________________
જામનગરને ઇતિહાસ. (નવમી કળા) ૧૪૯ છાંટ્યાં એ વખતે તે મહાદેવ ઉપર કમળપુજા ખાધી, એ વિષે કાવ્ય છે કે
I ચોદ . यों कागळ लीख मेले आतुर, चीतवत ध्यान इशरो चातुर ॥ પૂ, , ફુરા, ૩૫૪ થી ચો, મદ માત રે જ મરીયો .. વિ. વિ.
જશવંત મહેડએ પિતાના વીશ નખે જીવતા ઉતારી, પછી પિતાનું માથું પોતાના નખ વિનાના હાથથી ઉતારી શંકર ઉપર ચડાવ્યું, એ જોઈ ત્યાં બીજા ઘણું ઘણું ચારણે ગળે કટાર, છરી, અને તરવારે નાંખી ત્રાગાં કરી, મુવા, એથી આખા વાગડ પ્રદેશમાં હાહાકાર થઈ ગયો.
જશવંત મહેને ભાણેજ, જામનગરમાં પહોંચ્યું ને તપાસ કરતાં ખબર મળ્યા કે જામશ્રી રાવળજી જુનાગઢ પધાર્યા છે.
એ વખતે જુનાગઢમાં દિલ્હીના બાદશાહ તરફથી તાતારખાં ગેરી નામનો સુબો રહેતો હતો, તે મીઠેઇના મહાન યુદ્ધ પછી જામશ્રી સાથે ઘણુંજ સ્નેહ રાખતા અને તેના ખાસ આમંત્રણથી જામરાવળજી પોતે મોટા લશ્કર સાથે તે વખતે જુનાગઢ પધાર્યા હતા.
જશવંત ગઢવીને ભાણેજ એ ખબર સાંભળી જામનગરથી જુનાગઢ આવ્યો, એ વખતે જામસાહેબને જવાનો ટાઈમ હતો, તેથી જમવા બેઠા હતા. અને થાળીઓ પીરસાણ હતી, તેવામાં એક હજુરી કાગળ સાથે જશવંત ગઢવીના ભાણેજને લઈ, જામશ્રી રાવળજી હજુર આવ્યું, અને કાગળ હજુરશ્રીના હાથમાં આપો, ભાણેજને તે ગીત મોઢે કરાવેલ હોવાથી તે તુરતજ વિરતા ભરી વાણુમાં ઉપરનું ગીત બોલે. તે સાંભળતાંજ (તથા કાગળ વંચાવતાંજ) જામશ્રી રાવળજી લ્યા કે ખાવું હરામ છે, જલદી ઘોડા તૈયાર કરે” એમ કહી પીરસેલી થાળી ઉપરથી ઉઠી ગયા, અને વીરતાના વચને બોલ્યા કે. चोपाइ-वांचे कागळ रावळ बोले, खावां जीमण नझर असखोले ।।
संकट चारण ढील करे सुण, कुळतीणने रजपूत कहे कूण ॥ १॥ खट व्रणवार करे नहखत्री, नहचे जाणो पंड नखत्री ॥ चारण वार चढेजळ चाढण, वाघेला कुळसबळहवाढण ॥२॥ सहस त्रीस हय पेदळ समे, सत्रहर मारण काजस क्रम्मे ।। बारपहर मझरात दीवस्सह, सहदळ पूगाकोस पचासह ॥३॥
અર્થ-કાગળ વાંચતાં જ જામશ્રી રાવળજીએ પિતાના સૂરસામતને કહ્યું કે જમણ જમવું નથી જલદી ઘડાઓ તૈયાર કરે, ચારણોનું સંકટ સાંભળીને જે રાજપૂત વાર લગાડે તેને ક્ષત્રિયોનું બીજ જાણવો નહિં. ખટવણની વહારે ચડતાં