________________
૧૧૫
જામનગરને ઇતિહાસ. (અષ્ટમી કળા). दुःख दाळीद्र दीसे नही, घर घर मंगळ चार ॥ वरण अढार मुखीयां सदा, वरते रावळ वार ॥ ८॥ सुंदर मंदीर सोहीया, हरीहर प्रतमा माय ॥ जे थानक जगतंबरा, चख देखी ललचाय ॥९॥ धनस नगर रावळ धणी, नतनत प्रभा नवल्ल ॥
चणी छटा दरबारकी, माणक जोत महल्ल ॥ १०॥ वि.वि. અથ કવિ કહે છે કે નવાનગરની શોભા યથામતી વણવું છું. કે જે કેતાં પાર આવે તેમ નથી, ભાત ભાતની મહેલાતો બનાવી સર્વ કે તેમાં રહેવા લાગ્યા, કેટી દવજ વેપારીઓ લાખના વેપાર કરવા લાગ્યા, બવળી બજારેમાં અધર ઝરૂખામાં બેસી સંગીત ગાનારાઓ નવાનવા વાંછત્રો લઇ ગાવા બજાવવા લાગ્યા, ચંદ્રમુખી જોબનના મદથી ભરપુર હરણના જેવાં નેત્રોવાળી સ્ત્રી સોના રૂપાના કળશેથી પાણી ભરવા લાગી શહેરમાં કેટલાક યુવાને અત્તર સેવા લગાવી ફલેલ તેલ નાખી મદમસ્ત બની ફરવા લાગ્યા, ઠામઠામ ઝવેરીની દુકાનો તથા જડીયા અને ઘાટ ઘડીયા સેનીની દુકાને શોભવા લાગી, તે સિવાય જુદા જુદા કારીગરો, રેસમી તથા સુતરૂ કપડાએ બનાવી તૈયાર કરવા લાગ્યા, કેદી દુ:ખી કે દરીદ્ર રહ્યું નહીં, ઘેર ઘેર મંગળાચાર વર્તાઈ રહ્યા, અઢારે વર્ણ સુખી રહેવા લાગ્યા, ઠેકાણે ઠેકાણે વિષ્ણુ, શિવ, અને દેવીઓનાં મંદીરે શેલવા લાગ્યાં, અને મણુ માણુકની- તિ સમાન રાજમહેલ પણ શોભવા લાગ્યું, એવી રીતે નીતનીત નવી પ્રભાવાળા નવાનગરમાં જામ રાવળજીની રામવારી વર્તાવા લાગી. Sા ત્રિકાળદશી પંજુ ભટજી અનેં જામશ્રી ગુરુ
રાવળજીનું પુર્વ વૃત્તાંત જામશ્રી રાવળજીનું મસ્તક વખતે વખત કાયમ દુખ્યા કરતું હતું, તેથી એ વ્યાધીને મટાડવા અનેક વિઘો, હકીમે, તથા જંત્ર મંત્રાદી ક્રિયાઓના અનેક ઇલાજે કર્યો પરંતુ તે સઘળા ઇલાજો નીરર્થક જતાં, એ ઉપાધી દીવસે દીવસ વધવા લાગી, એક વખત મહામાસમાં સખત પવનના તોફાનમાં માવઠું (વરસાદ) થતાં જામ સાહેબના માથામાં અસહ્ય વેદના થવા લાગી. એ વખતે કેઇએ કહ્યું કે, “ધ્રોળ.” ગામમાં “ત્રિકાળદશી. પંજુ ભટ્ટજી” છે, જે આવે તો આ રેગ ક્યારે મટશે? તે વીષે બરાબર ખરેખરૂંજ કહી ઇલાજ બતાવો, એ સાંભળી જામશ્રીએ ભટજીને બોલાવવા માટે કારભારીને વેલ આપી, ચાર પાંચ સ્વારે સાથે ધ્રોળ મોકલ્યા,
આ પ્રસિદ્ધ વિદ્વાન પુરૂષ જ્ઞાતિએ સારસ્વત બ્રાહ્મણ હતા, ભૂત, ભવિષ્ય અને