________________
૧૦૪
શ્રીયદુવંશપ્રકાશ
(પ્રથમખંડ) ઝાલા, વગેરે અનેક શુરવીરે તથા ભાયાતે સંબંધીઓ તથા બીજાઓ કે જેઓ મોટા વીર, બંકા નીભય અને જેરાના હતા, તેઓ સ થયા, હાથીઓ તથા ઘડાઓ ઠેકાણે ઠેકાણે તૈયાર થયા, ઘરના માનીતા, તુબેલ, રાજગર, કેદીધ્વજ તથા લાખે શાહુકારે અને અઢારે વર્ણની સઘળી પ્રજા પોતપોતાની સઘળી માલ મીલકત લઈને સાથે આવવા તૈયાર થઈ. એટલી બધી રાજ્યલક્ષ્મી ઉત્સાહથી સાથે ચાલી કે જાણે દરીએ ઉછળ્યો હોય તેમ રસ્તામાં માય નહિં એવી દેખાવા લાગી. પહાડ જેવા કદાવર મદજાત પ્રચંડ હાથીઓની ઉપર જરીની ખુલે સાજ તથા હેદા ચડાવવામાં આવ્યા, વીર લેકના હાથીઓની ઘંટાઓના તથા હાથીઓ ઉપરની નોબતના શબ્દો થવા લાગ્યા; હાથીની અંબાડીઓ રોભવા લાગી, પિતાની આગળ હંમેશ કલમાં રહેનારા આરબી, કચ્છી, ઘાટી તથા ખંધારી ઘોડાઓ ચાલ્યા, સાજથી શેભી રહેલા, બેથી પાંચ વર્ષની ઉમરના માટાં ગજાંવાળા, કામ પડે ત્યારે કાચા તાગડાની વાધે ચક્કર ફરે તેવાં, રીછડી પાખ વાળા અનેક ઘેડાઓ ઉપર ચડીને સામંતો તથા છત્રીસે કુળના રજપુતે આવ્યા, એ સુરાઓ બખતરે પહેરી, સઘળા આયુધોધરી “પૃથ્વીને ખાશું પૃથ્વીને ખાટીશું? એવા શબ્દો બોલવા લાગ્યા, જેના ઉપર કસી કસીને સામાને ભર્યા હતા, એવા ઉોની કતારે ઉત્કર્ષથી કઠઠ-કઠઠ ચાલવા લાગી, સુખપાળ તથા રથ વગેરેથી રાવળજીની રાજ્યલક્ષ્મી એવી શેભાવા લાગી કે જેને જોઇને ઇંદ્ર પણ લેભાઈ જાય, રાવળજીનાં રાણુની અસ્વારીનો રથ નો ચાલતો હતો, અને તેની સાથે સઘળા ભાઈ બેટાઓ ચાલતા હતા. લાખે ગાયોનું ધણ આગળથી ચલાવીને તેની પછવાડે એંશી હજાર ઉચાળા સહીત ચતરંગીણ સેના ચાલી, સઘળા ખાદલો જાણે જીત મેળવવા યુદ્ધમાં લળવા ચાલતા હોય એવા જણાતા હતા, જામરાવળજી પિતાના ત્રણે ભાઈઓ સહીત હતા, અને હાથી ઉપર બીરાજ્યા હતા. તેથી રામચંદ્રજીની પેઠે શોભતા હતા. છત્ર ધર્યું હતું. અને ચાસરા ચમરાળાતાં હતા. તેથી જાણે ઇંદ્ર ધરણું ઉપર આવેલે હેય એમ દેખાતું હતું, નોબતના ડંકા થતા હતા. નકીબોની હાકલો પડતી હતી. અને સામટી લાખ ફેજને હંગામો હતો. તેથી ધરતી ધ્રુજવા લાગી રજથી આકાશ ઢંકાઈ ગયું અને જાણે “તમાચી દેદાને માથે બલા જઈ પડતી હોય તેમ જણાવા લાગ્યું.
ઉપરના વર્ણન પ્રમાણે એશીહજાર ઉચાળા અને પ્રબળ સૈન્ય લઇ જામશ્રી કચ્છધરાને ત્યાગી માતાજીના વચનમાં વિશ્વાસ રાખી સૌરાષ્ટ્ર ભુમીમાં આવ્યા (વિ. સં. ૧૫૭૫) જે
* કોઈ ઈતીહાસકાર ૧૧૮૫ મા આવ્યાનું કહે છે પરંતુ અમને એક હરત લખીત પ્રતમાં ૧૫૦ થી ૭૫ સુધીમાં આવ્યાનું મળેલ છે કેમકે વિ. સં. ૧૫૬૬-૬૭ માં રાઉખેંગારજી બાદશાહી મદદ લઇ આવ્યાનું કચ્છના ઇતીહાસમાં લખેલ છે તે પછી ત્રણ વર્ષથી વધુ કચ્છમાં રહેવું અસંભવીત છે.