________________
જામનગરને ઇતિહાસ, (અષ્ટમી કળા) ૧૨૧ ઘણું સન્કારથી રાખવા ઇચ્છે છે અને ત્રિકાળદર્શીએ પણ તેજ કાગળ લખી આપે, તેથી તે સ્ત્રીએ રથમાં બેસી જામનગર આવી દરબારમાં જ ઉતારે કર્યો, એક બ્રાહ્મણ રસોઇ કરવા રાખ્યો, અને ત્રિકાળદર્શને (વરૂણુને બાને) જડેશ્વર મોકલ્યા છે. તે થોડા દિવસમાં આવશે. તેમ કહેવરાવ્યું રોયાને ભલામણ કરવાથી સુકવેલા ચેકબા નિત્ય તે સ્ત્રીને રસોઈમાં રાંધી ખવરાવતો, ચોકખા પુરા ખવાઈ રહ્યા છે. બીજે જ દિવસે તે સ્ત્રી નિત્ય નિયમ પ્રમાણે પ્રાતઃકાળમાં સ્નાન કરી પૂજા કરવા બેઠી તેવામાં તે એકાએક ત્રાસ પામી, પશ્ચાતાપ કરવા લાગી કે. “અરે મારા પ્રાણપતિને મારે સર્વ પ્રકારે માન આપવું જોઈએ. સ્ત્રીને પતિ એજ સર્વ પ્રકારે પૂજ્ય અને સેવ્ય છે જે સ્ત્રી સ્વામિભક્તિ ન કરે, તેના દાન, વૃત, તપ, વિગેરે સર્વ વ્યથજાય છે, માટે મારા મેં આજ સુધીના સર્વ ધર્મો વ્યર્થ ગયા,અરેરે નીચ સ્ત્રી પણ કલ્યન કરે એવું એકત્ય કર્યું છે, હું નર્કમાં પડીશ.” એમ બેલતી રૂદન કરતી મુછ ખાઈ પડી. રાણીઓએ દોડી આવી. ઘણી મહેનતે શુદ્ધિમાં આણું, પરંતુ જામરાવળજીને તે વાતની ખબર પડતાં તેઓ તો તેનું કારણ સમજી ગયા હતા. તેમણે તેની પાસે બે ત્રણ સ્ત્રીઓને રાખી ત્રિકાળદર્શની સ્ત્રી પોતાના દુ:કૃત્યથી પસ્તા કરતી, “અનશનવૃત” (ખાવું પીવું છોડી દેવું તે) લઇને પ્રાણ મુક્ત કરે વાને તૈયાર થઈ તેથી જામરાવળે ત્રિકાળદર્શીને તુરત તેડાવ્યા તેથી તેઓ આવ્યા અને ઘણુજ મહેનતે તેને સમજાવી શાન્ત કરી, તેનું અંત:કરણ શુદ્ધ થયું હતું. તેથી પતિની આજ્ઞા પાળી અનશન વૃત મૂકી દીધું. તે દિવસથી એ સ્વામિભકિત કરીને પતિવ્રતાનો ધર્મ પાળવા લાગી, એ રીતે તે ત્રિકાળદર્શીએ જામરાવળનું દર્દ મટાડી તેની ઉન્નતિ કરી અને પિતાનું પણ સંકટ દૂર કર્યું તે પછી જામશ્રી રાવળજીએ તે ત્રિકાળદશીને જામનગરમાં રહેવાનાં ઘરે આવ્યાં અને ઘણાંજ માનથી પોતા આગળ રાખ્યા, આ ત્રિકાળદશી પંજુ ભટે જામનગરમાં એક વાવ” ખેદાવી, તે એવી તો મેટી છે, અને તેમાં એટલું તે આજે પણ પાણું છે કે, તે મહાન દુષ્કાળના પ્રસંગમાં પણ ખુટતું નથી, એટલું જ નહીં પણ આખા શહેરમાં નળ વડે, એ વાવનું પાણી પુરૂ પાડવામાં આવે છે, તો પણ તે વાવમાં જરાપણ પાણીની ખાંચ આવતી નથી, એ એ વાવમાં પાણીનો પ્રવાહ આવે છે, હાલ તે વાવ
પંજુભની વાવ” ના નામે જામનગરમાં પ્રસિદ્ધ છે, ને તે ઘણુ જેવા લાયક છે, એ રીતે ત્રિકાળદશીએ પોતાની સમર્થતા બતાવી. જામરાવળજીના નામ સાથે પોતાની પણ અમર નામના વાવગળાવીને રાખી છે.
(ચારિત્ર ચંદ્રિકા પાને. પ૧૩) રાવળજીનું અશ્વદાન - નીચેના ત્રણ દુહાઓથી જણાશે કે, જડેશ્વર મહાદેવની કૃપા થયા પછી જામશ્રીએ અગણિત ઘોડાએ, યાચકને આપ્યા હતા.