૧૪૬
શ્રીયદુવંશપ્રકાશ (પ્રથમખંડ)
શ્રી નવમી કળા પ્રારંભઃ છે :: ગેડી ન વસવા દેવાની જામરાવળજીની પ્રતિજ્ઞા ::
દેગામ નામના ગામમાં મારૂ ચારણ જ્ઞાતિના મહેડશાખાના જશવંતગઢવી નામના મહાન વિદ્વાન ચારણ કવિ રહેતા હતા, તે કવિરાજને હળવદના રાજશ્રી માનસિંહજીએ લાખપશાવ બક્ષી “અજાચી વૃત ધારણ કરાવેલ હતું, (એ વૃત લીધા પછી તે કવિથી કે તેના વંશવારસોથી કેઇપણ બીજા રાજા મહારાજા પાસેથી કોઇપણ પ્રકારનું દાન લઇ શકાય નહી,) એ જશવંત ગઢવીની વૃદ્ધા અવસ્થા હતી, તેઓ મહા ભક્તરાજ હતા, તેથી તેમને દ્વારિકાની યાત્રા કરવા ઇચ્છા થઇ, અને દ્વારકા જઈ ગોમતી સ્નાન કરી રણછોડરાયનાં દર્શન કરી, ત્યાંથી વળતાં જામનગર જામશ્રી રાવળજીને મળવા માટે આવ્યા, (કહેવત છે કે.) दोहो-हालो जइए द्वारिकां, जीहां बसे घनशाम ॥
जातां जोइए जदुपति, वळतां रावळजाम ॥ १ ॥ એ પ્રમાણે જામનગરમાં આવી ખબર આપતાં જામશ્રીએ કવિરાજને પિતાની મુલાકાતે બોલાવ્યા, અને તેઓની કવિતાઓ અને વાતો સાંભળી, જામશ્રી રાવળજી ઘણુજ ખુશી થયા, કવિરાજ રજા માગે પણ જામસાહેબ રજા ન આપે આમ એક માસ વી ત્યારે કવિરાજે અતિ આગ્રહથી રજા માગી.
એ વખતે જામરાવળજીએ કવિને એક ગામ, એક હાથી, તથા કીંમતી પિશાક સાથે એક લાખ કેરી રેકડી આપી, લાખપશાવ આપવા લાગ્યા, ત્યારે કવિએ બે હાથ જોડી અરજ કરી કે “ આપશ્રી મહા નવડદાતાર છે, પણ હું લાચાર છું કે હળવદના રાણાશ્રીએ મને અજાચી બનાવ્યો છે. અને તેથી હું બીજા રાજાઓ આગળ હાથ લાંબો કરી, દાન લઈ શકું નહી, ટેકીલા માણસોની ટેક ન ભાંગવી એ આપશ્રીને ધર્મ છે તે મને માફ કરે જામશ્રી રાવળજીએ અતિ આધ્રહ કર્યો, પણ કવિરાજે તે દાન લેવા હા, ન પાડી ત્યારે જામશ્રી રાવળજીએ કહ્યું કે “ ઇશ્વર તમારી કેક કાયમ નીભાવશે. પરંતુ ભવિષ્યમાં મારા લાયક કાંઇ કામકાજની જરૂર પડે તે મારી આગળ તેની માગણી કરી મને કૃતાર્થ કરજો “એવી મારી છેવટની માગણી છે”
કવિરાજ જામશ્રીનું વચન માથે ચડાવી, દેગામ આવ્યા, ને ત્યાં જ્ઞાતિ ભેજન કરાવી, ઉપરની તમામ હકીકત પોતાના ભાઈઓ અને સગાઓને જાહેર કરી. સહુએ તેને ટેકો જાળવી, એ માટે ધન્યવાદ આપ્યા અને જામશ્રી રાવળજીની ઉદારતાને પણ વખાણવા લાગ્યા, કવિરાજ વૃદ્ધ હેવાથી, ઇશ્વર ભજનમાં પિતાના દિવસો વીતાડવા લાગ્યા.
વાગડ પ્રદેશમાં ગેડીનામનું ગામ હતું, ત્યાં મેકરણ વાઘેલા રાજ્ય કરતો હતો. તેને આગળ કેઇએ જશવંત મહેતુની પ્રશંસા કરી કે “ જામનગરના