________________
હો
.
શ્રીયદુવંશપ્રકાશ (પ્રથમખંડ)
- I चारण चारे बेद, वणपढीओ वातुं करे ॥ X
भांखे अगमभेद, जेनी जीभे सरस्वती ॥१॥ અથ–ચારણ વગર ભણેલે ચારે વેદની વાત કરે અને ગમ ન પડે તેવા ભેદે કહી બતાવે કેમકે તેની જીભાને કાયમ સરસ્વતિ વાસે કરીને જ રહેલ છે.
એ પ્રમાણે આવેલ ચારણ બળધા ગોધાએ જામરાવળજીના વિદ્વાન ચારણેને છુમંડ ઉતારવા કહ્યું કે, “હું દ્વારિકા નાથના દર્શન કરવા જાઉં છું. પણ રસ્તામાં જામનગર આવતાં સાક્ષાત કૃષ્ણ પરમાત્માના વંશમાં જન્મેલા મહાદાનેશ્વરી “રાવળજામના દર્શન કરવા ઇચ્છા થતાં હું અહી આવેલ છું. અને એ મારી ઈચ્છા આજે જામરાવળજીનાં દર્શન થતા પુરી થઈ છે. એટલે હવે હું દ્વારિકા જાઉં છું પણ હે રાવળ જામ (જામશ્રી રાવળજી સામું જોઈ કહ્યું કે) હું એક દુહાનું અધું ચરણ કે જાઉં છું. તે હું દ્વારિકા પરચી પાછો આવું ત્યાં સુધીમાં તમારા રાજકવિઓ એ દુહો પુરે કરી આપે તે હુકમ ફરમાવે એમ કહી નીચેનું પૂર્વાર્ધ બે કે.
अधर गयण वळंभ रहि, कब चडीया तोखार ॥ ઉપરનું પૂર્વાર્ધ બોલી તેની પાદપુર્તી રચવાનું કહી તે ચારણ સભામાંથી ચાલતો થયો. બપોરનો જમવાનો ટાઇમ હતો. તેથી જમીને ચાલવા ઘણે આગ્રહ કર્યો પણ તે રેકાણો નહીં અને વળતાં આવીશ ત્યારે રોકાવાનું કહી દ્વારિકાને રસ્તે ને ચાલતો થયો.
જામશ્રી રાવળજીએ તમામ કવિઓને બોલાવી. ઉપરને અર્ધી દુહ, પુર, (પાદપુતી) કરવા હુકમ ફરમાવ્યો, કવિશ્વર ઇસરદાસજી તે વખતે જામનગરમાં ન હતા. તે સિવાયના બીજા ઘણા કવિઓએ તે ઉપર વિચાર ચલાવ્યો, પરંતુ કેઈપણ પદ બરાબર બંધ બેસતું થાય નહીં, એથી જામશ્રી આગળ તે સઘળા
એ મુદત માગી, મુદત મળતાં સહુએ મળી ઘણે વિચાર કર્યો, છતાં પાદપુતી પૂર્ણ થાય તેવું લાગ્યું નહીં અને અન્ય કહેવા લાગ્યા કે આ શમશ્યા પુર્ણ થશે નહીં, અને આપણી અપકીતિ થશે, તો હવે શું ઉપાય કરે, ઉપરને વિચાર કરતાં એક વૃદ્ધ કવિએ જણાવ્યું કે દ્વારીકાં જઈ ગામતીજીમાં સ્નાન કરતી વખતે કેઇપણ કામ અધુરૂ રખાય નહીં, એ પુરૂં કરી પછી સ્નાન કરાય, એ અનાદિ કાળથી નિયમ છે. માટે આ દુહો તે બળધો ગેધર જરૂર ગમતી કીનારે પુરો કરશે, માટે તેના પાછળ એકાદ બે, આપણું હુશિયાર (નાના) છોકરાએ જાય, ને તેના સાથે છુપી રીતે ફર્યા કરે, અને તે ગોમતીમાં સ્નાન કરતી વખત, આ દુહ, પુર બોલે કે તુરતજ તેણે યાદ કરી લઇ તેની પહેલાં આંહી પાછા આવતા રહે ” ઉપર વૃદ્ધ પુરૂષને વિચાર સર્વને ઠીક જણાતાં