________________
શ્રીયદુવંશપ્રકાશ ( પ્રથમખંડ) અથ “રાવળ તે મારી સાથે માન કરીને કુડ કર્યું, અને મને જભાનદઈ દારૂપાઈને હમીરજીને માર્યા, બીજા કેઈએ મારી મરજાદા લેપી હોય તો હું તેને ફળ દેખાડી દઉં . પણ તું મારી શ રહ્યો છે એ મને યાદ આવે છે, તેથી તું, નિશ્ચિત રહે અને હવે તું દરીઆપાર જ, કચ્છની ધરામાં તારો હુકમ નહિં રહે. પણ હું તને હાલાર આપું છું.”
ઉપરનાં વચનો સાંભળી રાવળજીએ અરજ કરી કે આ વાત કેમ સાચી મનાય? રાજીથઈને મને કંઈક નિશાની આપો ત્યારે માતાજી બોલ્યા કે જામરાવળ-આવડ છે તે દરીઓ ઉતરી આવે તે હું તારી ભેળી એમ જાણજે.”
સવારથ જામરાવળજીએ જોયું તે સ્વપ્નમાં કહેલી નિશાની પ્રમાણે થયેલું જોવામાં આવ્યું તેથી સર્વ અમીર અને ઇસરદાસજીને માતાજીની આજ્ઞા સંભળાવી સહુએ એકમત થઇ માતાજીની આજ્ઞા શીર ચઢાવી કચ્છધરાને છેલ્લા પ્રણામ કરી ચાલવાની તૈયારીઓ કરી કચ્છધરા છોડતી વખતે કેટલાંક ગામે ચરણે તથા બ્રાહ્મણ અને બાવાઓને ખેરાતમાં આવ્યાં જે ખેરાત હાલ પણ તે લેકે ખાય છે.
રાવળજામે કચ્છદેશનું રાજ્ય લગભગ ૪ ચારેક વર્ષ ભગવ્યું એ રામરાજના સુખથી કેટલીક પ્રજા જામરાવળજી સાથે પોતાની જન્મભૂમિને ત્યાગ કરી ચાલી નીકળી હતી ચારણી ભાષામાં રાવળજી સાથે કણકણ ચાલ્યા અને તે વખતની કેજનું કેવું સ્વરૂપ હતું તેનું આબેહુબ વર્ણન નીચેના કાવ્યમાં છે.
बंस छतीस चारु वरण, सह वैभवह समेत ।। વાઝા સલા ગણી, દૃરીયા વાવઝ દેત || ૨ છે.
सथं रावळं सेन हल्ले समथ्यं, कहं एक लखं भडं सूर कथ्यं । केता राउ दल्लं हलं मोड केता, जीया धुंधणं धमणं सोड जेता ॥ १ ॥ हया कान बालाच सिंधी हजारं, लिया लाडकं सुमरं थोकलारं ।
वजीरं चवाणं सुभट्टी अहीरं, मोहारं पमारं सु वाघेल मीरं ॥२॥
છે એ વડ દીવસ ઉગ્યા પહેલાં માતાજીની ઈચ્છાથી આકાશ માર્ગે ઉડયો હતો, તે ઉપર રજપૂતના બે દીકરાઓ ટેટા ખાવા ચડયા હતા તે પણ સાથે ઉડી આ કિનારે આવ્યા જે જગ્યાએ વડ ઊતર્યો તેની બાજુએ માતાજીનું હાલ દેવાલય છે. એ વડ ઉતર્યો ત્યાં જોગમાયા સાથે આવ્યાં એમ જાણી તે સ્થળે ગામ વસાવી “જોગવડ” એવું નામ પાડયું. વડ ઉપર આવેલા રજપૂતનો વંશ હાલ પણ જોગવડ ગામે છે અને તે અંબર શાખાના રજપુત કહેવાય છે.